Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 55
________________ वादोपनिषद ૯૦ वादोपनिषद् यदा हि तत्कृत्स्नपर्याया न ज्ञातास्तदा तद्वस्त्वपि न ज्ञातमेव, तदभिन्नत्वात्तेषाम्, तत्स्वरूपवत् । न च सर्वज्ञतामन्तरेण त्रिकालालिङिगिताः सर्वेऽपि स्वपरपर्यया ज्ञातुं शक्या इत्येकवस्तुज्ञानमपि छद्मस्थस्याघटम् । स्यादेतत्, स्वपर्ययाभिन्नत्वेन वस्तुनस्तज्ज्ञानज्ञेयतोपपन्ना, परपर्ययास्तु भिन्ना एवेति कुतस्तना तज्ज्ञानज्ञेयता ? अथ तेऽप्यभिन्नास्तदा परत्वमेवानुपपन्नमिति स्वपर्यायज्ञानेनैव वस्तु ज्ञातमित्येव सम्यगिति । અવસ્થાઓ અનંત છે. તમે જે બાળપણમાં હતાં, તે જ છો કારણ કે તમે જ એ બાળક હતાં. એ અવસ્થા તમારાથી અલગ નથી. આ રીતે કોઈ પણ વસ્તુની એ અનંત અવસ્થાઓ = પર્યાયો એનાથી અલગ નથી. માટે એ વસ્તુનું પૂર્ણ જ્ઞાન ત્યારે જ થઈ શકે જ્યારે એ અનંતપર્યાયોને જાણી લઈએ. જેમ વસ્તુનું જ્ઞાન કરવા માટે એનું વર્તમાનસ્વરૂપ જાણવું જરૂરી છે, કારણ કે એ સ્વરૂપ એનાથી અભિન્ન છે, એ પોતે જ છે, એમ એના અનંત પર્યાયો પણ એનાથી અભિન્ન છે - એ પોતે જ છે. એ ત્રણ કાળમાં વ્યાપેલા અનંત સ્વ-પર પર્યાયો સર્વજ્ઞતા વગર તો ન જ જાણી શકાય, માટે એક વસ્તુનું જ્ઞાન પણ છપ્રસ્થને ઘટી શકતું નથી - શક્ય નથી. પ્ર. :- વસ્તુ સ્વપર્યાયથી અભિન્ન હોવાથી સ્વપર્યાયોના જ્ઞાનથી તેને જાણી શકાય આટલી વાત તો સમજાય છે, પણ પરપર્યાયો તો ભિન્ન જ છે માટે વસ્તુને જાણવા પરપર્યાયોના જ્ઞાનની શું જરૂર છે ? હવે જો એમ કહો કે પરપર્યાયો પણ એટલે કે બીજી વસ્તુના પર્યાયો પણ તેનાથી અભિન્ન છે, તો પછી એનું પરપણું જ નહીં રહે. એ વસ્તુ પર જ નહીં રહે. જેનાથી અભેદ હોય એ તો પોતે જ હોઈ શકે, માટે એ પર મટીને સ્વ બની જશે. માટે સ્વપર્યાયના જ્ઞાનથી अत्र ब्रूमः, यथाऽयं घटोऽस्तीत्यस्तितारूपेण स्वपर्यायस्तत्सम्बन्धी, तथाऽयं कटो नास्ति, पटो नास्तीत्यादिनास्तितारूपेण परपर्याया अपि तत्सम्बन्धिनः, नो चेत्, तदाऽयं कटो नास्तीति- व्यपदेशाभावप्रसङ्गः, सर्वथा सम्बन्धविरहात्, अनिष्टश्चासी, तस्मादऽवश्यं नास्तिताव्यपदेशनिबन्धनपरपर्यायसम्बन्धित्वमभ्युपगन्तव्यम्। एवं त्रिभुवनोदरवर्तिनि:शेषपदार्थसार्थाभावाधिकरणत्वविशिष्टघटसञ्ज्ञानं तत्पदार्थसार्थसज्ञानाજ વસ્તુનું જ્ઞાન થઈ શકે. આ જ બરાબર લાગે છે. ઉ. :- આ ઘડો છે. એ રીતે અસ્તિતારૂપે સ્વપર્યાય એનો સંબંધી છે. એના સત્ત્વને એ બતાડી રહ્યું છે. એનું સત્વ એ પોતે જ છે. સત્વ = અસ્તિત્વ જો એનાથી અલગ હોય, તો એ અસત થઈ જવાની આપત્તિ આવે. માટે એ અસ્તિતારૂપ સ્વપર્યાય માનવો જ પડશે, જે તેનો સંબંધી છે. એ જ ઘડા માટે એમ પણ કહી શકાય કે આ પટ નથી, આ કટ નથી. આ વાતો પણ ઘડાના સંબંધમાં કહી શકાય છે, માટે પટ, કટ વગેરે નથી એ રૂપથી = નાસ્તિતારૂપથી પરપર્યાયો પણ તેમના સંબંધી છે. જો એ પરપર્યાયોને એના સંબંધી ન માનવા હોય તો આ પટ નથી. આવું નહીં કહી શકાય. કારણ કે એને પટ સાથે કોઈ જાતનો સંબંધ નથી. પણ આવું તો તમને-અમને કોઈને માન્ય નથી. કારણ કે આ (ઘડો) પટ નથી. આવો વ્યવહાર થાય જ છે, ને તે સાયો પણ છે. માટે અવશ્યપણે આ પટ નથી- એવા નાસ્તિતાના ઉલ્લેખના કારણભૂત એવું પરપર્યાય-સંબંધીપણું માનવું પડશે. આ રીતે એ ઘડો પટ નથી, કટ નથી, પેન નથી, પેન્સિલ નથી, નોટ નથી. આમ ત્રણે ભુવનમાં રહેલા સર્વ પદાર્થોના સમૂહના અન્યોન્યાભાવનું અધિકરણ છે. ઘડો પટ નથી એટલે એમાં પટનો અભાવ છે. અભાવ જ્યાં રહે

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64