________________
૩૫
અણગારમાર્ગ ગતિ
ગૃહવાસનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિનું શ્રમણ જીવન કેવું હોવું જોઇએ એ વિષે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ભગવંતે અધ્યયનની ૨૧ ગાથાઓમાં કરી છે.
આ
= ભવબંધનના કારણભૂત સંગનો ત્યાગ કરવો. – હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, કામ અને લોભનો ત્યાગ કરવો.
B
= કામરાગ પોષે એવા ઉપાશ્રયમાં રહેવું નહિ. સ્મશાન, ખાલી ઘર કે વૃક્ષની નીચે રહેવું અથવા સ્ત્રી વગેરે ન હોય એવા મકાનમાં રહેવું મુનિએ પોતે ઘર બનાવવું નહી, બીજાઓ પાસે બનાવડાવવું નહિ કે તેની અનુમોદના પણ કરવી નહિ. કારણ કે એમાં ત્રસ-સ્થાવર જીવોની હિંસા થાય છે.
·
= મુનિ પોતે આહાર પાણી રાંધે નહિ કે રાંધનારની અનુમોદના ના કરે કારણ કે રાંધવાની ક્રિયામાં જીવહિંસા થાય છે.
સોના ચાંદીની મનમાં પણ ઇચ્છા કરે નહિ, કારણ કે એ સોનું અને માટીને સરખા દેખે છે. # એ કશું વેચતો નથી, કશું ખરીદતો નથી. = ભિક્ષાવૃત્તિથી જીવન નભાવે છે.
= માત્ર સંયમપાલન ખાતર જ એ ભોજન કરે છે. निमम्मो निरहंकारो वीअरागो अणासवो । संपत्तो केवल नाणं सासयं परिणिव्वुए ॥
નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવ વિનાનો, કેવલજ્ઞાની, કર્મમુક્ત થઈને એ પરિનિર્વાણ પદને પામે છે.