Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 146
________________ કથાઓ ૧૧૯ ૧૩ શ્રી શુભધ્યાન (ક્રિયાપદ) વિષે હરિવહન રાજાની કથા | સંકેતપુર નગરમાં હરિવાહના નામે ન્યાયી નૃપતિ હતો. તે રાજાનો નાનો ભાઈ મેઘવાહન નામે યુવરાજ હતો. તે હંમેશા રાજાની આજ્ઞામાં રહી વિનયથી વર્તતો હતો. હરિવહન રાજા બીજી સર્વ બાબતોમાં નિપુણ હતો પરંતુ ધર્મસાધનામાં અતિશય પ્રમાદી હતો. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી શીલભદ્ર આચાર્ય સમવસર્યા. યુવરાજ સપરિવાર દ્વાદશાવર્ત વંદનથી ગુરુને વાંદી દેશના સાંભળવા બેઠો. તેવામાં ભવિતવ્યતાના વશે હરિવાહનરાજા અશ્વને ફેરવતો અચાનક ત્યાં આવી પહોંચ્યો. દેશનાનો ગંભીર ધ્વનિ સાંભળી વિનયપૂર્વક વંદન કરીને બેઠો. ગુરુમહારાજે દેશના આપતાં કહ્યું કે. ' “અહો ભવ્યજનો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગીદેહ, તીક્ષ્ણબુધ્ધિ વગેરે અનુકૂળ સાધનો પામીને પણ જે ધર્મને વિષે આદર નથી કરતા તે પાછળથી પસ્તાય છે. જે ધર્મમાં ઉદ્યમ કરે છે તે શીધ્ર ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ કરે છે. તે વિષે બે વેશ્યાનું દ્રષ્ટાંત કહું છું તે સાંભળો... રાજગૃહી નગરીમાં કળા-રૂપ-ગુણ યુક્ત મગધસેના નામે પ્રસિદ્ધ ગણિકા રહેતી હતી. તે નગરમાં રૂપ અને કળામાં તેની સમોવડી બીજી એક મગધસુંદરી નામે વેશ્યા પણ રહેતી હતી. તે બન્ને એક બીજાના રૂપ અને કળાની સ્પર્ધા કરતી ન્યાય માંગવા રાજા પાસે આવી. રાજ્યસભામાં બન્નેની કળા પ્રદર્શિત કરાઈ. તેમાં મગધસેનાએ પોતાની કળા સામાન્ય હાવભાવથી બતાવી તેથી રાજા કે પ્રજા બહુ ખુશ થયા નહીં. ત્યાર પછી મગધસુંદરી સોળે શણગાર સજી હાવભાવ અને કટાક્ષ કરતી રાજસભામાં આવી. તેને જોતાં જ સભાજનોની દ્રષ્ટિ તેના ઉપર સ્થિર થઈ ગઈ. પછી તેણી કરેણના પુષ્પમાં સોંય ભરાવી, તેને જમીન પર ઊંધી મૂકી. તે પણ નાચ કરવા લાગી. રાજા તથા પ્રજા વાહવાહ પોંકારી ઉઠ્યા, આમ તેણે ઉત્તમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ઈષ્ટ કાર્યોની સિદ્ધિમાં પ્રમાદરહિત બનીને - તત્પર રહી તો મગધસુંદરી વિજય પામી અને પ્રમાદથી મગધસેના પરાજય અને ગ્લાનિ પામી. એ મુજબ હે ભવ્યજનો! તમે પ્રમાદ તજી ધર્મને વિષે ઉદ્યમ કરો.”

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166