________________
નમિમિથિલાનોપરાક્રમીરાજા હતો.
આ અધ્યયનમાં નમિરાજાના નામિક
| વૈરાગ્યનો પ્રસંગ નથી બતાવ્યો. પરંતુ સંસારનો ત્યાગ કરી નમિરાજા મિથિલાથી દૂર ચાલ્યા જાય છે, ત્યારે
દેવરાજ ઇન્દ્ર નમિ રાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા લેવા બ્રાહાણનું રૂપ લઈને આવે છે. - બ્રાહ્મણરૂપધારી ઈન્દ્ર અને નમિ રાજાનો વાર્તાલાપ એ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ઈન્દ્ર પ્રશ્નો પણ ગજબના પૂછયા છે અને વિરક્તિની જે અભિવ્યક્તિ કરી છે તે અનુપમ છે. એનો એક નમૂનો
ઇન્દ્ર કહે છેएस अग्गी अ वाऊ अ, एयं डज्जइ मंदिर । भयवं ! अतेउरं तेणं, कीसणं नावपेक्खह ? ॥.
હે ભગવંત, આ અગ્નિ છે અને વાયુ છે. તમારો રાજમહેલ આગમાં ખાખ થઇ રહ્યો છે. તમારું અંતઃપુર (રાણીવાસ) ભડકે બળે છે. છતાં તમે એ કેમ જોતા નથી?
નમિ રાજર્ષિ જવાબમાં કહે છેसुहं वसामो जीवामो जेसिमो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए न मे डज्झई किंचणं ॥
હે બ્રાહ્મણ, અમે સુખે રહીએ છીએ અને સુખે જીવીએ છીએ. કોઇ પર-વસ્તુ મારી નથી. મારું કઇ પણ નથી. મિથિલા ભડકે બળી રહી છે. મારું કંઇ જ બળતું નથી.'
આવા તો કેટલાયે પ્રશ્નો ને ઉત્તરો ઇન્દ્ર અને રાજર્ષિની વચ્ચે થાય છે, ઇન્દ્ર રાજર્ષિના જવાબોથી ખૂબ પ્રભાવિત બને છે, એ પોતાનું મૂળ રૂપે પ્રગટ કરે છે અને રાજર્ષિના ચરણોમાં મસ્તક નમાવી સ્તુતિ કરે છે. રાજર્ષિની પ્રદક્ષિણા કરી એ ફરી ફરી એમને પ્રણામ કરે છે.
- કાસ ગાટાના આ અધ્યયનમાં શ્રામસ્યના સાફલ્યનું બેનમૂન રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.