Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ वादोपनिषद् 38 वादोपनिषद् एव कोटिः स्वीकारेकप्रकारो येषां ते कलहकोट्यः, कलहैकरसिका इत्यर्थः, तेषां कोट्यः कलहकोटिकोट्यः, ता अपि, किं पुनरेकादिरित्यपिशब्दार्थः, न - नैव स्वपक्षं साधयन्ति, अनुपायात् सिद्ध्यसम्भवात्, तत्त्वत्यागप्रसङ्गादिति तात्पर्यम् ।।९।। ततश्च पक्षासाधनदुःखितोऽसौ यत्करोति तदाहआर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य। चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ।।१०।। आर्त्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यं चिन्तयति - इत्यन्वयः । પ્રકાર છે - જેમને ઝગડામાં જ રસ છે, એવા કરોડો ભેગા થઈને પણ સ્વપ્રતિજ્ઞાને સિદ્ધ કરી શકતા નથી. કરે પણ કેવી રીતે ? પાડાને દોહવાથી દૂધ મળવું સંભવિત જ નથી અને જો મળે તો એ પાડો મટીને ભેંસ બની જાય, પાડાથી દૂધ ન મળે એ વાત તો ઉભી જ રહે. એ રીતે કલહ એ જીતવાનો ઉપાય જ નથી, અનુપાય છે. અનુપાયથી જો સિદ્ધિ મળે તો એનું અનુપાયપણું જ જતું રહેવાની આપત્તિ આવે, એવું અહીં તાત્પર્ય છે. HIC II વાદી કલહ કરે છે, પોતાની વાત સિદ્ધ કરી શકતો નથી, અને પછી દુઃખી થઈને જે કરે છે એ કહે છે - આર્તધ્યાન પામેલો વાદી પ્રતિવાદીના તથા પોતાના પક્ષ, નય, હેતુ અને શાસ્ત્રની વાણીરૂપી બાણોના સામર્થ્યનું ચિંતન કરે છે. ll૧oll તત્ત્વાર્થસૂત્રમાં ચાર પ્રકારનું આર્તધ્યાન બતાવ્યું છે. (૧). ઈષ્ટસંયોગની ચિંતા - મનગમતું મેળવવાની કે ટકાવવાની ઝંખના, __ आर्तध्यानं - इष्टानिष्टसंयोगवियोगाध्यवसायो व्यथानुभूतिर्निदानं च। विजयो मे भूयात्, माऽहं पराभूयाम्, अहो दुःसहोऽयं मे निग्रहः, मत्पुण्येन विजयेयमित्याद्याकारमार्त्तध्यानमुपगतः - एकायनतां यातः, वादी - शुष्कवादविवादव्यसनी, प्रतिवादिनः - समीपविजयस्य परवादकर्तुः, तथा - एवं स्वस्य - आत्मनः, पक्षः - प्रतिज्ञा, नया - अभिप्रायविशेषः वाग्युद्धनीतिर्वा, हेतुः - साधनं, शास्त्रं कक्षीकृतागमम्, एतासां वाग् वाणी, सैव बाणा वचनसङ्ग्रामप्रहरणविशेषख्या विशिखाः, तेषां सामर्थ्य (૨) અનિષ્ટવિયોગની ચિંતા - અણગમતી વસ્તુ દૂર કરવાની ઈચ્છા કે ન આવે એવી ચિંતા, (૩) વેદનામાં કરાતો શોક (૪) નિયાણું. આ ચાર પ્રકારનું આર્તધ્યાન વાદી કેવી રીતે કરે એ જોઈએ (૧) મારો વિજય થાઓ (૨) મારો પરાજય ન થાઓ (3) હાય..હાય.. આ પરાજય તો સહન જ નથી થતો (8) મારું જે કાંઈ પણ પુણ્ય હોય એના પ્રતાપે મને વિજય મળો. આવા પ્રકારના આર્તધ્યાનમાં વાદી એકાકાર થઈ જાય. એ વાદી પણ બીજો કોઈ નહી, પણ જે પૂર્વે જણાવ્યા તે શુષ્કવાદ અને વિવાદનો વ્યસની. હવે એ પ્રતિવાદી તથા પોતાની અમુક વાતોનો વિચાર કરે છે. આ રહી તે વાતો (૧) પક્ષ = પ્રતિજ્ઞા બંને કઈ વાત સાબિત કરવા ઈચ્છે છે તે. (૨) નય - અભિપ્રાયવિશેષ અથવા વાગ્યુદ્ધ કરવાની નીતિ (3) હેતુ - પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ કરવા જે કારણ, તર્ક રજુ કરે તે (૪) શાસ્ત્ર - પોતપોતાના સ્વીકારેલા સિદ્ધાન્તો. એ ચારની જે વાણી અથવા તો જે બોલવાની શૈલી - વાકછટા એ વાગ્યુદ્ધના બાણો જેવા છે. એમના દ્વારા જ વાદમાં સામસામે પ્રહારો કરવામાં આવે છે. એ બાણોમાં સામી વ્યક્તિને હરાવવાની જે તાકાત છે તે વિષયમાં વાદી એકાગ્રતાથી વિચાર કરે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64