________________
શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમઃ | ॥ श्रीतपागच्छाचार्यश्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
નમ: |
ઉદથસ્વાઝિવ
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ..
મંગળાચરણ -
पणमिअ सिरिवीरजिणं सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाईमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥
શ્રી વીરજિનેશ્વરને નમીને અને ચરણયુગલરૂપી કમળ જેમના પવિત્ર છે એવા સદ્ગુરુને નમીને, નરકગતિ વગેરે બાસઠ માર્ગણાઓમાં હું ઉદયસ્વામિત્વને કહીશ.. પીઠિકા :
“ઉદય' એટલે જ્ઞાનાવરણાદિ કર્મોને વિપાકથી ભોગવવું; તેનું અધિપતિપણું; અર્થાત્ કયા કર્મનો કયા જીવોને ઉદય હોય તે. આની વિચારણા આ ગ્રંથમાં કરવાની છે.
આપણે મૂળ ચૌદ અને ઉત્તર બાસઠ માર્ગણાને લઇને વિચારણા કરીશું અર્થાત્ કઈ માર્ગણામાં રહેલા જીવોને કયા ગુણસ્થાનક સુધી કેટલી કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય; તે વાત, દીક્ષાદાનેશ્વરી આચાર્ય વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ ગ્રંથના આધારે વિચારીશું...)
હવે સૌ પ્રથમ ગ્રંથ સમજવામાં સુગમતા રહે; એ માટે આપણે ત્રણ વિષયોને જોઈએ : (૧) સામાન્યથી કઈ મૂળ-ઉત્તર કર્મપ્રકૃતિનો ઉદય કયા જીવોને હોય તે... (૨) કર્મસ્તવમાં કહ્યા મુજબ ઓઘથી કયા ગુણઠાણે કઈ પ્રકૃતિનો ઉદય હોય તે... (૩) ૧૪ માર્ગણા અને તેના ૬૨ ઉત્તરભેદોમાં કેટલા ગુણઠાણા હોય તે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org