________________
૧૯ મૃગાપુત્રીય
સુગ્રીવ નગરનો રાજા હતો બલભદ્ર અને રાણી હતી મૃગા. એમના પુત્રનું નામ હતું બલશ્રી.
પરંતુ એ મૃગાપુત્રના નામે પ્રસિદ્ધ
- હતો. જ્યારે એ યુવાન થયો ત્યારે એને યુવરાજ બનાવવામાં આવ્યો અને અનેક કન્યાઓની સાથે એના લગ્ન કરવામાં આવ્યા.
એક દિવસ આ રાજકુમાર મહેલના ઝરૂખામાં બેઠો હતો. એવામાં એણે રાજમાર્ગ પર થઇને ચાલ્યા જતા એક તપસ્વી જૈનમુનિના દર્શન કર્યા. એ જોઈ જ રહ્યો-તરત એને જાતિસ્મરણજ્ઞાન' (પૂર્વ જન્મોનુંજ્ઞાન) થઈ ગયું. એણે જોયું કે હું પૂર્વજન્મમાં સાધુ હતો. એના સંસ્કાર જાગી ગયાં. એ વૈષયિક સુખોથી વિરક્ત થઈ ગયો. માતા-પિતાની પાસે જઇ એણે સંયમધર્મ ગ્રહણ કરવાની રજા માગી. 1 તે પછી માતા-પિતા પુત્રને સમજાવવાનો પ્રયત્ન
કરે છે. મૃગાપુત્ર વિનીત ભાવે માતા-પિતાના ચિત્તનું | સમાધાન કરે છે-છેવટે માતા-પિતા પુત્રને રજા આપે છે, મૃગાપુત્ર દીક્ષા લે છે.
ગાથા ૮૭ થી ૯૫ સુધી મહામુનિ મૃગાપુત્ર સાધુજીવનનું કેવી ઉત્તમ રીતે પાલન કરે છે તેનું વર્ણન છે. અધ્યયનમાં કુલ ૯૯ ગાથાઓ છે.