________________
ચંડાલ કુળમાં જન્મેલા, ૧૨
હરિકેશી મુનિનો પરિચય આપતા હરિકેશીય)
ભગવાન કહે છે : सोवाग कुलसंभूओ गुणुत्तरधरो मुणी।
हरिएसबलोनामंआसीभिक्खूजिइंदिओ॥ ચંડાલ કુળમાં જન્મેલા, ઉત્કૃષ્ટ ગુણોને ધારણ કરવાવાળા અને જિતેન્દ્રિય એવા “હરિકેશબલ' નામે સાધુ હતા.
જિનશાસનમાં “હરિકેશી મુનિ'નામે પ્રસિદ્ધ આ ઉગ્ર તપસ્વી મુનિરાજ માસક્ષમણની તપસ્યા પૂરી થયા પછી ભિક્ષા લેવા નીકળ્યા છે.
એક સ્થાનમાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે ત્યાં તેઓ જાય છે. મુનિનો અતિ કૃશ દેહ, જીર્ણ અને મલિન વસ્ત્ર, કુરૂપતા વગેરે જોઇને બ્રાહ્મણ હસે છે, મશ્કરી કરે છે, કઠોર વેણ કહે છે, અપમાન-તિરસ્કાર કરે છે, તોયે મુનિરાજ શાંત રહે છે. કશું જ બોલતા નથી. પરંતુ આ મહામુનિની સેવામાં રહેલો તિન્દુક વૃક્ષવાસી યક્ષ મુનિના શરીરમાં પ્રવેશ કરી બ્રાહ્મણોની સાથે વાત કરે છે અને ભિક્ષા માગે છે. બ્રાહ્મણ ના કહે છે, ते माहणा जाइविज्जाविहुणा ताई तु खेत्ताइ सुपावगाई। જાતિ-વિધા વિનાનો બ્રાહ્મણ એ અત્યંત પાપરૂપક્ષેત્ર છે.
બ્રાહ્મણો મુનિરાજને યજ્ઞના સ્વરૂપ વિષે પૂછે છે. મુનિરાજ એમને યથાર્થ સ્વરૂપ સમજાવે છે.
૪૭ ગાથાઓનું આ અધ્યયન ખૂબજ રોચક છે, બોધદાયી છે અને મનનીય છે.