Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput Author(s): Yashodevsuri Publisher: Jain Sanskruti KalakendraPage 11
________________ Jain Education International આ આવૃત્તિમાં ગ્રન્થની શરૂઆતમાં પ્રાચીન કલ્પસૂત્રોની સાદી કે સુવર્ણાક્ષરી પ્રતિઓમાં આવતા જૈન કે જૈનાશ્રિત ચિત્રકલાના છ નમૂના આપ્યા છે. અને પુસ્તકનું એક પાનું ખાલી રહેતું હતું તેથી ત્યાં શું મૂકવું એ પ્રશ્ન થયો એટલે સહુની સંમતિ થતાં ૩૭ વર્ષ પહેલાં કપડાં ઉપર જયપુરી ચિત્રકાર પાસે મારી નજર નીચે ચિતરાવેલા જૈનસંઘમાં સર્વોપરિ સ્થાન ધરાવતા બૃહદ્ સિદ્ધચક્ર તથા ઋષિમંડલ આ બંને યંત્રો સંપુટના ૪૮ ચિત્રો પછી આપ્યાં છે. એમાં સિદ્ધચક્ર યંત્ર વસ્ત્ર ઉપર મારી પૂર્ણ પસંદગી પ્રમાણે થએલો અનેક ખૂબીઓ ધરાવતો, સુવર્ણમંડિત અતિ ભવ્ય અને સર્વોત્તમકક્ષાનો છે. એ રીતે ઋષિમંડલનો યંત્ર પણ કપડાં ઉપર જ ચિતરાવેલો છે, પણ આ મંત્ર થોડો અપૂર્ણ છે, પરંતુ કામ સુંદર છે એટલે અહીં છાપ્યો છે. ભાવિકાળમાં તીર્થંકર થનારા આત્માઓની ભૂતકાળથી લઇને ભાવિની આધ્યાત્મિક સાધનાની વિકાસયાત્રા કેવી રીતે ગતિમાન થતી રહે છે, અને એ આત્માઓ વિકાસયાત્રાને અંતે સાધનાની કેવી સિદ્ધિ મેળવે છે, એનું સંક્ષેપમાં છતાં આછું સળંગ દિગ્દર્શન પૃષ્ઠ નંબર ૮૮ ઉપર છે. આ દિગ્દર્શન પહેલી આવૃત્તિમાં જ આપવું ખૂબ જરૂરી હતું પરંતુ તે શકય બન્યું ન હતું. જાણીતાં ચાર ચિત્રો જૈન શાસ્ત્ર-ગ્રન્થોમાં ચાર વસ્તુના ઉલ્લેખો અવરનવર આવતા હોય છે. તે ચારેયનાં નામ અનુક્રમે ચૌદરાજલોક, નંદીશ્વરદ્વીપ, જંબૂઢીપ અને અઢીદ્વીપ છે. આ ચારેય વસ્તુઓ શું છે ? કયાં છે ? કેવી છે ? તેનો બોધ થાય એટલા માટે આ આવૃત્તિમાં તે ચારેયનાં સામાન્ય ચિત્રો આપ્યાં છે. તેનો વિશેષ પરિચય તે ચિત્રોની નીચે જ આપ્યો છે. અઢાર પાપસ્થાનક મનુષ્યોના જીવનમાં રોજે રોજ થતાં અસંખ્ય પાપોનું વર્ગીકરણ કરીને, નકકી કરેલાં મુખ્ય અઢાર જાતનાં પાપો પૂરાં કે ઓછાવત્તાં પ્રમાણમાં જીવો બાંધ્યાં જ કરે છે. તે અઢાર પાપો કયા છે ? તેનું જાણપણું થાય તે માટે તેનાં પ્રકારો, વળી તે પાપનું પ્રાયશ્ચિત શી રીતે કરવું ? વગેરે બોધ માટે જુઓ પરિચય, પૃષ્ઠ નંબર ૧૩૫. બ્રાહ્મીલિપિ-જૈન બ્રાહ્મી લિપિના મૂલાક્ષરોના જ્ઞાન માટે દેવનાગરી લિપિ સહિત બ્રાહ્મી લિપિ પૃષ્ઠ નં.