________________
આ અધ્યયનમાં ભગવંતે
૧૧
બહુશ્રુત પૂજા ઉપદેશ આપ્યો છે. અવિનીત બહુશ્રુત સાધુઓને વિનીત બહુશ્રુત બનવાનો
નથી બની શકતો એટલે કે એ વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી.
જે ગુરુકુલવાસ કરે છે, યોગોહન કરે છે, બીજાઓનું શુભ કરે છે, અને જે પ્રિયભાષી છે એ સાધુ શાસ્ત્રજ્ઞાન પામી શકે છે.
હવે બહુશ્રુત મહાત્માને ઉપમાઓ આપવામાં આવી છે તે આ પ્રમાણે છે
-
૧. શંખમાં રહેલા દૂધ જેવો, ૨. શ્રેષ્ઠ અશ્વ જેવો, 3. અશ્વારોહી યોદ્ધા જેવો, ૪. અનેક હાથણીઓ સાથેના સાઠ વર્ષના હાથી જેવો, ૫. બલિષ્ઠ વૃષભ જેવો, ૬. કેસરીસિંહ જેવો, ૭. વાસુદેવ જેવો, ૮. ચક્રવર્તી જેવો, ૯. શક્રેન્દ્ર જેવો, ૧૦. સૂર્ય જેવો, ૧૧. ચન્દ્ર જેવો, ૧૨. ધાન્યના ભંડાર જેવો, ૧૩. ‘સુદર્શના' નામના જંબૂવૃક્ષ જેવો, ૧૪. મેરુ પર્વત જેવો, ૧૫. સ્વયંભૂરમણ સમુદ્ર જેવો.
બત્રીશ ગાથાઓના આ અધ્યયનમાં ભગવંતે સાધુને બહુશ્રુત બનવાનો, અને બહુશ્રુતોનો વિનય કરવાનો ઉપદેશ આપ્યો છે. બહુશ્રુતોનો ગુણ વૈભવ તથા ઉત્તમોત્તમ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે.