Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 15
________________ ઉપદેશમાળા ત્યાર પછી સુમિત્ર બોલ્યો કે “હે મિત્ર! કયો મુઘાતુર માણસ મિષ્ટ અન્ન ખાવાનું મળતે સતે વિલંબ કરે? માટે આ બાળાનું પાણિગ્રહણ કરીને તેનો મન્મથસમુદ્રમાંથી ઉદ્ધાર કરો.' એ પ્રમાણે મિત્રનું કથન સાંભળીને રણસિંહે તે જ વખતે તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. કમલવતી પણ મનમાં અતિ આનંદિત થઈ. પછી કમલવતી રાત્રિએ જ સુમિત્રની સાથે પોતાને ઘેર આવી. તે સમયે વિવાહકાર્યના અતિ હર્ષમાં પોતાના કુટુંબ પરિવારનું મન વ્યગ્ર છે, એવું જાણીને કમલવતીએ પોતાનો સ્ત્રીવેષ સુમિત્રને પહેરાવ્યો, અને પોતે પુરુષવેષ ઘારણ કરીને રણસિંહ કુમારની સમીપે ગઈ. કુમારે પણ તેને સ્નેહષ્ટિથી બે હસ્તવડે ગાઢ આલિંગન કરીને પોતાની પાસે બેસાડી. - હવે લગ્ન વખતે ભીમપુત્ર હાથી ઉપર સવારી કરીને મોટા આડંબરથી પરણવા આવ્યો, અને મહોત્સવ પૂર્વક કમલવતીનો વેષ જેણે ઘારણ કર્યો છે એવા સુમિત્રની સાથે પાણિગ્રહણ કરી તેને લઈને પોતાને સ્થાને આવ્યો. પછી કામના આવેશથી કોમલ આલાપપૂર્વક નવવધૂને પુનઃ પુનઃ બોલાવવા લાગ્યો, પણ તે જરા પણ બોલતી નથી, ચુપ થઈને બેસી રહી છે. અતિ કામના આવેશમાં તેણે હસ્ત વડે તેના અંગનો સ્પર્શ કર્યો. તે સ્પર્શથી તે તો પુરુષ છે એવું જાણીને તેણે પૂછ્યું કે તું કોણ છું?” તેણે ઉત્તર આપ્યો કે હું તારી વધૂ છું.” કુમારે પૂછયું કે “તું વઘુ ક્યાં છે? તારા દેહસ્પર્શથી જણાય છે કે તું પુરુષ છે.” ત્યારે વધૂનો વેષ ઘારણ કરનાર સુમિત્રે જવાબ આપ્યો કે "હે પ્રાણનાથ! આ શું લવો છો? શું તમે તમારું ચેષ્ટિત પ્રકટ કરો છો? વિવાહના ઉત્સવથી પરણેલી એવી મને ચેટકવિદ્યાથી પુરુષરૂપ કરો છો? હું હમણાં મારા પિતા પાસે જઈને કહીશ કે હું કુમારના પ્રભાવથી પુત્રીપણાને તજી દઈને પુત્ર થઈ છું.” એ પ્રમાણે બોલવાથી “આ કેમ બન્યું?” એમ વિચારતો ભીમપુત્ર વ્યગ્ર ચિત્તવાળો થયો. તે સમયે સ્ત્રીવેષ ઘારણ કરનાર સુમિત્ર રણસિંહ કુમાર પાસે આવ્યો, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું. તે કૌતુક સાંભળીને તેઓ બઘા હાથતાળી દઈને હસવા લાગ્યા. અહીં ભીમપુત્રે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે “મારી સાથે તમારી જે પુત્રીના લગ્ન થયા તે તો પુત્ર દેખાય છે. તે સાંભળીને તેના સાસુ સસરાએ કહ્યું કે “શું આ જમાઈ ગાંડો થઈ ગયો છે કે આ પ્રમાણે લવે છે? અથવા શું ભૂત વળગ્યો છે કે જેથી આ પ્રમાણે અસંબંઘ બોલે છે? એક જ ભવને વિષે જીવ સ્ત્રીપણું તજી દઈને પુરુષપણું પ્રાપ્ત કરે એવું કોઈ દિવસ થયું નથી અને થશે પણ નહીં, તેમજ એવી વાત સાંભળવામાં પણ આવી નથી. તેમ આ જમાઈ પણ અસત્ય શા માટે બોલે? માટે એ પુરુષવેષે કોઈ ઘૂર્ત દેખાય છે.” એ પ્રમાણે કહી રાજાએ કમલવતીની સર્વત્ર શોઘ કરાવી, પણ તેનો પત્તો કોઈ જગ્યાએ મળ્યો નહીં. ત્યારે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 344