Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ वादोपनिषद् પરિશિષ્ટ-૨ શ્રવણવિધિ ગુરુ વાચના આપતાં હોય ત્યારે શિષ્યનો જે પ્રતિભાવ હોવો જોઈએ, તે આવશ્યકનિર્યુક્તિમાં બતાવેલ છે. मूर्ख हुंकारं वा वावकार परिष्वसा । तत्तो पसंगपरायणं च परिणिट्ट सत्तमए ।। २३ ।। ૯૭ (૧) પહેલા શ્રવણે મૌન રહે. (૨) બીજા શ્રવણે હુંકાર કરવો - વંદન કરે. (3) ત્રીજા શ્રવણે ‘આપ કહો છો તેમજ છે' એમ કહે. (૪) ચોથા શ્રવણે પૂર્વપરસૂત્રનો અભિપ્રાય સમજીને જરા પ્રતિપૃચ્છા કરે કે ‘આ કેવી રીતે ?” = (૫) પાંચમા શ્રવણે મીમાંસા પ્રમાણજિજ્ઞાસા કરે કે ‘આ પદાર્થ વિષે શું પ્રમાણ છે, શું સાબિતી છે ?' ઈત્યાદિ. (૬) છઠ્ઠા શ્રવણે ઉત્તરોત્તર ગુણપ્રસંગ તથા પારગમન પામે. (૭) સાતમા શ્રવણે ગુરુની જેમ અનુભાષણ કરે. આ વિધિમાં બે વાતો આંખે ઉડીને વળગે છે. એક તો તર્કગમ્યપદાર્થોને હા એ હા કરીને શ્રદ્ધામાત્રથી સ્વીકારવાના નથી, તો બીજું ગુરુ પાસે પૂર્ણ વિનય જાળવવાનો છે. એટલે જ પ્રતિસ્પૃચ્છાની પૂર્વે જ પહેલા તો ‘આપ કહો છો તેમ જ છે’ કરવાનો છે. પ્રતિસ્પૃચ્છાદિમાં પણ વિનય-બહુમાન જાળવવાના છે. - એમ સ્વીકાર = ૮. પરિશિષ્ટમ્ ૪ પ્રકારના સિદ્ધાન્ત - - 3 वादोपनिषद् - ષગ્દર્શન સમુચ્ચયવૃત્તિ (૧) સર્વતંત્ર સિદ્ધાન્ત :- સ્વતંત્રમાં એવો અર્થ હોય કે જે સર્વતંત્ર -- બધા ધર્મના શાસ્ત્રોથી અવિરુદ્ધ હોય. બધાને સમ્મત હોય - -- જેમ કે ‘ચક્ષુ વગેરે ઈન્દ્રિયો છે’ આ વાત બધાને માન્ય છે. (૨) પ્રતિતંત્ર સિદ્ધાન્ત :- જે સ્વતંત્રમાં પ્રસિદ્ધ હોય પણ પરતંત્રમાં અસિદ્ધ હોય. જેમ કે વૈશેષિક વગેરે મતમાં ઈન્દ્રિયો ભૌતિક છે પણ સાંખ્યમતમાં અભૌતિક છે. : (૩) અધિકરણસિદ્ધાન્ત :- જે સિદ્ધાન્ત દ્વારા પ્રતિજ્ઞાત અર્થથી અધિકની પ્રસંગથી સિદ્ધિ થઈ જાય તે. જેમકે નૈયાયિક અનુમાનથી પૃથ્વીમાં કાર્યત્વરૂપ હેતુથી બુદ્ધિમાન્ કારણસામાન્ય સિદ્ધ કરીને નિત્યજ્ઞાનેચ્છપ્રયત્નના આધારરૂપ કારણની સિદ્ધિ કરે છે. અર્થાત્ ઈશ્વરની સિદ્ધિ કરે છે. (૪) અભ્યપગમસિદ્ધાન્ત :- પ્રૌઢ વાદીઓ પોતાની અતિશય બુદ્ધિ બતાવવા માટે કોઈ વસ્તુની પરીક્ષા કર્યા વિના તેને સ્વીકારીને એના વિશેષની પરીક્ષા કરે એ. જેમકે - ભલે શબ્દ દ્રવ્ય હોય. પણ એ નિત્ય માનશો કે અનિત્ય ? આમ શબ્દનું દ્રવ્યપણું ઈષ્ટ ન હોવા છતાં સ્વીકારીને તેના વિશેષ નિત્યતા અનિત્યતાની પરીક્ષા કરાય છે. (પછી આગળ વધીને એ બંને વિશેષનું ખંડન કરીને = બંને રીતે અસંગતિ બતાવીને શબ્દ દ્રવ્ય જ નથી એમ સિદ્ધ કરાય છે.)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64