૧૪૮ ઉપર આપી છે. સાત લાખ-ચોરાશી લાખથી ઓળખાતો જીવાયોનિરૂપ આ સંસાર જેમાં અનંતાનંત જીવોનો સમાવેશ થાય છે. એ જીવોની વિવિધ પ્રકારે જે હિંસાઓ થાય છે તે કેવી રીતે ? અને ચોરાશી લાખની ગણતરી કેવી રીતે છે ? રોજે રોજ થતી હિંસાનું પ્રાયશ્ચિત શી રીતે કરવું ? તે વાત ‘સાત લાખ'ના મથાળા નીચે જણાવી છે. (જુઓ પૃષ્ઠ નંબર ૧૮૧) અશોક-શાલવૃક્ષ-તીર્થંકરદેવોનું અશોકવૃક્ષ અને ભગવાન શ્રી મહાવીરનું સ્વતંત્ર ચૈત્ય જ્ઞાનવૃક્ષ બંનેનાં સાદાં ચિત્રો પૃષ્ઠ નં. ૨૦૧ ઉપર આપ્યાં છે. એમાં અશોકવૃક્ષ ચાર કલરમાં કલ્પસૂત્રના રંગીન ચાર ચિત્રોના પાનાંમાં છાપ્યું છે. મહાવીરકાલીન ભારતનો નકશો--ભગવાન મહાવીરના સમયમાં આપણા આ ભારતવર્ષનો નકશો કેવો હતો તે તત્કાલ હું બનાવરાવી શકું તેમ ન હોવાથી, બીજાં બે-ત્રણ પુસ્તકમાં જે છપાઅલો હતો તે જ અહીં છાપ્યો છે. જો કે સમયના અભાવે હું આ નકશાની યથાર્થતા અંગે વિશેષ પરીક્ષણ કરી શકો નથી. * નવીનતાઓની નોંધ અહીં પૂર્ણ થઇ. * * નવાં તે રિત્રોની વિશેષતાઓ શું છે તેનું દિગદર્શન * પરિશિષ્ટમાં નવાં તેર ચિત્રોનો પરિચય આપ્યો હોવા છતાં અહીં સંક્ષેપમાં બીજ થોડી વિશેષતાઓ દર્શાવું છું. ચાર નંબરના વીશસ્થાનકના ચિત્રનું, મારી કલ્પનાનુસારે ચિત્રકારે જે રીતે આયોજન કર્યું છે તે ધ્યાનપૂર્વક જોવાથી બુધ્ધિશાળીઓ અને કલારસિકોને ઘણું જ ગમશે. ચિત્ર જરા આકર્ષક બને એ માટે બાજુમાં ખાસ આપેલી ફૂલોની ડિઝાઇનો ખરેખર ! મનમોહક છે. પહેલી આવૃત્તિ વખતે ચૌદસ્વપ્નનું ચિત્ર આપી શકાયું ન હતું. એ ચિત્ર આ આવૃત્તિમાં ચિત્ર નં. નવમાં દાખલ કર્યું છે. મારા સ્વતંત્ર આઇડિયાથી મેં મારી પસંદગીના કલરો પ્રમાણે આ ચિત્ર કરાવરાવ્યું છે. રાતના સીનમાં કાળો રંગ મૂકવો ન હતો એટલે ચિત્રકારે ખૂબ જ નિષ્ઠાથી તેની એકદમ લાઇટ મુલાયમ બ્લ્યુ ગ્રાઉન્ડ બનાવી, તેના કારણે આખું ચિત્ર આકર્ષક અને મીઠાશભર્યું બની ગયું છે. આ ચિત્રમાં વાચકોને એક વિશેષતા જોવા મળશે. શરૂઆતનાં ત્રણ સ્વપ્નોને ક્રમશઃ ન ગોઠવતાં, નીચેનાં ભાગમાં કેન્દ્રમાં ગોઠવ્યાં છે. નીચેના ભાગે એક રેખાંકનથી (લાઇનવર્ક) સ્વપ્નો જોઇ રહેલાં ત્રિશલામાતાનું ચિત્ર ખાસ ચિતરાવ્યું અને ચિત્રકારે આ ચિત્ર