________________
મગધસમ્રાટ શ્રેણિક ક્રીડા ૨૦
કરવા રાજગૃહ નગરની બહાર મહાનિર્ગથીયા “મંડિત કુક્ષી' નામે ઉધાનમાં જાય
છે. ઉધાન નંદનવન જેવો રમણીય
છે. ત્યાં એક વૃક્ષ નીચે સુકોમલ સુંદર મુખારવિંદવાળા પ્રશાંત મુનિ બેઠા છે. રાજા એમના દર્શન કરે છે. મુનિ કહે છે- “હે મહારાજ, હું અનાથ છું, મારો કોઇ નાથ નથી, તેથી હું શ્રમણ થયો છું.
પછી અનાથીમુનિ જે ભગવાનના શિષ્ય હતા, એ શ્રેણિકને જીવાત્માની અનાથતા, અશરણતા બતાવે છે, પોતાનું ગૃહસ્થજીવન બતાવે છે, અને રોગો સામે પોતાની અનાથતા બતાવે છે.
“હે રાજા, જ્યારે કોઇ પણ ઉપાયે મારો રોગ દૂર ન થયો ત્યારે મેં સંકલ્પ કર્યોઃ “જો મારી આ તીવ્ર વેદના મટી જશે તો હું અણગાર-શ્રમણ થઇશ' આવો સંકલ્પ કરી હું સૂઈ ગયો. મને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે મારી તમામ વેદના દૂર થઈ ગઈ પછી માતાપિતાની રજા લઈ હું અણગાર બન્યો. હવે હું સ્વનો અને પરનો નાથ બન્યો છું, યોગક્ષેમ કરવાવાળો બન્યો છું.”
આ પછી અનાથી રાજા શ્રેણિકને ભાવસાધુ અને દ્રવ્ય સાધુનું સ્વરૂપ સમજાવે છે.
આ અધ્યયનમાં ૬૦ ગાથા છે.