Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 8
________________ શ્રી ઘર્મદાસગણિ વિરચિત શ્રી ઉપદેશમાળા ગુજરાતી ભાષાંતર (પીઠિકા) શ્રેય કરનાર, ઇચ્છિત વસ્તુને આપનાર અને કર્મસમૂહને જીતનાર એવા વીરભગવાનને પ્રણમીને ઉપદેશમાળા નામના ગ્રંથમાં આવેલા પદોના અર્થમાત્રને ફુટ કરવા વડે કિંચિત્માત્ર તેનું વિવરણ રચું છું. જોકે આ ગ્રંથની અનેક ટીકાઓ છે તોપણ જગતને વિષે ચંદ્રમા પ્રકાશમાન થયે સતે શું ઘરને વિષે દીવો કરવામાં નથી આવતો? આવે છે. તેવી રીતે હું આ ગ્રંથની અનિંદ્ય એવી ટીકા કરું છું. શ્રી ઘર્મદાસગણિએ પોતાના પુત્રને બોઘ આપવા અર્થે અનેક જનોને ઉપકાર કરનારો તથા ભવ્યજીવોના કલ્યાણરૂપ, આ સુખે બોઘ થાય તેવો ગ્રંથ રચ્યો છે. પ્રારંભમાં ઘર્મદાસગણિના પુત્ર રણસિંહનું કર્મનો ક્ષય કરનારું શુભ ચરિત્ર કહું છું. ' રણસિંહ કથા જંબુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં સમૃદ્ધિવાન “વિજયપુર' નામનું નગર છે. ત્યાં વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને “અજયા” ને “વિજયા' નામની બે રાણીઓ હતી. તેમાં વિજયા રાણી નૃપને અતિ વલ્લભ હતી. તે સ્વપતિ સાથે વિષયસુખનો આનંદ લેતી સતી પાર્ભવતી થઈ. તેને ગર્ભવતી થયેલી જોઈને તેની શોક્ય અજયાને વિચાર થયો કે “મારે પુત્ર નથી, તેથી જો વિજયાને પુત્ર થશે તો તે સજ્યાઘિપતિ થશે.” એવું વિચારી તેણે દ્વેષથી સયાણીને બોલાવી પુષ્કળ ઘન આપીને કહ્યું કે “જ્યારે વિજયાને પુત્ર થાય ત્યારે કોઈ મૃત પુત્રને લાવીને તેને બતાવવો અને તે પુત્ર મને આપવો.” એ પ્રમાણે તેણે સુયાણીની સાથે નક્કી કર્યું. ત્યાર પછી વિજયા રાણીને પૂર્ણ માસે પુત્ર જન્મ્યો. તે સમયે પાપી સુયાણીએ કોઈ મૃત બાળકને લાવી તેને બતાવ્યો, અને તેના પુત્રને તેની શોકય અજમાને સ્વાધીન કર્યો. તેણે એક દાસીને બોલાવીને કહ્યું કે “બાળકને વનને વિષે કોઈ અંઘ કૂવામાં નાંખી આવ.' દાસી તે બાળકને લઈ વનમાં ગઈ અને કૂવા સમીપ આવી, એટલે તેને વિચાર થયો કે “મને દુષ્ટ કર્મ કરનારીને ધિક્કાર છે કે હું આ બાળકને મારી નાંખવા તત્પર થઈ છું. આ મોટું પાપ છે. આ કૃત્યથી મને કોઈ પ્રકારની બર્થસિદ્ધિ થવાની નથી, પણ ઊલટો નરકાદિ ગતિની પ્રાપ્તિરૂપ અનર્થ તો નક્કી જ છે.” એવું વિચારી કૂવાને કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાળકને મૂકીને તે પાછી આવી, અને અજય રાણીને જણાવ્યું કે “મેં તે બાળકને કૂવામાં નાંખી દીઘો.” પોતાની શોક્યના પુત્રને મારી નંખાવવાથી અજયાને ઘણો હર્ષ થયો. તે અવસરે સુંદર નામનો એક કૌટુંબિક (ખેડૂત) ઘાસ લેવા માટે તે વનમાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 344