________________
૧૪
નલિનીગુભ'નામના દેવલોકમાં
કેટલાક દેવો સાથે રહેતા હતા. તેમનું કારીયો
ચ્યવન થયું અને એ બધા “પુકાર” નામના સુંદર નગરમાં જન્મ્યા. એક
થયો છષકાર રાજા અને એક થયો રાણી કમલાવતી. એક બન્યો ભૃગુ નામનો પુરોહિત અને એક થયો તેની સ્ત્રી યશા.
ભૃગુ પુરોહિતના બે પુત્રો પણ દેવલોકમાંથી જ અહીં જન્મ્યા હતા, પણ તેઓ સંસારથી વિરક્ત થાય છે અને પિતાની પાસે જઇ સંસારનો ત્યાગ કરવાની રજા માગે છે, સંયમધર્મનો સ્વીકાર કરવાની રજા માગે છે. તે વખતે બે પુત્રો અને પિતાની વચ્ચે ખૂબ સરસ સંવાદ થાય છે. પરિણામ એ આવે છે કે ભૃગુ અને યશા બંને પોતાના પ્રિય પુત્રોની સાથે સંયમધર્મનો સ્વીકાર કરવા તત્પર થાય છે.
એ જાણીને રાજા અને રાણી પણ ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર થાય છે. આમ છ મહાનુભાવો યાત્રિી બને છે અને કર્મક્ષય કરી મોક્ષે જાય છે.
શ્રેપન ગાથાઓના આ અધ્યયનમાં . ભૃગુ અને એના બે પુત્રોનો સંવાદ. - ભૃગુ અને એની પત્નીનો સંવાદ. પ રાજા અને રાણીનો સંવાદ.
તીવ્ર વૈરાગ્ય પ્રેરે તેવા છે, મોહવાસનાને નિર્મૂળ કરે તેવા છે.