Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 145
________________ ૧૧૮ શ્રી વીશસ્થાનક તા. આ પ્રમાણે પોતાની કથની ધનદેવે મદનશ્રેષ્ઠીને કહી. તે બન્ને સંસારથી વૈરાગ્યવાળા થયાં. તેવામાં અમારું આગમન સાંભળી. દેશના સાંભળવા અમારી પાસે આવ્યાં અને દેશનાના અંતે સંવેગ પામી ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી, નિર્મળ ચારિત્રનું પાલન કરવા લાગ્યાં છે. હે રાજનું! તેં જે બે મુનીઓને માર્ગમાં ઉભેલા જોયા. તે જ તે બે મહાભાગ છે.” રાજા કહે છે કે હે પ્રભો ! આપે શા કારણથી યૌવનાવસ્થામાં દીક્ષા લીધી? ગુરુ કહે છે કે “હે રાજનું ગૃહસ્થાવસ્થાવાસમાં છ કાય જીવોની હિંસા થાય છે. એક વખત સ્ત્રીસંભોગથી સ્ત્રીની યોનિમાં ૧૨ ઘડીમાં ૨ થી ૯ લાખ ગર્ભ પંચેન્દ્રિય, અસંખ્યાતા બેઈન્દ્રિય જીવો અને સમુશ્કેિમ જીવોની હિંસા થાય છે. પાપ આરંભ અને હિંસાથી બચવા મેં દીક્ષા લીધી.” આ પ્રમાણે ગુરુમુખે દેશના સાંભળી ચંદ્રવર્મા રાજા પ્રતિબોધ પામ્યો. પોતાનાં પુત્ર ચંદ્રસેનને રાજ્યસન પર આરુઢ કરી તેણે મહોત્સવપૂર્વક ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગનું અધ્યયન કરી શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યાં. એક દિવસ ગુરુમુખે વીશસ્થાનકનો મહિમા સાંભળ્યો. તેમાંય બારમા સ્થાનક શીલવ્રતનો અનન્ય મહિમા જાણીને તે રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ, નવવાડ યુક્ત શીલવ્રત પાળવા લાગ્યાં. કોઈ સ્ત્રીની સામે દૃષ્ટિને ટાળતાં, સ્ત્રી સંબંધી વર્ણન કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલ પાળવા લાગ્યાં. એક દિવસ દેવસભામાં ઈન્દ્ર તે રાજર્ષિ મુનિના શીલવ્રતની પ્રશંસા કરી. તે સાંભળી વિજયદેવનામે દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અપ્સરાઓનું વૃંદ વિકુવ્યું. તે બધી હાવભાવ કટાક્ષ કરતી કામોદ્દીપક વાક્યો મુનિને કહેવા લાગી. તો પણ મુનિનું મન જરા પણ શિથિલ થયુ નહીં. છેવટે દેવે પ્રત્યક્ષ થઈ મુનિની સ્તવના કરી. તે દેવે ગુરુ મહારાજને પૂછ્યું કે હે પ્રભો ! રાજર્ષિ મુનિ દ્દઢ શીલવ્રતથી શું ફળ પામશે? ગુરુ મહારાજ કહે - “તે મહાભાગ શીલપ્રભાવથી જિનપદ પામશે.” પછી દેવ ગયો. અનુક્રમે ચંદ્રવર્મા મુનિ કાળધર્મ પામી બ્રહ્મલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં તીર્થકર પદ પામી અક્ષય સુખના ભોક્તા થશે.

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166