Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 142
________________ ૧૧૫ કથાઓ ગુરુ કહે છે કે હે “રાજનું! તેમના વૈરાગ્યનું કારણ હું કહું તે સાંભળ ! કુશસ્થલપુર નગરમાં ધનાઢ્ય મદન શ્રેષ્ઠી વસતો હતો. તેને માંહોમાંહે ક્લેશ કરનારી, દુર્ગુણોના ભંડારરૂપ એક ચંડા અને બીજી પ્રચંડા નામે સ્ત્રીઓ હતી. તેમના કલહથી શેઠની લક્ષ્મી પણ નાશ પામી. બન્નેને અલગ-અલગ ઘર આપીને શેઠ પ્રચંડાને ઘરે સુખેથી રહેવા લાગ્યાં. અન્યદા શેઠ પ્રચંડાને ઘરેથી નીકળી ચંડાને ઘરે આવ્યાં. ચંડાએ ક્રોધથી મુશલ મંત્રીને શ્રેષ્ઠી ઉપર ફેંક્યુ. તે મુશલ સર્પરૂપ થઈ શેઠને ડસવા દોડ્યું. આવું ભયંકર કૃત્ય જોઈ ભયથી શેઠ નાઠા, પેલો સર્પ પણ શેઠની પાછળ પડ્યો. શેઠ દોડતાં દોડતાં પ્રચંડાને ઘરે આવ્યાં. તેમને ભયભીત જોઈ પ્રચંડાએ કારણ પૂછ્યું શેઠે બધી વાત કહીં. એટલામાં સર્પ નજીક આવવા લાગ્યો પ્રચંડાએ પોતાના શરીરનો મેલ ઉતારી સર્પ ઉપર ફેંક્યો. મંત્રના પ્રભાવથી તે મેલ નોળીયો થઈ ગયો. તે નોળીયાએ સાપનો નાશ કર્યો. - પછી ભયરહિત સ્વસ્થ ચિત્તવાળા શેઠ વિચારે છે કે.. “અહો ! આ બન્ને સ્ત્રીઓ પાપની ખાણરૂપ છે. તેઓ મંત્ર-ઔષધની જાણનાર હોવાથી ક્યારેક ગુસ્સે . થશે તો મારો અકાળે કાળ કરશે.' પછી રાત્રે શેઠ ગુપચુપ બન્ને સ્ત્રીઓ અને ઘરની આશા છોડીને દેશાંતર જવા નીકળ્યાં. કેટલાક દિવસે કાશીપુરી પહોંચ્યા. તે નગરમાં ધનાઢય ભાનુશેઠ વસતા હતાં. તેને વિદ્યુલ્લતા નામે પુત્રી હતી. મદન શ્રેષ્ઠી ફરતાં ફરતાં ભાનુશેઠને ત્યાં આવી પહોંચ્યા. શેઠે તેનો આદર કર્યો. પોતાની કુલદેવીના કહેવાથી ભાનુશેઠે પોતાની પુત્રી મદનશેઠને પરણાવી. પછી વિદ્યુલ્લતા સાથે કેટલાક દિવસો સુખપૂર્વક રહ્યાં. પછી મદનશેઠ પોતાના ઘરે જવા નિકળ્યાં. તેની પ્રિયાએ ભાથા માટે એ પાત્રમાં કુર કરીને આપ્યાં. માર્ગમાં એક તાપસને થોડા કુર આપી શેઠ સરોવરમાં પાણી લેવા માટે ગયાં. એટલામાં પેલો તાપસ કુરે ખાવાથી તાપસ મટી બકરો બની ગયો. આ આશ્ચર્ય જોઈ શેઠે વિચાર્યું “અરે! આ પણ દુષ્ટ સ્ત્રીનું જ ચારિત્ર છે.” પછી બકરો કાશીપુર તરફ સપાટાબંધ જવા લાગ્યો. કૌતુક જોવા મદનશેઠ પણ પાછળ ગયાં. છૂપાઈને રહ્યાં. બકરો વિઘદ્ધતાના ઘરે આવ્યો. તેને બાંધીને તેણીએ લાકડીના પ્રહારથી માર માર્યો. તે બોલવા લાગી જે કોઈ કરબ ખાશે તેની આ જ દશા થશે” પછી દયા આવવાથી તેણીએ બકરાને મૂળ સ્વરૂપમાં આપ્યો. તાપસને જોઈને આશ્ચર્ય થયું. પૃચ્છા

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166