Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
પર
ઉદયસ્વામિત્વ દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... (૧૩-૧૪-૧૫)
मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअटूणा खलु असीई ॥ १६ ॥
ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યંચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬)
णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ । सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥
ગાથાર્થ: દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યરત્યાદિ -૩૧, નપુંસકપંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪ર વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રઢિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮) . विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । कुखगइदुपणिदतसं विणु ओहे एगिदियेऽसीइ ॥ १९ ॥
ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિદ્રિક, પંચેન્દ્રિય અને ત્રસ - એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74