________________
૪૦
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
અસંજ્ઞીમાર્ગણામાં કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉદય માનવા અને ન માનવા અંગેના મતાંતરોનો સંગ્રહ– પ્રકૃતિઓ
માનનારા મતો | ન માનનારા મતો | ૧ | મનુષ્યત્રિક
ષડશીતિ-પન્નવણા વગેરે | બંધશતક છ સંઘયણ-છ સંસ્થાન | સપ્તતિકા
ભગવતી-પન્નવણા વગેરે સુભગાદિ સપ્તતિકા
*ગોમ્મસાર
બંધશતકમતે લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યો પણ સંજ્ઞી તરીકે મનાય છે. (બંધશતકમાં મનુષ્યગતિ-માર્ગણામાં લબ્ધિપર્યાપ્તસંજ્ઞી અને લબ્ધિઅપર્યાપ્તસંજ્ઞી – એમ બે જ જીવસ્થાનક મનાય છે.) એટલે તેમના મતે અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય સંભવી શકે નહીં.
જ્યારે ષડશીતિ-પન્નવણા વગેરેમાં મનુષ્યોને અસંશી તરીકે પણ કહ્યા છે. એટલે તેમના મતને અનુસરી અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહ્યો છે.
6 ભગવતી-પન્નવણા વગેરેમાં અસંજ્ઞી જીવોને માત્ર છેલ્લું સંઘયણ અને છેલ્લે સંસ્થાન જ કહ્યું છે. જયારે સપ્તતિકામાં છએ સંઘયણ-સંસ્થાનનો ઉદય કહ્યો છે.
* ગોમ્મસારમાં અસંજ્ઞીમાર્ગણામાં સુભગાદિ કર્મપ્રકૃતિનો ઉદય નથી મનાયો, જ્યારે સપ્તતિકામાં તેઓનો પણ ઉદય કહ્યો છે.
જ આ બધા મતોનું શાસ્ત્રપાઠ સાથે સુવિશદ નિરૂપણ, ઉદયસ્વામિત્વની સંસ્કૃત વૃત્તિમાં કરાયું છે. જિજ્ઞાસુઓને તેનું અવલોકન કરવાની ભલામણ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org