________________
એક સ્થવિર “ગર્ણ' નામે ૨૦.
આચાર્ય હતા. એમના શિષ્યો ખલુંકીચો
અવિનીત હતા. અવિનયી શિષ્યોને ખૂબ સજા કરવા છતાં પણ તેઓ
સંયમ માર્ગમાં સ્થિર નહોતા. એવા એ કુશિષ્યો હતા. આથી ગર્ગાચાર્યને મનમાં ખૂબ કલેશ થતો હતો. એ વિચાર કરતા
किं मज्झ दुट्ठसीमेहिं अप्पा मे अवसीयई । जारिसा मम सीसा उ तारिसा गलिगद्दभा ॥ गलिगद्दभे चइत्ता णं दढं पगिण्हई तवं ॥
‘આવા દુષ્ટ શિષ્યોનું મારે કામ શું છે ? એમને લીધે મારો આત્મા દુઃખી દુઃખી થઇ રહ્યો છે. ગળિયલ બળદ અને ગધેડા જેવા મારા શિષ્યો છે.'
ગર્ગાચાર્ય આવા કુશિષ્યોનો ત્યાગ કરી, ઉચ્ચ સમાધિ ધારણ કરી ઉગ્ર તપ કરે છે.
કુશિષ્ય કેવા હોય એનું ૮ થી ૧૩ ગાથાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ૧૭ ગાથાઓ છે.