Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ वादोपनिषद् ૫૩ ૫૪ वादोपनिषद् - एवं चेत् जीयते पराजितो भवति, तदासौ कोपेन पराभूतिप्रभवक्रुधाऽन्धो विलुप्तविवेकलोचनः, परिषत् - वादसभा प्रतिवादी च स्वपराभवकर्ता चेति समाहारद्वन्द्वः, तम्। यद्वा परितः समन्तात् सभ्यादिहृदि सीदतीति परिषत् प्रतिभाप्रभावविजयसौभाग्यदर्शनेन सभ्यादिहृदयवल्लभ इत्यर्थः, स चासौ प्रतिवादी चेति कर्मधारयः, तम्, गलगर्जेन विमुक्तकण्ठगर्जनया आक्रमन् - असमीक्षिताक्षेपास्पदीकुर्वन् - नाहं न्यायविजितः, किन्तु प्रतिवादिपक्षपातेन भवतामित्यादिना सभ्यादीनधिक्षिपन्, मायामन्तरेण भूरिमायस्य क्व सिंहविजय इत्यादिना प्रतिवादिनमधिक्षिपन् विभ्रष्टः प्रतिवादिजयरूपाल्लक्षाद् विलक्षः, આમ એ વાદી જો પરાજિત થઈ જાય તો એ ક્રોધથી આંધળો થઈ જાય છે. એના વિવેકપક્ષ નષ્ટ થઈ જાય છે. અને પર્ષદા અને પોતાનો પરાજય કરનાર વાદી બંને માટે આક્રમક બની જાય છે. અથવા તો જે પ્રતિવાદી પોતાની પ્રતિભાના પ્રભાવે તથા વિજયપ્રાપ્તિ અને સૌભાગ્ય દ્વારા સભ્ય, સભાપતિના હૃદયસિંહાસન પર આરુઢ થાય છે = તેમને પ્રિય થાય છે. એથી ‘પરિષત્' બને છે. આવા પરિષત્ પ્રતિવાદી પતિ મુક્ત કંઠે ગળા ફાડીને પેલો વાદી ગર્જના કરે છે. એનો પરાજય એને વીફરેલી વાઘણ બનાવી દે છે. કોઈ જાતનો વિચાર કર્યા વિના એ આક્ષેપો કરે છે. સભ્ય, સભાપતિ વગેરે પર એવા આક્ષેપ કરે છે કે મારો પરાજય નીતિથી નથી થયો. પણ તમારા પ્રતિવાદી પ્રત્યેના પક્ષપાતથી થયો છે અને પ્રતિવાદી પર એવા આક્ષેપ કરે છે કે છળકપટથી મને જીત્યો છે. શિયાળ કદી માયા વિના સિંહને જીતી શકે ખરો ? આ રીતે રાડારાડ કરતો વાદી વિલક્ષતાવિનોદન કરે છે. આ વિલક્ષતાવિનોદનના ત્રણ અર્થ જોઈએ - ૧. 9THD | तद्भावो वैलक्ष्यं स्वकीयपराभूतिहेतुकम्, तस्य विनोदनमपनोदनं दूरीकरणमिति यावत्, तत् कुरुते विधत्ते । यदासौ स्वीकृत्य निजपराजयं प्रश्रयोपेतः स्यात्तदा जनास्तं निःसंशयं लक्षभ्रष्टमेव मन्येरन् किन्त्वेतादृशगर्जना निशम्य संशयदोलाधिरूढास्तदधिक्षेपसम्भावनां यदा जनाः कुर्वन्ति, तदा स्फुटमेवास्य वैलक्ष्यविनोदनमित्याशयः । यद्वा विलक्षो वीक्षापन्नो विस्मित इति यावत्, तद्भावो वैलक्ष्यम्, तच्च प्रतिवादिप्रतिभादिहेतुकं सभासत्कं गृह्यते, अयं च तदीर्घ्यया पूर्वोक्ताधिक्षेपैस्तस्य विनोदनमपनयनं कुरुत इत्यन्यार्थः । (૧) લક્ષથી વિભ્રષ્ટ એ વિલક્ષ - વાદી વિજયપ્રાતિરૂપ પોતાના લક્ષથી - ટારગેટથી ભ્રષ્ટ થયો છે, માટે એ વિલક્ષ છે. એનો ભાવ = વૈલક્ષ્ય = વિલક્ષતા. એની વિલક્ષતાનું કારણ છે એનો પરાજય. આખી સભામાં પોતે વિલખો પડી ગયો છે. પેલી રાડારાડ દ્વારા એ વિલખાપણાનું વિનોદન કરે છે દૂર કરે છે. જો એ પોતાની હાર સ્વીકારીને વિનયપૂર્વક શાંતિથી બેસી જાય તો લોકો એમ જ સમજે કે એ લક્ષ્યભ્રષ્ટ જ છે. ખોટો જ છે. ને એનો પરાજય થયો એ બરાબર જ છે, પણ જ્યારે એ એવી ગર્જનાઓ કરે ત્યારે એ સાંભળીને લોકો શંકાના હિંચકે ઝોલા ખાવા લાગે અને વિચારે કે આ જે આક્ષેપો કરે છે એ સાચા તો નહીં હોય ને ? અને લોકો એક વાર એવી સંભાવના કરે એટલે નિયત અંશે એનું વિલખાપણું દૂર થવાનું જ છે. (૨) બીજો અર્થ જોઈએ, વિલક્ષનો અર્થ થાય છે વિસ્મિત, એનો ભાવ વૈલક્ષ્ય, સભા પ્રતિવાદીની પ્રતિભા, વાછટા, બહુશ્રુતતા, પ્રશમ, અને સુંદર રીતે મેળવેલો વિજય જોઈને વિસ્મિત થઈ ગઈ છે. આ ભાવ છે વિલક્ષતા, પેલો વાદી ઈર્ષ્યાથી આક્ષેપો ને ધમપછાડા કરીને એનું વિનોદન કરે છે. એને દૂર કરે છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64