Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 144
________________ કથાઓ ૧૧૦ લગ્ન પૂર્ણ થયા પછી ધનદેવે કન્યાના વસ્ત્ર ઉપર કંકુથી એક શ્લોક લખ્યો તેમાં પોતાનું નામ-સરનામું લખ્યું. પછી કાંઈક બહાનું કાઢી ત્યાંથી ગુપ્ત રીતે નીકળી નગર બહાર આવ્યો. ત્યાં પેલી સ્ત્રીઓની સાથે છાનોમાનો ગુપ્ત રીતે પોતાના નગરમાં પાછો આવીને સ્ત્રીઓ કરતાં વહેલો ઘરે આવીને સૂઈ ગયો. સવારે તેની નવી સ્ત્રી તેને જગાડવા ગઈ. પતિના હાથમાં મીંઢળ અને કપાળમાં કંકુનો ચાંદલો જોયો. તેથી રાત્રિએ શ્રીમતીને પરણનાર આપણો પતિ જ છે એમ નિશ્ચિત જાગ્યું. તેણીએ જુની સ્ત્રીને વાત કરી આપણા પતિએ આપણને છેતરી ગુપ્ત રીતે આપણું છિદ્ર જોયું હવે કેમ કરશું? જુની કહે તેને શિક્ષા કરીશું. એમ કહી એક દોરો મંત્રી સૂતેલા ધનદેવના પગે બાંધ્યો. એટલે તે પુરુષ મટી પોપટ બની ગયો. તે પોપટને પાંજરામાં પૂરી અનેક પ્રકારની કદર્થના કરવા લાગી. - હવે આ તરફ રત્નપુર નગરમાં પ્રાતઃકાળ પર્યત ધનદેવને પાછો ન આવેલો જાણી શ્રીમતીએ પોતાના પિતાને વાત કરી. તેના વસ્ત્ર પર લખેલો શ્લોક તેના પિતાએ વાંચ્યો. શ્રીમતીનો પતિ હસતીપુરનો ધનપતિ શેઠનો પુત્ર ધનદેવ છે તે જાયું. હવે તેનો પત્તો મેળવીશું. એવામાં તે દિવસે ત્યાંથી સાગરદત્ત નામે વેપારી : વહાણ ભરી હસતીપુર તરફ જવાનો હતો. તેની સાથે શ્રીપુંજ શેઠે ધનદેવને એક પત્ર તથા બહુમૂલ્યવાળો હાર મોકલ્યો. સાગરદત્તે તે ધનદેવની સ્ત્રીને આપ્યો. - સ્ત્રીએ કહ્યું કે-શેઠ બહારગામ ગયા છે. સ્ત્રીએ પેલો પોપટ શ્રીમતીને માટે મોકલ્યો. શ્રીમતી નિરંતર તેને પોતાની પાસે જ રાખતી. એક દિવસ, પોપટના પગે બાંધેલો દોરો છોડ્યો એટલે તત્કાળ ધનદેવ મૂળસ્વરૂપે પ્રગટ થયો. તે જોઈ સર્વ વિસ્મય પામ્યા. પછી ધનદેવ શ્રીમતીને લઈ પોતાની નગરીએ આવ્યો અને ત્રણે સ્ત્રીઓ સાથે રહેવા લાગ્યો. એક દિવસ શ્રીમતીએ સુવર્ણ થાળમાં પતિના પગ ધોયા. તે પાણી જુની સ્ત્રીએ જમીન પર ફેંકી દીધું. એટલે તે પાણી સમુદ્રની ભરતીની માફક ચારે બાજુથી વધવા માંડ્યું. ધનદેવ તે ક્ષણે ગભરાઈ ગયો. ત્યાં તો શ્રીમતીએ પોતાની શક્તિ વડે તે પાણી એકદમ શોષી લીધું. આ જોઈ પનદેવ વિસ્મય પામી વિચારવા લાગ્યો. આ ત્રીજી તો બન્ને કરતાં અધિક શક્તિશાળી છે. મારા દુષ્ટકર્મથી હું આવી સ્ત્રીઓને પામ્યો છું.”

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166