Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 12
________________ (૧) રણસિંહ કથા કનકશેખરે એક દેશનું રાજ્ય જમાઈને અર્પણ કર્યું. એટલે ત્યાં રહીને તે કનકવતીની સાથે વિષયસુખનો અનુભવ કરવા લાગ્યો. પછી સુંદર ખેડૂતને બોલાવી તેને યોગ્ય રાજ્યકાર્યમાં અધિકારી કર્યો. એ અવસરે સોમા નામની મોટી નગરીમાં પુરુષોત્તમ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નાવતી નામે પુત્રી હતી. તે કનકશેખર રાજાની બહેનની પુત્રી (ભાણેજ) થતી હતી. તેણે કનકવતીના પાણિગ્રહણનો સર્વ વૃત્તાંત જાણ્યો. તેથી તે રણસિંહ કુમાર પર અનુરાગવાળી થઈ, અને તેણે રણસિંહ વિના અન્ય વર નહીં કરવાનો નિયમ લીઘો. એ પ્રમાણે પોતાની પુત્રીની ઇચ્છા જાણીને, પુરુષોત્તમ રાજાએ પોતાના પ્રધાન પુરુષોને રણસિંહ કુમારને બોલાવવા મોકલ્યા. ત્યાં જઈને તેઓએ આમંત્રણ કર્યું, એટલે રણસિંહે જવાબ આપ્યો કે “એ સઘળું કનકશેખર જાણે. હું કાંઈ જાણતો નથી. એટલે પ્રઘાન પુરુષોએ કનકશેખરને વિદિત કર્યું, ત્યારે તેણે વિચાર્યું કે “મારી ભાણેજનો વિવાહ કરી આપવો એ મને ઉચિત છે.” એ પ્રમાણે ચિંતવી કુમારને બોલાવીને કહ્યું કે “તમે રત્નાવતીના પાણિગ્રહણ માટે જાઓ. તેણે તે કબૂલ કર્યું. પછી મોટા પરિવાર સાથે રત્નવતીને પરણવા માટે જતાં માર્ગમાં પાડળીપુર નગરની સમીપના ઉપવનમાં ચિંતામણિ યક્ષના દેરા પાસે આવ્યો. એટલે યક્ષમંદિરમાં જઈને તેણે યક્ષને પ્રણામ કર્યા. ત્યાં તેની જમણી આંખ ફરકી, એટલે તે મનમાં ચિંતવન કરવા લાગ્યો કે “અહીં કોઈ ઇષ્ટનો મેળાપ થશે.” તે સમયે પાડલીપુર નગરના રાજા કમલસેન રાજાની રાણી કમલિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલી કમલવતી નામની કુંવરી સુગંધી પદાર્થો તથા પુષ્પ વગેરે પૂજાની વસ્તુઓ લઈને, સુમંગલા દાસી સહિત તે યક્ષના મંદિરમાં આવી. ત્યાં રણસિંહ કુમારને જોઈને તે કામવિહલ થઈ ગઈ. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. તેઓ બન્ને નેત્રનું મટકું પણ માર્યા વિના, એકી નજરે પરસ્પરને સસ્નેહ જોતાં ઊભાં રહ્યાં. પછી કમલવતીએ યક્ષની પૂજા કરીને પ્રાંતે પ્રાર્થના કરી કે “સ્વામિન્!તમારી કૃપાથી આ પુરુષ મારો ભર્તા થાઓ. એના દર્શનથી હું એના પર અતિ રાગવતી થઈ છું. માટે તમે પ્રસન્ન થઈને એ રાજકુમારને મારા ભર્તારપણે આપો.” ત્યારે યક્ષે કહ્યું કે હે બાલા! આ રાજપુત્ર હું તને અર્પણ કરું છું. એની સાથે તું ઇચ્છાનુસાર સંસારનું સુખ ભોગવ.” એ પ્રમાણે સાંભળીને તેને ઘણો આનંદ થયો. પછી કમલવતી સેવક દ્વારા તેનું નામ વગેરે પૂછીને, સ્નેહદ્રષ્ટિથી તેને વારંવાર જોતી પોતાને ઘરે ગઈ. કુમાર પણ પોતાના મુકામે આવ્યો. બીજે દિવસે પણ કમલવતી પૂજા કરવા આવી. કુમારે તેને જોઈ. પૂજા કર્યા બાદ વીણાવાદન પૂર્વક સંગીત કરીને તે ઘરે ગઈ. કુમાર તેનું ગાન તથા વીણાનો સ્વર સાંભળીને મનને વિષે ચિંતવવા લાગ્યો કે “જો આ બાલાને પરણું તો જ મારો જન્મ સફલ છે, નહીં તો આ જીવિતથી શું?’ એ પ્રમાણે તેના રાગે વાહ્યો સતો ત્યાં જ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 344