Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 9
________________ ઉપદેશમાળા આવ્યો. ત્યાં પેલા રડતા બાળકને જોઈને તેને દયા આવી. તેથી ઘણા હર્ષથી ઘરે લાવી તે બાળક પોતાની પ્રિયાને આપીને કહ્યું કે “હે સુંદર લોચનવાળી સ્ત્રી! વનદેવતાએ આપણને આ મનોહર બાળક અર્પણ કરેલ છે, તેથી તારે તેનું પુત્રવત્ રક્ષણ કરવું ને પાલનપોષણ કરવું.” તે પણ તેનું સમ્યક્ પ્રકારે પાલનપોષણ કરવા લાગી અને રણને વિષે મળ્યો હોવાથી તેણે તે બાળકનું નામ “રણસિંહ' પાડ્યું. તે દિનપ્રતિદિન બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. હવે કેટલાક દિવસ પછી કોઈએ વિજયસેન રાજાને તેના પુત્રને મારી નંખાવ્યાનું સર્વ વૃત્તાંત કહ્યું તેથી તેને ઘણું દુઃખ થયું. તે વિચારવા લાગ્યો કે જેણે મારા પુત્રરત્નને મારી નંખાવ્યો તે દુષ્ટ રાણીને ઘિક્કાર છે! આ સંસારસ્વરૂપને પણ ધિક્કાર છે કે જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓ સ્વાર્થવૃત્તિને વશ થઈને આવા દુષ્ટ કર્મ આચરે છે. તેથી એવા સંસારમાં રહેવું તે જ અઘટિત છે. આ લક્ષ્મી ચલિત છે, પ્રાણ પણ ચંચળ છે, આ ગૃહવાસ પણ અસ્થિર ને પાશરૂપ છે, તેથી પ્રમાદ છોડીને ઘર્મને વિષે ઉદ્યમ કરવો જોઈએ. કહ્યું છે કે “સંપદા જલના મોજા જેવી ચપલ છે, યૌવન ત્રણ-ચાર દિવસનું છે, આયુષ્ય શરદઋતુના વાદળા જેવું ચંચળ છે, તો ઘનથી શું કામ છે? અનિંદ્ય એવો ઘર્મ જ કરો.” વળી એવી કોઈ કળા નથી, એવું કોઈ ઔષઘ નથી, અને એવું કોઈ વિજ્ઞાન નથી કે જેથી કાળસર્વે ખવાતી એવી આ કાયાનું રક્ષણ કરી શકાય.' આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલા વિજયસેન રાજાએ પોતાના કોઈ વંશજને રાજ્ય સોંપીને પોતાની પ્રિયા વિજયા તથા “સુજય' નામના તેના ભાઈ સહિત વીરભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતે સ્થવિરોને સોંપી દીઘા. અનુક્રમે વિજયસેન નામના નવ દીક્ષિત મુનિ સિદ્ધાંતના અધ્યયન કરીને મહાજ્ઞાની થયા. તેમનું “ઘર્મદાસગણિ” એવું નામ રાખવામાં આવ્યું, અને તેના સાળા સુજયનું નામ જિનદાસગણિ” રાખવામાં આવ્યું. અન્યદા ભગવંતની આજ્ઞા લઈને બહુ સાઘુઓથી પરવરેલા તેઓ પૃથ્વીને વિષે ભવ્ય જીવોને બોઘ કરતા સતા વિહાર કરવા લાગ્યા. હવે પેલો રણસિંહ નામે બાળક બાલ્યાવસ્થામાં પણ રાજક્રીડા કરતો સતો યૌવનાવસ્થા પામ્યો. અને સંદરને ઘરે રહીને તેનાં ક્ષેત્ર (ખેતર) સંબંધી કાર્યો કરવા લાગ્યો. તેના ક્ષેત્ર સમીપે ચિંતામણી યક્ષથી અધિષ્ઠિત થયેલું શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય આવેલું છે. ત્યાં વિજયપુરના ઘણા લોકો આવીને હંમેશા શ્રદ્ધાપૂર્વક પૂજાસ્નાન આદિ કરે છે અને તેઓનાં મનોવાંછિત તે યક્ષ પૂરા પાડે છે. એક વખત કૌતુક જોવાને અર્થે રણસિંહ પણ ત્યાં ગયો. ત્યાં પ્રતિમાના દર્શન કરતો ઊભો હતો, તેવામાં ચારણઋષિઓ ત્યાં વંદના કરવા આવ્યા. રણસિંહ પણ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 344