________________
૧૩
આ તેરમા અદયયનમાં બે ભાઇઓના ઉત્થાન અને પતનની કથા છે. ચિત્ર અને સંભૂતિ નામે બે ભાઇઓ દીક્ષા લે છે, હસ્તિનાપુરનો ચક્રવર્તી ઉ રાજા પટરાણીની સાથે વંદના કરવા
જાય છે. વંદના કરતી વખતે રાણીનો અંબોડો છૂટી જાય છે અને એના કેશનો મુલાયમ સ્પર્શ સંભૂતિ મુનિને થાય છે. પરિણામે એમનું મન વૈષયિક સુખવાસનાથી ગ્રસ્ત થાય છે. તેઓ પ્રતિજ્ઞા કરે છે કે મારા તપના ફળ રૂપે મને ચક્રવર્તીપદ મળો!” તેઓ મરીને સ્વર્ગમાં જાય છે. ત્યાંથી ચ્યવન થતા બ્રહ્મ રાજાને ઘેર એમનો જન્મ થાય છે. બ્રહ્મદત્ત' એવું એમનું નામ પડે છે.
ચિત્રમુનિ પણ સ્વર્ગમાં જાય છે. ત્યાંથી તેઓ પુરિમતાલ નામે નગરમાં ધનસાર નામે શ્રેષ્ઠિને ઘેર પુત્રરૂપે અવતરે છે. એમનું નામ ગુણસાર પડે છે. તેઓ યુવાવસ્થામાં સાધુ બની જાય છે.
કાંપિલ્યપુરમાં ગુણસાર મુનિ બ્રહમદત્ત ચક્રવર્તીને મળે છે. એ વખતે બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એ ચિત્રમુનિને પૂર્વજન્મોનોસંબંધબતાવે છે. ચિત્રમુનિ બ્રહ્મદત્તને ઉપદેશ દે છે. અને સંસારનો ત્યાગ કરી સાધુજીવન ધારણ કરવાની પ્રેરણા આપે છે. જવાબમાં બ્રહ્મદત્ત ચિત્રમુનિને ફરી સંસારી થવાનો આગ્રહ કરે છે. બંનેની વચ્ચે ખૂબ રસપ્રદ વાર્તાલાપ થાય છે. બ્રહ્મદત્ત ખૂબ કામાસક્ત છે. ચિત્રમનિની વાત એ માનતો નથી. ચિત્રમુનિ ચાલ્યા જાય છે. બ્રહ્મદત્ત મરીને સાતમીનરકમાં જન્મલેછે. ગુણસારમુનિ(પૂર્વજન્મના ચિત્રમુનિ) તમામ કર્મોનો નાશ કરી મોક્ષ પ્રાપ્તિ કરે છે.
પાંત્રીશ ગાથાઓના આ અધ્યયનમાં “નિયાણાથી મળેલો સુખ વૈભવ જીવાત્માને દુર્ગતિમાં લઇ જાય છે, એ વાત સ્પષ્ટ કરી છે.