________________
શ્રમણભગવાન મહાવીર સ્વામીએ જે વખતે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું તે વખતે ભગવાન પાર્શ્વનાથના ધર્મશાસનના સાધુ-સાધ્વીઓ મગધમાં વિચરતા હતા. શ્રી પાર્શ્વનાથના ધર્મશાસનના ચારિત્રવંત કેશીકુમાર શ્રમણ અવધિજ્ઞાની હતા, તેઓ શ્રાવસ્તી નગરીના હિંદુક વનમાં પધાર્યા હતા અને અનેક શિષ્યોની સાથે ત્યાં બિરાજતા હતા. એવામાં ભગવાન મહાવીરના પહેલા શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ પણ શ્રાવસ્તી નગરીના કોષ્ટકવન'માં પધાર્યા. બંને મહાપુરુષોના સાધુઓ શ્રાવસ્તીમાં ભિક્ષા લેવા માટે જાય છે, એક બીજાને જુએ છે, અરસપરસ વાતો પણ કરે છે.
શ્રી ગૌતમ સ્વામીએ સાધુઓના મનનું સમાધાન કરવાનો વિચાર કર્યો.
૨૩
કેશીગૌતમીય
તેઓ ચાલીને શ્રી કેશીકુમાર શ્રમણની પાસે જાય છે. કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમનું સમુચિત સ્વાગત કરે છે.
એ વખતે હિંદુક વનમાં અનેક અજૈન સાધુસંન્યાસીઓ પણ કુતૂહલવશ થઇને ત્યાં આવે છે, હજારો ગૃહસ્થો આવે છે. દેવ-દાનવ યક્ષ-રાક્ષસ-કિન્નર પણ અદૃશ્ય રહીને ત્યાં હાજર થાય છે.
વાર્તાલાપનો પ્રારંભ શ્રી કેશીકુમાર શ્રમણ કરે છે. ગાથા ૨૧થી ૮૫ સુધીમાં બંનેનો વાર્તાલાપ બતાવ્યો છે. ખૂબ જ માર્મિક અને બોધક છે એ વાર્તાલાપ. છેલ્લે કેશીકુમાર શ્રમણ કહે છે.
साहुं गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो । नमो ते संसयातीत सव्वसुत्तमहोदही
હે ગૌતમ, તમારી બુદ્ધિ શ્રેષ્ઠ છે, તમે મારો સંશય દૂર કર્યો છે. હે સંશયરહિત મહાત્મા ! હે સર્વસૂત્ર મહોદધિ ! હું આપને નમસ્કાર કરું છું.
૮૯ ગાથાઓનું આ અધ્યયન છે.