________________
वादोपनिषद्
र्वाक्छटासम्पन्न इति यावत् । असौ स्वमतिहीनः - निजदर्शनप्रेक्षारहितः, यद्वा मादृशबुद्धिविकलः, यद्वा स्वकीयविचारवीर्यवञ्चितः प्रतिवादिना55पादितं दूषणाभासेऽपि दृषणमतिः परप्रयत्वेन सुकरनिग्रह इति દૈત્યમ્ ||૧૧||
एवं प्रतिवादिस्वरूपचिन्तनानन्तरं तज्जयैकचित्तस्यास्य यद्विडम्बनं भवति तदाह
કલ્પનાના ઘોડે કેટલો દૂર દૂર નીકળી ગયો ! આ વાદી ઉભયજ્ઞ છે. હેતુ અને શબ્દ-બંનેને જાણે છે. એટલે કે અનુમાનપ્રમાણ અને આગમપ્રમાણ બંનેનો ઉપયોગ કરવામાં નિપુણ છે. આ ભાવપટુ છે એટલે કે રાજા, સભાપતિ, સભ્ય, પ્રતિવાદી વગેરેના હૃદયના ભાવ-અભિપ્રાય-દાવપેચ-દાનત વગેરેને જાણવામાં નિપુણ છે.
૩૯
બીજો વાદી વાક્પટુ છે, એની બોલવાની શૈલી, છટા વગેરે સુંદર છે.
આ વાદી સ્વમતિહીન છે. ‘સ્વમતિહીન’ના ત્રણ અર્થ જોઈએ(૧) પોતાના દર્શનની પ્રેક્ષાથી રહિત છે.
(૨) જેવી મારી બુદ્ધિ છે એવી બુદ્ધિથી રહિત છે.
(૩) સ્વતંત્ર વિચારશક્તિથી રહિત છે. પ્રતિવાદી તેની વાતમાં ખોટો દોષ ઉપજાવે તો સ્વયં તેને ચકાસવા અસમર્થ હોવાથી તેને સાચો માની લે. આ રીતે પ્રતિવાદી જેમ દોરે તેમ દોરવાઈ જાય અને સહેલાઈથી પરાજય પામી જાય. ||૧૧||
આ રીતે પ્રતિવાદીનું સ્વરૂપ પણ વિચારી લીઘા પછી એના મનમાં એક જ ભાવ રમતો હોય કે હવે એને કેવી રીતે જીતવો... અને એના એ ભાવોમાં એ પોતાની જાતની જે રીતે વિડંબના કરે
છે, એનો હવે ચિતાર રજુ કરે છે
वादोपनिषद्
सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाङ्मुखयोग्यां निशि करोति । । १२ । । सुगमोऽत्रान्वयः । सा नक्तंदिनं निध्यातत्वेन सदैव प्रज्ञोपस्थितिमापन्ना, नाः अस्माकं वादि-प्रतिवादिनाम् बहुवचनमात्मगौरवार्थम् प्रतिवादिवालपख्यापनार्थ वा सभ्यायुपलक्षणार्थ वा तेषामपि वादाङ्गत्वात् ।
'
"
४०
-
તે અમારી કથા થશે. તેમાં આ જાતિઓનો મારે ઉપયોગ કરવાનો છે. આ રીતે રાગથી તેની નિદ્રા જતી રહે છે અને રાતે
તે સમયને સવારના વાદના ઉપોદ્ઘાત યોગ્ય કરે છે. II૧૨/
પ્ર. ‘તે’ આવો પ્રયોગ તો આગળ જેનો ઉલ્લેખ આવી ગયો છે તેના માટે કરાય. અહીં તો આગલા શ્લોકમાં એવી કાંઈ વાત જ નથી.
ઉ. :- સરસ, તમારા પ્રશ્નો ઘીમે ઘીમે સુધરતા જાય છે. આ શ્લોકનો પૂર્વાર્ધ એ વાદીનો અભિપ્રાય છે. એ પણ તેના જ શબ્દોમાં. વાદીના મનમાં તો સતત વાદકથા રમે છે. રાત-દિવસ એના જ વિચારો છે, માટે એના મનમાં એનો ઉલ્લેખ થયો હોવાથી ‘તે’ પ્રયોગ ઉચિત જ છે.
તે અમારી વાદકથા થશે એવા સપના વાદી જોઈ રહ્યો છે. પ્ર. :- વાદ તો વાદી-પ્રતિવાદી આ બે વચ્ચે થશે તો પછી ન
- ‘અમારી' આવો બહુવચન પ્રયોગ કેમ કર્યો ?
ઉ.:- એના ત્રણ રહસ્ય હોઈ શકે.
(૧) જાતઅભિમાનથી પોતાના માટે બહુવચનનો ઉપયોગ કરે અને તેમાં પ્રતિવાદીને ઉમેરી દે.
(૨) પોતાના માટે એકવચન વાપરે, પણ પ્રતિવાદી ઘણા હોય એટલે બહુવચન પ્રયોગ કરે.
છું. . ના ર્. યામુલ તિ મુદ્રિતપાતા। ૐ. પ્રમાળનયતત્ત્વાનો-‰I