Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 147
________________ શ્રી વીશસ્થાનક તપ આ પ્રમાણે ગુરુમુખે દેશના સાંભળી હરિવાહન નરપતિ સંવેગ પામ્યો. યુવરાજ મેઘવાહનને રાજ્યાસન પર સ્થાપી, અંતઃપુર સહિત તેણે ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે રાજર્ષિમુનિ દ્વાદશાંગીનું અધ્યયન કરી નિર્મળ સંયમનું પાલન કરવા લાગ્યાં. ૧૨૦ અન્યદા ગુરુમુખેથી વીશસ્થાનક સંબંધી વ્યાખ્યાન સાંભળ્યું. તેમાં શુભધ્યાન પદ વિષે સાંભળ્યું કે - ‘જે કોઈ સમતાપૂર્વક, સભ્યભાવયુક્ત, સ્થિર ચિત્તથી નિર્મળ ધ્યાન ધ્યાવે છે તે પ્રાણી અલ્પ સમયમાં લોકાત્તર લક્ષ્મી પામે છે.' આ રીતે ગુરુમુખેથી શ્રવણ કરી રાજર્ષિ મુનિ તેરમા ધ્યાન પદનું આરાધન કરવા લાગ્યાં. પ્રમાદરહિત, નિષ્કષાયપણે, સ્થિર ચિત્તથી, નિરંતર મૌન કરી પ્રતિમા ધારણ કરી, ઉજ્જવળ લેશ્યાથી શુભધ્યાન ધ્યાવવા લાગ્યાં. એક દિવસ શકેંદ્રએ દેવસભામાં રાજર્ષિ મુનિની પ્રશંસા કરતાં કહ્યું કે – “દ્દઢ મેરૂની માફક નિષ્રકંપ ચિત્તથી ધ્યાનમાં લીન થએલા આ રાજર્ષિ મુનિને ધ્યાનથી ચૂકવવા દેવ પણ શક્તિમાન નથી.’ ઈન્દ્રની એક અગ્રમહિષી, તે વાત પર શંકા લાવી મુનિની પરીક્ષા કરવા આવી. તેણીએ દેવાંગનાઓનો સમૂહ વિકર્યો. અને તેણી વિવિધ પ્રકારના નૃત્યો અને સંગીતના આલાપ કરવા લાગી. જે જોઈને બીજો હીન સત્ત્વવાળો પ્રાણી તરત જ વિહ્વળ થઈ જાય. મહાન ધૈર્યવાન રાજર્ષિ તો કેવળ નાસાગ્રે નેત્ર સ્થાપી નિર્મળ ધ્યાનમાં જ લીન રહ્યાં. નૃત્યકળા તરફ દૃષ્ટિ પણ ન કરી. એ રીતે તે દેવીએ છ માસ પર્યન્ત નાટક કર્યું. પરંતુ મુનિ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. ત્યારે ઈન્દ્રાણિ પ્રત્યક્ષ થઈ, મુનિની પ્રશંસા કરી સ્વસ્થાનકે ગઈ. હરિવાહન મુનિ નિર્મળ ધ્યાનના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જન કરી અનુક્રમે સનત્કુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં જિનપદ પામી અનંત અવ્યાબાધ સુખના ભોક્તા થશે. ૧૪ તપ પદ વિષે કનકકેતુ રાજાની કથા આ ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં વિશ્વભર રાજા હતો. તેને કનકાવલી પટ્ટરાણીથી કનકકેતુ પુત્ર થયો. યોગ્યવયે તે કલાચાર્ય પાસે સર્વકળામાં પ્રવિણ બન્યો. પરંતુ મોહનીય કર્મવશ ધર્મથી વિમુખ રહેવા લાગ્યો. રાજાને આ વાતનું અતિ દુ:ખ હતું. તેવામાં ઉદ્યાનમાં શ્રુતકેવલી શ્રી શાંતિસૂરિ મહારાજ ઘણાં

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166