________________
वादोपनिषद्
૧૧
૧૨
वादोपनिषद्
नन्वयं तत्त्वाभिनिवेशो वा स्वपक्षपातो वेति कथं निश्चया ? नियतलिङ्गविरहादिति चेत् ? न, संरम्भातुरेक्षणं बदनमेवात्र स्वपक्षपातज्ञापकम्, तत्त्वज्ञानवञ्चितस्वस्वरूपडिण्डिमं च, उक्तं च- यथा ऽवस्थितविज्ञात-तत्स्वरूपास्तु किं क्वचित् विवदन्ते महात्मानस्तत्त्वविશાનદય: ? - સુતા તત્ત્વના સારથી દૂર ફેંકાઈ જાય છે.
પ્ર.:- આ તત્વાભિનિવેશ છે કે જાતપક્ષપાત છે એ કેમ નક્કી થઈ શકે ? કારણ કે એ નક્કી કરાવનાર કોઈ ચોક્કસ સૂચક તો છે નહીં.
ઉ.:- ભલા માણસ ! આગ ઝરતી આંખોવાળું મુખારવિંદ (!) જ અહીં જાતપક્ષપાતનું સૂચક છે.
જેને જાતપક્ષપાત નથી એને આવેશ કેવી રીતે આવી શકે ? એ તીવકષાયથી બહાવરો કેમ થઈ જાય ? ખરો તવાભિનિવેશ હોય, બીજાને તત્વ પમાડવાની ઉમદા ભાવના હોય તો તો જેમ જેમ પેલો વાંકો ચાલે, એમ એમ કરુણા છલકતી જાય, વધુ ને વધુ કોમળ બનતો જાય, એનું મુખ ને વાણી વધુ સૌમ્ય બની જાય.
ક્રોધથી અંગારા વરસતી આંખો દ્વારા તો એ વ્યક્તિ પોતે જ ઢંઢેરો પીટીને જાહેર કરે છે કે - “હું તત્ત્વાભિનિવેશી તો નથી પણ મને તત્વની કોઈ ગતાગમ પણ નથી.’ કો'કે ખરું જ કહ્યું છે કે - જેમણે તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણી લીધું છે એ તત્વમાં જ પોતાની દૃષ્ટિને નિશ્ચલ કરી દીધી છે એવા મહાપુરુષો કદી વિવાદ કરે ખરાં ? - પ્ર.:- તમે ક્રોધને વિવાદનું ઓળખચિહ્ન બનાવી દીધું પણ એ તો વ્યભિચારી છે. જેમ કે કોઈ કહે કે ‘જેને બે આંખો હોય એ મારો દીકરો’ તો એ એના દીકરાનું ઓળખચિહ્ન ન થઈ શકે
अथ धर्मवादेऽपि संरम्भसम्भवाद् व्यभिचारः, ततश्च निश्चयविरह इत्यत्राह- क्व चेत्यादि । विश्वसनीयतामृजुः प्रत्येयभावमनुगुणस्तदनतिक्रमप्रवणस्तदविसंवादीति यावत् । वादः - धर्मवादः, क्व चासो ? सति संरम्भे तदसम्भव इति हृदयम् । सा दीक्षेति वादविशेषणम् । श्रेयोदानादशिवक्षपणाच्च तन्नियोगात् । तल्लिङ्गप्रसङ्ग इति चेत्? न, आविष्टકારણ કે તે વ્યભિચારી છે અર્થાત્ એના દીકરામાં ય છે અને બીજે પણ. એમ ક્રોધ વિવાદમાં ય હોય અને ધર્મવાદમાં ય હોય, માટે એ વિવાદનું ઓળખચિહ્ન નહીં બની શકે. તેથી ક્રોધથી નિશ્ચય થઈ નહીં શકે.
ઉ.:- આ પ્રશ્નનો જવાબ આપતાં દિવાકરજી કહે છે કે ધર્મવાદમાં ક્રોધ સંભવિત જ નથી, તત્ત્વાભિનિવેશ ક્યાં ? ક્રોધ
ક્યાં ? અને ધર્મવાદ ક્યાં ? જેમ કોધ અને તવાભિનિવેશ વચ્ચે વિરોધ છે - એ બંને સાથે ન હોઈ શકે, એમ કોધ અને ધર્મવાદને પણ વિરોધ છે એ બંને પણ સાથે ન હોઈ શકે.
ધર્મવાદ તો કેવો હોય એ કહે છે - વિશ્વસનીયતાને અનુકૂળ - અનુરૂપ હોય. એ વિશ્વાસને ડગાવે નહીં. વિશ્વાસપાત્રતા પણ વ્યક્તિના પ્રશમ વગેરે ગુણોથી ટકે છે. આવેશ વગેરે કાષાયિક ભાવો હોય તો એ સંભવિત નથી. - હાથી યૂથપતિ છે, સિંહ મૃગરાજ છે. બંને સ્વામિ તો છે, છતાં ય હાથી સાથે સેંકડોનું ટોળું છે અને સિંહ એકલો છે, એકાદ મૃગલો ય એનો પોષ્યિો બનવા તૈયાર નથી, ખામી છે વિશ્વાસપાત્રતાની.
ધર્મવાદને અહીં મજાનું બિરુદ આપ્યું છે - ‘દીક્ષા'. મુંડેલ માથું ને પલટેલ વેશને આપણે દીક્ષા કહીએ છીએ. પણ દીક્ષાની શાસ્ત્રીય પરિભાષા છે જે કલ્યાણનું દાન કરે અને આપત્તિનો ક્ષય કરે. . દશS RUT |l૨-૨ |