Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રીવિજયશીલચન્દ્રસૂરિ મહા૨ાજના માર્ગદર્શનપૂર્વક સ્થપાયેલા અમારા આ ‘ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ'ના ઉપક્રમે પરમપૂજ્ય પરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના જીવન ચરિત્ર-ગ્રંથનું પ્રકાશન થાય છે, તે અમારા ટ્રસ્ટ માટે ગૌરવ તેમજ આનંદની બાબત છે. પૂજ્યશ્રીઓની પ્રેરણાથી આવા લાભ અમોને પ્રાપ્ત થાય છે, તેથી તેઓ પ્રત્યે અમો આ તકે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આવા લાભ અમારા ટ્રસ્ટને વારંવાર તેઓશ્રી આપતા રહે તેવી અમારી વિનંતિ છે. આ પ્રકાશનમાં વલસાડ શ્રીસંઘની શ્રીમહાવીરસ્વામી જૈન દેરાસર પેઢીએ જ્ઞાનદ્રવ્ય અર્પણ કરીને ઉમદા લાભ લીધો છે, તેઓની અમે અનુમોદના કરીએ છીએ. આ જીવન ચરિત્ર, અગાઉ ‘શ્રીવિજયનન્દનસૂરિ સ્મારકગ્રંથ'માં પ્રકાશિત થયું છે, તેનું જ આ સ્વતંત્ર પુનઃમુદ્રણ છે. Jain Education International લી. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાનો ટ્રસ્ટી ગણ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196