________________
૧૦.
વેશ ભલે સાધુનો હોય, પણ જેનું
જીવનહલકા પ્રકારના દોષોથીભરેલ હોય પાપુ
એ સાધુ પાપસાધુ છે, પાપ-શ્રમણ છે. . મણીય
| જે શ્રમણ એકેન્દ્રિય જીવોને ઈજા
| પહોંચાડે છે, પીડા કરે છે. જે શ્રમણ આસન વસ્ત્રાદિનું પ્રમાર્જન, પ્રતિલેખન કરતો નથી. જે શ્રમણ શીધ્ર ગતિએ ચાલે છે, ક્રિયામાં પ્રસાદ
કરે છે. • જે શ્રમણ મર્યાદાઓનું પાલન કરતો નથી, ક્રોધ
કરે છે.
જે શ્રમણ પોતાના ઉપકરણોની ઉપેક્ષા કરે છે. : જે શ્રમણ ગુરુની આશાતના કરે છે, પ જે શ્રમણ માયા, અભિમાન અને લોભ કરે છે. પ જે શ્રમણ બિમાર સાધુની સેવા નથી કરતો.
જે શ્રમણ કલહ પેદા કરે છે, દશ પ્રકારના યતિધર્મનું પાલન કરતો નથી, કુતર્ક કરીને સદ્ગદ્ધિનો નાશ કરે છે, સ્થિર આસને બેસતો નથી. વસતિની પ્રતિલેખના નથી કરતો, સંતારકની ઉપેક્ષા કરે છે, ફરી ફરી વગર કારણે વિગઇઓનું સેવન કરે છે, સૂર્યાસ્ત સુધી વગર કારણે આહાર કરે છે, ગુરુની સાથે વિવાદ કરે છે, જે જિનધર્મનો ત્યાગ કરે છે, જે પોતાના આચાર્યનો ત્યાગ કરે છે, જે ગૃહસ્થનું કાર્ય કરે છે, જે
જ્યોતિષકથન અને નિમિત્તકથન કરી વેપાર કરે છેઆવા શ્રમણોને ભગવંતે પાપ શ્રમણો કહ્યા છે.
એકવીશ ગાથાઓના આ અધ્યયનું દરેક સાધુ સાધ્વીએ ઊંડું અવગાહન કરવું જોઇએ.