Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 135
________________ ૧૦૮ શ્રી વીશસ્થાનક તપ તેના દયાર્દુ હૃદયથી વિસ્મય પામી યક્ષ બોલ્યો “હે કુમાર ! તારા વૈર્યથી હું ખુશ થયો છું. હવે મને પાડાના માંસની ઈચ્છા નથી. પરંતુ તું મને માત્ર નમસ્કાર કર. નહિતર તારો નાશ કરીશ.” કુમાર કહે “હે યક્ષ ! હિંસા કરવામાં રક્ત એવા મિથ્યાષ્ટિને હું પ્રાણાન્ત પણ નમસ્કાર કરીશ નહીં. આ મસ્તક વીતરાગ પરમાત્મા સિવાય અન્ય કોઈને નમનાર નથી. જો તું દયાધર્મ સ્વીકારી વીતરાગની આજ્ઞાનું પાલન કરે તો તને સ્વધર્મી જાણી તારૂ બહુમાન કરી સેવા કરૂ”. કુમારના પ્રિય અને હિતકારી વચનોથી યક્ષ હૃદયમાં પરમશાન્તિ પામ્યો. મિથ્યાત્વ વમીને તે સમ્યગ્દષ્ટિ બન્યો સમ્યગ્દર્શનના પ્રભાવથી શત્રુરૂપ થયેલો યક્ષ મિત્ર બની ગયો. અનુક્રમે કુમાર રાજા થયો. અનેક રાજાઓને જીતીને પોતાની આજ્ઞા વર્તાવી. કલિંગદેશના યમરાજાએ તેની આજ્ઞા માની નહીં. પરસ્પર યુદ્ધ થયું. યુદ્ધમાં પક્ષની સહાયથી હરિવિક્રમરાજાનો વિજય થયો. હવે તે રાજા દૂષણરહિત સમક્તિનું પાલન કરવા લાગ્યો. તેણે મનોહર જિનપ્રસાદ કરાવી ચંદ્રકાંત મણિમય શ્રી ઋષભદેવની પ્રતિમા ભરાવી. સિદ્ધાચળ વિગેરે તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરીને સમક્તિ નિર્મળ કરવા લાગ્યો. એકદા નગર બહાર ઉદ્યાનમાં અનેક સાધુઓના પરિવાર સહિત ચંદ્રમુનિ સમવસર્યા. તેમની વૈરાગ્યમયી દેશના સાંભળી રાજાનો સંવેગ વૃદ્ધિ પામ્યો. પોતાના વિક્રમસેન નામના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપી મહામહોત્સવ પૂર્વક તેણે દીક્ષા લીધી. નિરિતચારપણે ચારિત્ર પાળતાં અનુક્રમે બાર અંગનું અધ્યયન કર્યું. એક વખત ગુરુ મુખેથી વીશસ્થાનક તપ સંબંધી મહિમા સાંભળ્યો. તેમાં નવમા દર્શનપદનો મહિમા સાંભળી ત્રિકરણ શુદ્ધ તે પદ આરાધવા નિયમ લીધો અને નિરંતર નિશ્ચળ ચિત્તથી સમ્યક્ત્વનું પાલન કરવા લાગ્યાં. એકદા ગુરુ સાથે વિહાર કરતાં શ્રીપુર નગરે પધાર્યા. ત્યાં ભરત ક્ષેત્રાધિપતિએ દેવસભામાં હરિવિક્રમ મુનિના ગુણની અતિશય પ્રશંસા કરી બીજા દેવને શંકા થવાથી પરીક્ષા કરવા તે જ નગરમાં સાર્થવાહ બનીને ઘર બનાવી રહેવા માંડ્યો. અન્યદા હરિવિક્રમ મુનિ ગોચરી અર્થે ત્યાં આવી ઉભા. સાર્થવાહે આદરપૂર્વક કહ્યું. - “હે મુનિપતિ ! ફોગટ કષ્ટ આપનારી આ આહત પ્રવ્રજ્યાનો ત્યાગ કરી, દેવાંગના સમાન મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. અથવા ઘણાં કષ્ટ અને અલ્પ ફળવાળા આહત ધર્મનો ત્યાગ કરીને વિશેષ ફળ આપનારા બૌદ્ધ ધર્મ અંગીકાર

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166