Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ वादोपनिषद् ૧૬ वादोपनिषद ___ रङ्गावतारमत्ता-वादभूमिसमवतरणसञ्जातवादिमानितामदेन मत्तो विस्मृतस्वरूपः काकवद् वायसवत्, उद्धतनिष्ठुरो भवति। यथा काकोऽविचारितस्वस्वरादिस्वरूपो धाष्यमालम्ब्य विरूपं विरोति, तथा वादी-अप्यविमृष्टस्वप्रतिज्ञादिरुत्कटं सर्वात्मना छलनादिभिः प्रतिवादिनं हन्ति, उत्कटं हन्तीत्युद्धत इति निरुक्तेः । निष्ठुरश्च भवति- निशिते तीक्ष्णे तिष्ठतीति निष्ठुर:, निशातवाग्बाणैः परमर्मवेधमीप्सतीति भावः । अथ नायमेकान्तः कान्तो यदुद्धतताऽऽदिभावा अनुपादेया एव, क्वचित् तत्त्वरक्षादिप्रयोजने तदुपयोगादिति चेत् ? કેટલો કાળિયો-કદરૂપો છે, પોતાની જાતને જાહેર કરવામાં પોતાનું ગૌરવ નથી, પોતાની તરફ લોકોનું ધ્યાન દોરીને એ મૂર્ખામી કરે છે, મૌનમાં જ એની શોભા છે,’ આ બધી વાતોને ભૂલીને ધિઢાઈ કરીને કંટાળાજનક ત્રાસજનક અવાજ કરે છે. કાકા કાકા = હું ‘કાક’ છું. = કાગડો છું. એમ જાહેર કરે છે. એવી રીતે વાદી પણ પોતાની જાતને ભૂલી જાય છે. પોતાની પ્રતિજ્ઞા - મૂળ મુદ્દાને પણ ભૂલી જાય છે, પોતે પૂર્વે રજુ કરેલા તર્કોને ભૂલી જાય છે. હલકી કક્ષા પર ઉતરી પડે છે અને યેન કેન પ્રકારેણ જીતવાની ઘેલછામાં છળ-જાતિ વગેરે શસ્ત્રોના પ્રયોગથી પ્રતિવાદીને ઉત્કટ હનન કરે છે - પ્રહાર કરે છે આ જ એનું ઉદ્ધત પણું છે. વળી નિશિત = તીણમાં સ્થિર રહે છે આ એનું નિષ્ફરપણું છે. અર્થાત્ એ તીણવચનોરૂપી તીર ચલાવીને બીજાના મર્મોને વીંધવા ઈચ્છે છે. પ્ર.:- એવો એકાંત સારો નથી કે ઉદ્ધતાઈ નકામી જ છે. ઉદ્ધતાઈ હોય તો ક્યારેક તત્ત્વરક્ષા વગેરેમાં ઉપયોગી થઈ પડે. એક न, छलादेर्वादानङ्गत्वात्, चपेटादेरपि तदापत्तेः । आस्तां तत्त्वरक्षा, स्व-स्वदर्शनशास्त्रलाघवादि फलमुद्धतः प्राप्नोतीति दर्शयति - क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः। शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ।।४।। વાત કહું ? લોકો તે જ દેવોને વધુ પૂજે છે કે જેઓ ઘાતક હોય છે. ઉ.:- છલ-જાતિ વડે ઉત્કટ થઈ આકરા પ્રહાર કરે એ ઉદ્ધત કહેવાય એ હમણાં જોઈ ગયા. તસ્વરક્ષા માટે પણ છળ ન કરી શકાય, કારણ કે છળ સ્વયં જ તત્ત્વહત્યા છે. કોઈના ખૂનથી તેની જ રક્ષા થઈ શકે ખરી ? વળી, છળ એ વાદનું અંગ જ નથી - સાધન નથી, માટે એનો ઉપયોગ ન થઈ શકે ? પ્ર.:- પણ ન્યાયદર્શને છલ-જાતિને સ્વીકાર્યા છે, તેનું શું ? ઉ.:- એ ઉચિત નથી, એ હમણાં જ બતાવી દીધું છે. માટે જ આપણે તો એને નથી સ્વીકારતા, બીજા દર્શનો પણ નથી સ્વીકારતા. બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ તો એમની ઠેકડી ઉડાડતા કહ્યું છે કે - ‘છલ કરીને વાદમાં જીતી જવું એમ કહો છો, તો પછી બાકી કેમ રાખો છો ? લાફો મારીને જીતી જવું મારામારી કરીને જીતી જવું એમ પણ કહોને ?' વળી ઉદ્ધત થઈને ય તે વાદી તત્તરક્ષા ક્યાં કરે છે ? એ તો પોતાનું, પોતાના ધર્મનું અને પોતાના ધર્મના શાસ્ત્રોનું લાઘવ કરે છે. એ બતાવતાં દિવાકરજી કહે છે તે ક્ષદ્ર વાદી શ્રીમંતોના કૂકડા, લાવક જેવા બચ્ચાઓથી ય (વધુ મનોરંજન કરાવનાર) રમકડું બની જાય છે, શાસ્ત્રવચનોને પણ “જેક’ની કક્ષામાં ઉતારી દે છે અથવા તેની હીલના કરાવે છે. IIII ૨. હૃશ્યતાં યાવન્યાય શરમ્ |

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64