________________
૩૬ જીવાજીવ વિભક્તિ
આ અધ્યયનમાં સૌથી પહેલાં
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના માધ્યમથી અજીવ તત્ત્વની પ્રરૂપણા કરવામાં આવી છે.
# એ પછી જીવ તત્ત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
= અજીવ તત્ત્વના વિવેચનમાં ૧. સ્કંધ, ૨. દેશ, ૩. પ્રદેશ અને ૪. પરમાણુના વિષયમાં વિશદ બોધ કરવામાં આવ્યો છે.
– વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણમતા સ્કંધાદિના પ્રકાર (ભેદ) બતાવવામાં આવ્યા છે.
= સંસ્થાન [આકાર]થી પરિણમિત સ્કંધાદિના પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે.
જીવ તત્ત્વ વિસ્તારથી બતાવ્યા પછી દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખનાનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
– તે પછી કદર્પભાવના, આભિયોગ્ય ભાવના, કિલ્વિષ ભાવના, મોહ ભાવના અને આસુરી ભાવના આ પાંચ ભાવનાઓને દુર્ગતિના હેતુરૂપ બતાવવામાં આવી છે. ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. અ અધ્યયનમાં ૨૬૬ ગાથાઓ છે.