________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આ વ્યકતવ્ય પુરૂં કરતાં જણાવી દેવાની જરૂર છે કે મારા લખાણમાં જે કંઈ ખામી જણાય તે માટે વાચકે ક્ષમા કરશે. કારણ હું નહી જેવા અભ્યાસ છતાં માત્ર ગુરૂ કૃપા અને તેઓની સૂચનાવડે લખવા ભાગ્યશાળી થયો છું.
- વિજાપુર સંબંધી લખતાં ગાયકવાડ રાજ્ય અને કડી પ્રાંત સંબંધી ઘણું લખાય તેમ છે. પણ રા. રા. મહાસુખભાઈ ચુનીલાલ કે જેઓ વડોદરા રાજ્યના અનુભવી–ઉત્સાહી દેશનેતા અને વિસનગરના એક જૈન શહેરી છે, તેઓએ પ્રગટ કરેલ વિસનગર વૃતાંત આ વકતવ્ય લખવાના વિચાર સમયે મારા જેવામાં આવ્યું, તેમાં વિસનગરની હકીકતો સાથે કડી પ્રાંત અને રાજ્યની વિસ્તારપૂર્વક હકીકત આંકડા સાથે તથા કાયદા સંબંધી વિવેચન કર્યું છે. તે ગ્રંથના પૃષ્ઠ 3 થી ૮૬ સુધીનાં પૃષ્ઠ ગાયકવાડ રાજ્યની વધુ હકીકત જાણવાની ઈચ્છા રાખનારાઓને વાંચવા આગ્રહ કરી રા. મહાસુખભાઈના નીચેના શબ્દો ટાંકી મારૂં વક્તવ્ય પુરૂં કરું છું. કારણકે તેવી ટીકાથી ગુરૂશ્રી અને રા. મહાસુખભાઈ બચી શક્યા છે. અર્થાત્ તેઓએ સ્વદેશ અને જન્મભૂમિ તરફની ફરજ બજાવવામાં પિતાનો સારામાં સારે ભાગ અર્પણ કર્યો છે. * “પરદેશની ઝીણામાં ઝીણું વાત કરીએ–આંકડા સાથે, પણ સ્વદેશ માટે કંઈ જાણીએ નહી, બીજા દેશના બીજા શહેરનાં વખાણ કરીએ પણ પિતાના ગામની પ્રાચીનતા શું હતી ? કેમ મંદ પડી ને કેમ વધે તે માટે કંઈ નહી.”
ખરેખર જે દેશમાં જન્મ થયો તેના તરફ જોઈને પ્રેમ જે ન દાખવે અને બહુ દૂર નજર કરે તે તો પગતળે ન જોતાં માત્ર પારકી પંચાત કરવા જેવું ગણાય.
આવા દોષથી સર્વે મુક્ત થાઓ તેમ ઈચતો મુંબઈ સંવત ૧૯૮૨
લલ્લુભાઈ કરમચંદ દલાલ માહ સુદ અષ્ટમી છે
સુધારે–પૃષ્ઠ ૨૧૭ થી ૨૨૪ સુધીનાં પાનાનાં નંબરે ડબલ છપાઈ ગયા છે.
સેવક
For Private And Personal Use Only