એટલું સુંદર અને આકર્ષક બનાવી દીધું કે સમગ્ર ચિત્રને એ પ્રભાવિત કરી રહ્યું છે. વચમાં ત્રણ સ્વપ્નો વ્યુત્ક્રમથી શા માટે મૂકાવ્યાં તેનો ખાસ જાણવા જેવો ખુલાસો પરિશિષ્ટ વિભાગમાં પૃષ્ઠ નં. ૫૪ ઉપર ચિત્ર નં. નવમાં વાંચી લેવો. તેર નંબરનું ચિત્ર જૈનકલા, જૈન સંસ્કૃતિના ઇતિહાસમાં ૨૫૦૦ વર્ષમાં (પ્રાયઃ) પહેલીજવાર પ્રગટ થઇ રહહ્યું છે. આ જાતનું ચિત્ર તમને કયાંય જોવા નહીં મળે. આ ચિત્રની ડિઝાઇન બીજાં બધાં ચિત્રોથી જુદી પડી જાય તે રીતે કરાવી છે અને તેથી બીજા ચિત્રોથી વધુ આકર્ષક બને એ રીતે છાપ્યું છે. આ સંપુટમાં કંઇક વૈવિધ્ય અને નવીનતા બતાવવી એટલે આ આવૃત્તિમાં બે ચિત્રો જાણીને ખાસ નમૂનારૂપે બોર્ડરવાળાં બનાવરાવ્યાં છે. તે પૈકીનું આ બીજું ચિત્ર છે. પરમાત્મા જેવા મહાન તીર્થંકરપુત્ર જોડે માતાપિતાના લાડ કે વહાલના એકાદ-બે પ્રસંગો રજૂ થાય તે અનેક રીતે જરૂરી હતું. આ માટે વિશેષ પરિચય પાછળ પરિશિષ્ટમાં જોઇ લેવો. વીતરાગનું શાસન એટલે અધ્યાત્મપ્રધાન જીવન જીવવાનો આદેશ આપનારું શાસન. ત્યાગ - વૈરાગ્યપ્રધાન જૈનધર્મની અસર વરસોથી પરમત્યાગી એવા સાધુ સંતો ઉપર જવલંત રીતે રહેતી હતી જ એટલે સાંસારિક કોઇપણ પ્રસંગો બતાવવા તરફ ઉદાસીનતા હતી, એના કારણે ભગવાનના માતાપિતાના વાત્સલ્યના, લગ્નના, કુટુંબ અને મિત્રો સાથેના મિલનના પ્રસંગો બારસાસૂત્રની સચિત્ર પ્રતિઓમાં કે અન્યત્ર કયાંય જોવા મળતા નથી. મને થયું કે જે ઘટના સૌની જાણીતી જગજાહેર છે તો પછી તેને ચિત્રમાં શા માટે અંકિત ન કરવી ? એટલે સર્વાંગી વિચાર કર્યા બાદ આ ચિત્ર મૂકયું છે. જે સંસારી કુટુંબોને જરૂર ગમશે. મારી ઇચ્છા ભગવાનના મહત્ત્વને વાંધો ન આવે તે રીતે એમના જુદા જુદા દિનચર્યાના તથા અનેક પ્રસંગો ચિતરાવવાની હતી પરંતુ કેટલાંક કારણોસર અને સમયના અભાવે દુર્લભ બનેલી ચિત્રકારોની ઉપલબ્ધિના કારણે અમલમાં મૂકી શકયો નથી. અહીં ચિત્રમાં તીર્થંકર થનાર વ્યક્તિનો ધર્મપત્ની શ્રી યશોદાનો બાળકોના મહાવીર' આ પુસ્તક ૨૦ વર્ષ ઘર મુંબઇમાં તૈયાર થઇ રહ્યું હતું, જેમાં ૧૦૦ થી વધુ ચિત્રો આપ્યાં હતાં, પણ તે પ્રકાશિત થવા ન પામ્યું, For Personal & Private Use Only www.jalhilbrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 301