Book Title: Updeshmala Author(s): Jain Prakashan Mandir Publisher: Jain Prakashan MandirPage 10
________________ (૧) રણસિંહ કથા તેઓને વંદન કરીને તેમની પાસે બેઠો. મુનિએ પણ ‘આ યોગ્ય છે’ એવું જાણીને તેને ધર્મનો ઉપદેશ દીધો, તે આ પ્રમાણે— “આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને ગર્ભમાં સ્ત્રીની કુક્ષિને વિષે દુઃખ છે. ત્યાર પછી બાલ્યાવસ્થામાં પણ શરીર મલથી ખરડાયેલું રહે છે, તેમજ સ્ત્રીનું સ્તનપાન કરવું પડે છે તે પણ દુઃખ છે. તરુણવયમાં વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધાવસ્થા તો તદ્દન સુખરહિત જ છે; તેથી હે મનુષ્યો! સંસારમાં કંઈ પણ સુખ હોય તો કહો.” કે આ પ્રમાણે સાંભળીને રણસિંહે કહ્યું કે આપે કહ્યું તે સત્ય છે.’ સાધુએ રણસિંહને ધર્મ ઉપર રુચિવાળો જાણીને પૂછ્યું કે ‘હે વત્સ! તું હંમેશાં આ પ્રાસાદને વિષે પૂજા કરવા આવે છે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘હું અહીં આવીને રોજ પૂજા કરું એવું મારું ભાગ્ય ક્યાંથી ?” સાઘુએ કહ્યું કે “જિનપૂજાનું મોટું ફળ છે. કહ્યું છે કે ‘પ્રભુની પ્રતિમાને પ્રમાર્જન કરવામાં સોગણું પુણ્ય છે, વિલેપન કરવામાં હજારગણું, પુષ્પની માળા પહેરાવવાથી લાખગણું પુણ્ય છે અને ગીત વાજિંત્રાદિનું અનંતગણું પુણ્ય છે.' તેથી જો દરરોજ તું પૂજા કરવાને અસમર્થ હો તો દેવદર્શન કર્યા પછી ભોજન લેવું એવો અભિગ્રહ લે તોપણ તું સુખનું ભાજન થઈશ.’’ આ પ્રમાણે સાંભળીને રણસિંહે તે પ્રમાણે અભિગ્રહ લીધો, અને ચારણ ઋષિઓ આકાશને વિષે ઉત્પતી (ઊડી) ગયા. હવે રણસિંહ હમેશાં જ્યારે ક્ષેત્રને વિષે પોતાને માટે ભોજન આવે છે ત્યારે હળ છોડીને કૂકરંબાદિ નૈવેદ્ય લઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવા જાય છે અને પછી ભોજન લે છે. એ પ્રમાણે અભિગ્રહ પાળતાં બહુ દિવસો નિર્ગમન થયા. એક દિવસ ચિંતામણિ યક્ષ તેની પરીક્ષા કરવા માટે સિંહનું રૂપ લઈને દેરાસરનાં દ્વારની આડો બેઠો. તે અવસરે રણસિંહ કુમાર પણ નૈવેદ્ય લઈને ભગવાનના દર્શન કરવા માટે આવ્યો, ત્યાં સિંહને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘ગ્રહણ કરેલા નિયમનો ભંગ તો પ્રાણાંતે પણ કરવો યોગ્ય નહીં. વળી જો આ સિંહ છે તો હું પણ રણસિંહ છું, એ મને શું કરશે?' એ પ્રમાણે શુરવીરપણાથી તેણે સિંહને શું હાર્ક મારી કે ‘છેટે ખસી જા, મારે અંદર જવું છે.’ તેનું આવું સાહસ જોઈને તે સિંહ અદૃશ્ય થયો. પછી જિનભક્તિ કરીને, રણસિંહે પોતાના ક્ષેત્રે આવી ભોજન કર્યું. · એકદા ત્રણ દિવસ સુધી અતિ મેઘવૃષ્ટિ થઈ, તેથી નદીમાં પૂર આવવાથી ત્રણ દિવસ સુધી ઘરેથી ભાત પણ આવ્યો નહીં. ચોથે દિવસે ભાત આવ્યો, એટલે જિનગૃહે જઈ નૈવેદ્ય ઘરી જિનદર્શન કરીને પોતાના ક્ષેત્રે આવી વિચાર કરવા લાગ્યો કે ‘જો કોઈ અતિથિ આવે, તો તેને ભાવપૂર્વક કાંઈક આપીને પછી પારણું કરું.’ એવો વિચાર કરે છે, તેવામાં બે મુનિઓ ભાગ્યવશાત્ ત્યાં આવી ચડ્યા. તેPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 344