Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ E ૬ ઉપદેશમાળા રહ્યો, મુકામે ઊપડ્યો નહીં. એકદા પુરુષોત્તમ રાજાના પ્રધાનોએ આવીને વિજ્ઞપ્તિ કરી કે ‘સ્વામિન્! અત્ર વિલંબ કરવાનું શું કારણ છે ?’ કુમારે કહ્યું કે મારે અહીં કાંઈ કામ છે, તમે આગળ જાઓ, હું તમારી પાછળ તુરત આવું છું. આવો કુમારનો ઉત્તર સાંભળીને તેઓ સોમાપુરીએ પુરુષોત્તમ રાજા સમીપે ગયા અને કુમાર પાછળ આવે છે એમ કહ્યું. હવે રણસિંહ કુમાર તો કમલવતીના રૂપથી મોહિત થઈને ત્યાં જ રહેલો છે. તે અવસરે એક ભીમ રાજાનો પુત્ર પણ કનકસેન રાજાની સેવા કરે છે, તે પણ કમલવતીનું રૂપ જોઈને તેના પર મોહિત થયો છે, પરંતુ કમલવતી તેને જરા પણ ઇચ્છતી નથી. એક વખત કમલવતીને યક્ષપૂજાને અર્થે ગયેલી જાણીને તે ભીમપુત્ર તેની પછવાડે ગયો. તેણે ધાર્યું કે ‘જ્યારે તે યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળશે, ત્યારે હું મારા મનની સર્વ અભિલાષા તેને જણાવીશ.' એ પ્રમાણે વિચાર કરતો સતો તે દ્વારમાં જ ઊભો રહ્યો. કમલવતીએ પણ તેને જોયો, એટલે તેણે સુમંગલા દાસીને કહ્યું કે ‘આ પુરુષ જે દ્વારને વિષે ઊભો છે તે જો અંદર આવે તો તેને તારે રોકવો.’ આ પ્રમાણે કહીને તે મંદિરની અંદર ગઈ અને દાસીને દ્વાર પાસે ઊભી રાખી. પછી એકાંતમાં જઈ એક જડીબુટ્ટી કાન ઉપર બાંધીને પુરુષરૂપે થઈને તે પ્રાસાદના દ્વાર પાસે આવી. ત્યારે કુમારે તેને પૂછ્યું કે હે દેવપૂજક! કમલાવતી હજુ બહાર આવી નહીં?’ ત્યારે તેણે કહ્યું કે મેં તો એકલી આ દાસીને વિષે જોઈ છે, બીજી કોઈ પણ સ્ત્રી અંદર નથી.' એ પ્રમાણે કહીને તે પોતાને ઘેર આવી. પછી કર્ણ ઉપરથી જટિકાને દૂર કરી એટલે મૂળરૂપે થઈ ગઈ. પાછળ ભીમપુત્રે પ્રાસાદની અંદર ઘણી તપાસ કરી, પણ કમલવતીને નહીં જોવાથી તે ખેદ પામ્યો અને પોતાને સ્થાને ગયો. કેમ પ્રાસાદને સુમંગલા દાસીએ ઘરે આવીને કમલવતીને પૂછ્યું કે ‘હે સ્વામિની ! તમે અહીં કેવી રીતે આવ્યાં ? મેં તમને બહાર નીકળતાં જોયાં નહીં.’ ત્યારે તેણે જટિકાનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું. ત્યારે દાસીએ કહ્યું કે “હે સ્વામિની! એવી જટિકા તમને ક્યાંથી મળી ?’ કમલવતીએ કહ્યું કે ‘સાંભળ. પૂર્વે હું એક વખત યક્ષને મંદિરે ગઈ હતી. તે વખતે ત્યાં એક વિદ્યાઘર ને વિદ્યાધરીનું જોડું આવ્યું હતું. મને જોઈને વિદ્યાધરી મનમાં ચિંતવવા લાગી કે જો આ અદ્ભુત રૂપવાળી સ્ત્રીને મારો પતિ જોશે તો તે તેના રૂપથી મોહિત થઈ જશે. એવું ધારીને હું ન જાણું તેમ તેણે મારા કર્ણ ઉપર એક જટિકા બાંધી દીધી. હું યક્ષની પૂજા કરવા માટે ગઈ ત્યાં મારા પુરુષવેષને જોઈને હું વિસ્મિત થઈ, અને સર્વ શરીરને અવલોકતાં એક જટિકા કર્ણ ઉપર જોવામાં આવી. તે જટિકા દૂર કરી એટલે હું મૂળરૂપમાં આવી. ત્યાર પછી તે જટિકાને આદરથી ગ્રહણ કરીને મેં મારી પાસે રાખી છે. તેના પ્રભાવથી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 344