Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 117
________________ CO શ્રી વીશસ્થાનક તપ હે ભવ્યજનો ! ધર્મના બે પ્રકાર છે. એક શ્રમણ ધર્મ, બીજો શ્રાવક ધર્મ. તે ધર્મને સમ્યકત્વ સહિત આચરવાથી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. નૃપતિએ પૂછ્યું કે કરુણા સમુદ્ર ! દૃષ્ટિને અગોચર છે એવા સિદ્ધપરમાત્માની સેવા ભક્તિ કેવા પ્રકારે કરવી? તે આપ કૃપા કરી જણાવો. ગુરુ મહારાજે કહ્યું હે રાજન્ ! સિદ્ધિ : સ્થાનમાં રહેલા નિરંજન નિરાકાર નિષ્કષાયી જિતદેહ શુદ્ધાત્મા સિદ્ધ સ્વરૂપનું લયલીન પણે ધ્યાન કરે, તેમની મૂર્તિની દ્રવ્યભાવથી પૂજા કરે તે પ્રાણી અનુક્રમે અનંતા સુખની સંપદા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્વરૂપ સાંભળી રાજા વિચારે છે. અહો ! ધન્ય છે તે પુરુષોને કે જેઓ ભવભ્રમણ ટાળનારા જિનધર્મ આરાધે છે. તેણે ગુરુ પાસે સિદ્ધપદ આરાધવાનું વ્રત અંગીકાર કર્યું. પછી બહુમાન પૂર્વક , સ્થિર ચિત્તથી નમો સિદ્ધાણે એ પદથી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતો મંત્રી સહિત સંમેતશિખર શત્રુંજય વગેરે સિદ્ધના પવિત્ર સ્થાનકોની યાત્રા કરી પોતાના આત્માને નિર્મળ કરતા તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. દીર્ઘકાળ પર્યત રાજઋદ્ધિ ભોગવી સિદ્ધપદની આરાધનાનું વ્રત પાળી. મંત્રી સહિત રાજાએ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર" તે રાજર્ષિ અપ્રમત્તપણે દુષ્કર તપ અને ક્રિયા આચરતાં અગીયાર અંગનું અધ્યયન કરી ગુરુ મહારાજની આજ્ઞા લઈને સંમેતશિખરે સિદ્ધમૂર્તિની યાત્રા માટે ચાલ્યાં. માર્ગમાં એવો અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી સિદ્ધ પરમાત્માની મૂર્તિના દર્શન ન થાય ત્યાં સુધી આહાર ન લેવો” આવા, દૂઢ અભિગ્રહવાળા મુનિરાજની ઈદ્ર સભામાં સ્તુતિ કરી. એક દેવ અશ્રદ્ધાથી પરીક્ષા કરવા આવ્યો અને ઉપસર્ગ કરવા લાગ્યો. અત્યંત તીવ્ર સુધા અને પિપાસાની વેદના એવી ઉપજાવી કે સામાન્ય માણસના તો ક્ષણવારમાં પ્રાણ ચાલ્યા જાય. આવા પ્રકારની વેદના બે માસ સુધી સમતાસિબ્ધ મુનિએ જરાય ચલાયમાન થયા વિના સહન કરી. જરા પણ રોષ કર્યો નહીં. છેવટે તે દેવે વ્યથા સંહરી લીધી અને મુનિરાજને ખમાવી સ્વર્ગમાં ચાલ્યો ગયો. રાજર્ષિએ સમેતશિખર ઉપર સર્વ સિદ્ધપ્રતિમાઓને વંદન કરીને પારણું કર્યું. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી, અંત સમયે અનસન કરી રાજર્ષિ તથા મંત્રી અચુત કલ્પમાં દેવ થયાં. ત્યાંથી અવી મહાવિદેહમાં તીર્થકર પદવી પામી સિદ્ધિ પામશે. મંત્રી પણ તે જ તીર્થંકરના ગણધર થઈને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. આ પ્રમાણે પવિત્ર એવા હસ્તિપાલ રાજાનું ચરિત્ર સાંભળી છે ભવ્યજનો ! હર્ષપૂર્વક શ્રી સિદ્ધપદનું આરાધન કરો.

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166