________________
અજ્ઞાન અને અનાચારનું ક્ષલ્લક | કડવું પરિણામ બતાવ્યા પછી, નિગ્રન્થીય, સમ્યક જ્ઞાન અને શુદ્ધ આચાર
પામવાનું હૃદયસ્પર્શી ઉધ્ધોધન આ
અધ્યયનમાં કરવામાં આવ્યું છે. 'अप्पणा सच्चमेसेज्जा मैत्तिं भूएसु कप्पए'
તત્ત્વજ્ઞાની પુરુષ સ્વયં સંયમ ધારણ કરે અને જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે.'
અહીં શ્રમણ અને શ્રમણીઓને સંબોધીને તેમને જ્ઞાન અને ચાસ્ત્રિમાં દટ થવાની પ્રેરણા આપવામાં આવી છે. સાધુજીવનમાં આહારવિહારની મર્યાદાઓનું પાલન કરવામાં પ્રમાદ નહિ કરવાનું કહેવામાં આવ્યું છે.
મોક્ષપ્રાપ્તિનો ઉદેશ લક્ષમાં રાખીને, સાધુ પોતાના fપૂર્વોપર્ષિત કર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરે.
સંયમપાલનની દૃષ્ટિએ શ્રમણ પોતાના શરીરનું પાલન કરે, એમાં અનાસક્તિ ધારણ કરે. વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણો ગ્રહણ કરવામાં અને એના 'ઉપભોગમાં પણ મુનિ અનાસક્તભાવ ધારણ કરે,
આવું ૧૭ ગારાઓનું આ અધ્યયન સાધુસાધ્વી માટે પ્રેરણાનો સ્ત્રોત છે.