________________
૧૬ બ્રહ્મચર્યસમાધિ
શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને
કહે છે ઃ
હે
આયુષ્યમાન્,
સ્થવિર
ભગવંત મહાવીરસ્વામીએ બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન કહ્યા છે. એ સ્થાનો સાંભળીને ભિક્ષુ સંયમશીલ, સંવરશીલ, સમાધિશીલ, ત્રણે ગુપ્તિથી ગુપ્ત. ઇન્દ્રિયવિજેતા, બ્રહ્મચારી અને અપ્રમત્ત થઈને મોક્ષમાર્ગ પર વિચરણ કરે છે.
આ અધ્યયનના આરંભમાં તેર આલાપક છે અને પછી સત્તર ગાથા છે. ગાથાઓમાં આલાપકોનો જ વિષય લીધેલો છે
•
• ભિક્ષુ સ્ત્રીજનથી રહિત એવા એકાંત સ્થાનમાં રહે સૌને ખુશ કરનારી, કામરાગ વધારનારી વાતો ન કરે. ફરી ફરી સ્ત્રીઓની સાથે રાગપૂર્વક વાતો ન કરે. ભિક્ષુ સ્ત્રીના ગીત, રુદન, હાસ્ય વગેરે ન સાંભળે. ભિક્ષુશીઘ્રકામવાસનાને જાગ્રતકરે એવોઆહારનકરે • ભિક્ષુ શરીરનો, વસ્ત્રોનો શૃંગાર ન કરે. ભિક્ષુ શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શરૂપ કામગુણોનો અનુરાગી ન બને.
•
• ભિક્ષુ શાસ્ત્રવિહિત પ્રમાણોપેત આહાર ગ્રહણ કરે. एस धम्मे धुवे णिच्चे सासए जिणदेसिए । सिद्धा सिज्झति चाणेणं सिज्झिस्संति तहाऽवरे ॥
આ બ્રહ્મચર્યરૂપ ધર્મ શાશ્વત છે, નિત્ય છે, જિનકથિત છે, આ ધર્મના પાલનથી જીવ સિદ્ધ થયા છે, થાય છે અને થતા રહેશે.'