Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 4
________________ યોગાનુયોગ સુનંદાબહેન વોહોરા મુંબઈ શહેરમાં અનેકવિધ વ્યક્તિઓનો પરિચય આપણને થતો હોય છે. વળી જીવનનો રાહ બદલાય તેમ પરિચય, પ્રકારો અને પ્રસંગો બદલાતા રહે છે. છેલ્લા લગભગ એક દસકાથી મુંબઈ શહેરમાં સત્સંગ પ્રવચન નિમિત્તે જવાનું થતું. તે કારણે સત્સંગી જિજ્ઞાસુ મિત્રોનું મિલન સ્વાભાવિક રીતે થતું રહ્યું. તેની સાથે સાથે પુણ્યયોગે સાધુ, સંતજનો અને પંડિતજનોના પણ દર્શન મિલનો લાભ મળતો. યોગાનુયોગ આદરણિય પૂ.શ્રી પનાભાઈનો સત્સંગના માધ્યમથી પરિચય થયો. પ્રથમવાર તેમની પ્રવચન શૈલી ગહન લાગી. તાત્વિક હોવા છતાં સૌમ્ય છે. પણ કોણ જાણે તેમની વાણી પ્રત્યે, મૌલિક ચિંતન પ્રત્યે એક આકર્ષણ જરૂર થયું. અને એમ બે ત્રણ વાર પરિચય થયા પછી એટલું સમજાયું કે તેઓની પાસે અનુભવની ચિંતનધારા છે. તે સૂક્ષ્મ અને ગંભીર હોવા છતાં અધ્યાત્મ જીવન માટે ખૂબ જ લાભપ્રદ છે. આવી જિજ્ઞાસાને કા૨ણે મુંબઈ જવાનું થતું ત્યારે ખાસ પૂ.પનાભાઈ સાથે સત્સંગ ચિંતનધારાનો લાભ લેવાનું પ્રાપ્ત થતું અને પછી તો તેમની ચિંતનધારાના સહભાગી થવાનો આનંદ પણ મળતો. ૧૯૯૨ની પરદેશ સત્સંગ યાત્રાના પ્રસંગે તેઓએ સ્વહસ્તે ત્રૈકાલિક આત્મવિજ્ઞાનનું પુસ્તક આપ્યું, તેનું ખૂબ ભાવપૂર્વક વાંચન મનન થયું. અમદાવાદ પાછા ફરી અત્રેના સત્સંગમાં તેનો વિશેષ વિવેચનયુક્ત અભ્યાસ કર્યો. સૌને આનંદ થયો. વળી હવે આ પુસ્તકની નકલો ઉપલબ્ધ ન હોવાથી તેનું પુનઃ મુદ્રણ થાય તેવું અમે વિચારતા હતા. તેમાં પનાભાઈએ સહર્ષ સંમતિ આપી તે બદલ આપણે સૌ તેમના આભારી છીએ. ન તેમાં જૈન શ્વે.મૂ.પૂ. તપગચ્છસંઘ ધાંગધ્રાના કાર્યકરોએ પોતાને આંગણે જેમ ખાણમાં હીરો પ્રગટે તેમ પોતાના ગામમાં પનાભાઈના જન્મને જાણે વધાવી લીધો, વિશેષ તો તેમનું સાધનામય જીવનનું મૂલ્ય તેમને હૈયે વસ્યું અને આવા ઉત્તમ ગ્રંથની પ્રભાવના અને પ્રકાશન કરી ઋણમુકત થવાનું સૌએ નકકી કર્યું, તે ખૂબ આવકારદાયક છે. Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282