________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ હોય છે. ત્યાર પછી બન્ને યુગલનો ઉદય પરાવર્તમાનપણે હોય છે. વેદત્રિકના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણામાં રહેલા પોત-પોતાના વેદોદયવાળા જીવો છે.
* નરકાયુ અને નરકગતિના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણામાં રહેલા નારકો છે. દેવાયુ અને દેવગતિના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણામાં રહેલા દેવો છે. તિર્યંચાયુ અને તિર્યંચગતિના ઉદયના સ્વામી ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા તિર્યંચો છે. મનુષ્યાય અને મનુષ્યગતિના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણામાં રહેલા મનુષ્યો છે.
દેવાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા દેવો છે. નરકાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૪ ગુણઠાણે રહેલા નારકો છે. તિર્યંચાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨ ગુણઠાણે રહેલા તિર્યંચો છે અને મનુષ્યાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે રહેલા મનુષ્યો છે.
એકેન્દ્રિય-વિકલેન્દ્રિયનામકર્મના ઉદયના સ્વામી એકેન્દ્રિય-વિકસેન્દ્રિય જીવો છે. પંચેન્દ્રિયજાતિનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિયજીવો છે.
જ આહારકશરીરી અને વૈ.શરીરી તિર્યંચ-મનુષ્યોને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા તિર્યંચ-મનુષ્યો .શ., ઔ.સંઘાતન, ઔ.બંધનચતુષ્કના (ઔષર્કના) ઉદયના સ્વામી છે. આહારકશરીરી-વૈ.શરીરી અને એકેન્દ્રિયને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણાઠાણાવાળા તિર્યંચ-મનુષ્યો . અંગોપાંગના ઉદયના સ્વામી છે. વૈ. ષકના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-નારકો, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વૈ.શરીરી પર્યાપ્તબાદર-વાઉકાય છે. તથા વૈ.અંગોપાંગના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-નારકો, .શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો છે. આહારકદ્ધિકના ઉદય સ્વામી આહારકશરીરી પ્રમત્તસંયમી છે. તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર અને શુભ-અશુભના (નામકર્મની ધ્રુવોદયી-૩૩ના) ઉદયના સ્વામી ૧ થી ૧૩ ગુણાઠાણાવાળા જીવો છે.
પ્રમત્ત સંયમી આહાર શરીર બનાવીને અપ્રમત્તે જાય છે એટલે અપ્રમત્તે પણ આહારકદ્વિકનો ઉદય હોય છે. પણ તે અલ્પકાલીન હોવાથી વિવક્ષા કરી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org