Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 140
________________ કથાઓ ૧૧૩ જિનાલયમાં જિનબિંબોને અહોનિશ વાદી સમક્તિ નિર્મળ કરવા લાગ્યો. ત્યાર પછી વિદ્યાધરની શ્રેણિનું રાજ્ય વજવેગને સોંપી પરિવાર સહિત દિવ્યવિમાનમાં બેસી મણિમંદિર નગરમાં આવ્યો. તેના માતા-પિતા પુત્રની સંપદા જોઈ હર્ષ પામ્યાં. અનુક્રમે મણિશેખર રાજાએ પુત્ર અરુણદેવને રાજ્યાસન પર સ્થાપી મુનિપ્રભ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. એક વખત અરુણદેવ રાજાને ઉદ્યાનમાં મણિશેખર રાજર્ષિને પ્રતિમા સ્થિત જોતાં જાતિસ્મરણ થયું. તેમાં તેણે પોતાનો પૂર્વભવ આ પ્રમાણે જોયો. શુક્તિમતી નગરીમાં એક મહાપાપારંભી વૈદ રહેતો હતો. તેને ત્યાં કોઈ તપસ્વી મુનિ ઔષધ માટે આવ્યાં. તેણે સુઝતુ ઔષધ આપ્યું. મુનિએ તે વૈદને ધર્મનો ઉપદેશ આપ્યો. આમ તે નિરંત શુદ્ધભાવથી મુનિને બહુમાન પૂર્વક ઔષધ આપતો. અનુક્રમે આર્તધ્યાનથી મરીને જંગલમાં તે પાંચસો વાનરીઓનો સ્વામી થયો. તે વાનરે એક વખત અરણ્યમાં એક મુનિને પગમાં શલ્યવાળા જોયાં. તેમને જોતાંજ તેને પોતાનો પૂર્વભવ સાંભરી આવ્યો. પૂર્વના અભ્યાસથી સર્વ વ્યાધિના ઔષધિ જાણવા લાગ્યો. તેણે જંગલમાંથી કોઈ વનસ્પતિ મુખે ચાવી તે મુનિના શલ્ય પર બાંધી. એટલે તે મુનિ થોડીવારમાં શલ્યરહિત થયાં. યોગ્ય : જીવ જાણી મુનિએ દેશના આપી. એટલે તે વાનર સમક્તિ પામ્યો. ત્રણ દિવસ સુધી સામાયિકવ્રત પાળી. અનશન આરાધી ત્રણ પલ્યોપમના આયુષ્યાળો સૌધર્મકર્ભે દેવ થયો. ત્યાંથી એવી અરુણકુમાર થયો.'' - આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જોઈને તે નૃપતિ રાજર્ષિને નમ્યો. દેશના સાંભળીને તે સંવેગ પામ્યો. રાજમહેલમાં આવી પોતાના પત્રશેખર નામના કુમારને રાજ્યસન પર આરુઢ કરી આઠ દિવસ સુધી જિનાલયમાં મહોત્સવ કરી પોતે તથા શાંતિમતીએ શ્રી પ્રભાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. રાજર્ષિ અરુણદેવ અનુક્રમે દ્વાદશાંગી ભણ્યા અને નિરતિચાર ચારિત્રનું પાલન કરવા લાગ્યાં. અન્યદા તેમણે ગુરુમુખેથી વિશસ્થાનકનો મહિમા સાંભળ્યો. તેમાં . અગીયારમા આવશ્યક પદ વિષે આ પ્રમાણે સાંભળ્યું. “જે કોઈ સામાયિકાદિ પડાવશ્યક ત્રિકરણ શુદ્ધ શુદ્ધ ઉપયોગથી આરાધે તે રૈલોક્ય વંદ્ય જિનનામકર્મને ઉપાર્જે છે. “સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચકવીસથ્થાથી સમક્તિ શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166