________________
૨૨
શૌર્યપુર નગરમાં રાજા
સમુદ્રવિજય અને રાણી શિવાનો પુત્ર રથનેમિયઃ
હતો અરિષ્ટનેમિ. રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે અરિષ્ટનેમિનો
' વિવાહ નક્કી થાય છે. જાન જ્યારે લગ્નમંડપ નજીક આવે છે ત્યારે નેમિકુમાર ત્યાં વાડામાં સેંકડો પશુઓને પૂરેલા દેખે છે-પશુઓ ભયગ્રસ્ત છે. પૂછતા ખબર પડે છે કે આ પશુઓને માંસાહાર માટે લાવવામાં આવ્યા છે. સારથિ દ્વારા નેમિકુમાર આ બધા પશુઓને મુક્ત કરાવે છે, પછી એ જ સારથિને નેમિકુમાર પોતાના બધા આભૂષણો ઉતારીને ભેટ આપી દે છે અને પોતે પાછા ફરી જાય છે. નેમિકુમાર અણગાર બની જાય છે.
પછીથી રાજીમતી પણ સાધ્વી બની જાય છે.
જે ગુફામાં ભગવાન નેમિથના ભાઇ મુનિ રથનેમિ ધ્યાનસ્થ થઇને ઊભા હતા. એમણે નગ્નાવસ્થામાં રાજીમતીને જોઇ. એમનું મન વિકારી બન્યું. એમણે રાજીમતીની પાસે ભોગસુખની માગણી કરી.
રાજીમતી ચેતી જાય છે. ગાથા ૩૯ થી ૪૨ સુધીમાં આ બંનેનો વાર્તાલાપ બતાવ્યો છે. રાજીમતી જ્ઞાનપૂર્ણ વચનોથી રથનેમિને નિર્વિકારી બનાવે છે.
જપતપ કરીને બંને કેવલજ્ઞાની બને છે અને મોક્ષે જાય છે. આ અધ્યયનમાં કુલ ૪૯ ગાથાઓ છે.