Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 137
________________ ૧૧૦ શ્રી વીશસ્થાનક તપ નેત્રો નિર્મલ કર્યાં. વળી ધનદેવતાએ તેને દિવ્યાંજન આપી કહ્યું કે-‘આ અંજન ગમે તેવા અંધ માણસોની આંખે લગાડવાથી તેના નેત્રો નિર્મળ થઈ જશે.’. દેવ અદ્દશ્ય થઈ ગયો. ત્યાંથી ધનદેવ સુભદ્રપુ૨ નગરે આવ્યો ત્યાંના અરવિંદ રાજાની દેવાંગના સમાન યૌવનપૂર્ણ પ્રભાવતી નામે પુત્રી, પૂર્વ પાપકર્મના સંયોગથી મસ્તકમાં વ્યાધિ થવાથી બન્ને નેત્રથી અંધ થઈ હતી. અનેક ઔષધ કરવા છતાં તેના નેત્રો સારા થયા નહીં. રાજાએ પડહ વગડાવ્યો કે જે કોઈ રાજકુમારીને દેખતી કરશે તેને રાજા રાજકુમારી સહિત અર્ધું રાજ્ય આપશે.' પડહ ઝીલીને ધનદેવે દિવ્પર્જનથી રાજકુમારીને દેખતી કરી. હર્ષ પામી રાજાએ મહોત્સવપૂર્વક તેની પુત્રી પરણાવી અને અર્ધું રાજ્ય આપ્યું. ખરે ! પુણ્યાત્માને પગલે પગલે સંપદા પ્રાપ્ત થાય છે. ધનદેવને રાજ્ય પ્રાપ્ત થયુ એવા સમાચાર મળતાં તેના માતા-પિતા સ્વજનો આનંદ પામ્યાં. જ્યારે ધરણને ખેદ સહિત આશ્ચર્ય થયું. તે પુનઃ ધનદેવને નાશ માટે ઉપાય વિચારવા લાગ્યો. માતા-પિતાની રજા લઈને તે ભાઈને મળવા ચાલ્યો. ભાઈની નગરીમાં આવી પહોંચ્યો ધરણને જોઈ ધનદેવ પૂર્વની વાત ન સંભારતાં આનંદથી સ્નેહપૂર્વક ભેટ્યો. પરસ્પર સુખશાતા પૂછી. ધનદેવે માતા-પિતા આદિના પ્રેમકુશળ પૂછ્યા. બન્ને ત્યાં રહેતા હતાં. એક દિવસ ધરણે રાજાને એકાન્તમાં કહ્યું કે ‘હે મહારાજ ! આપે જેને જમાઈ કર્યો છે તે તો અમારા ગામમાં રહેનારો ધનનામે ચંડાળ છે.' આ સાંભળી કાચા કાનનો રાજા ભરમાઈ ગયો. ગુસ્સાથી ધમધમ્યો. ધરણને વિદાય કરી વિચારે છે કે—‘જો ખુલ્લી રીતે મારી નંખાવુ તો લોકમાં અપકીર્તિ થાય અને પુત્રીને દુઃખ થાય માટે કોઈ દ્વારા ગુપ્ત રીતે મરાવું' બીજે દિવસે રાજાએ ધનદેવને બોલાવવા મધ્યરાત્રિએ માણસ મોકલ્યો. માર્ગમાં કેટલાક મારાઓ તૈયાર રાખ્યા હતાં. મારાઓને કહી રાખ્યું હતું કે-‘જેવો તે આવે તેવો જ તેને કાંઈ પૂછ્યા સિવાય મારી નાંખવો.’ રાજાનો માણસ ધનદેવને બોલાવવા આવ્યો ત્યારે ધરણ કહે - હે ભાઈ ! તું અહીં જ રહે. હું જ રાજા પાસે જાઉ છું.' ધનદેવે રજા આપી. માર્ગમાં સંકેત મુજબ મારાઓએ ધરણને મારી નાંખ્યો. મરીને તે સાતમી નરકે ગયો. પાછળથી સર્વ બીના ધનદેવના જાણવામાં આવી. એટલે સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવા ઉત્સુક થયો. પોતાના માતપિતાને બોલાવી. પોતાના મલયકેતુ નામના પુત્રને પિતાને સોંપી તેણે ભુવનપ્રભ નામે મુનિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે તેઓ સર્વ અંગ-ઉપાંગ ભણી

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166