Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

Previous | Next

Page 9
________________ સંપુટની બીજી આવૃત્તિમાં છાપેલાં પ્રકાશકીય અને સંપાદકીય બંને નિવેદનો આ ત્રીજી આવૃત્તિમાં પણ છાપ્યાં છે. એમાં પ્રસ્તુત ચિત્રસંપુટના જન્મથી લઇને પૂર્ણાહુતિ સુધીની ઘણી ઘણી બાબતોનો સંક્ષિપ્ત ઉલ્લેખ અને જાણકારી આપી છે. એમ છતાં આ પુસ્તકનું સૌથી આકર્ષક, અત્યન્ત ઉપયોગી, બોધક અને મર્મજ્ઞ અંગ જો કોઇપણ હોય તો આ પુસ્તકમાં આપેલાં ૧૪૪ પ્રતીકો (સિમ્બોલો), ૮૦રેખાપટ્ટીઓ (બોર્ડરો) છે અને તેનો પરિચય આ પુસ્તકના અન્નમાં આપ્યો છે. આ પ્રતીકો અને બોર્ડરોનો પરિચય ન આપું તો ખાસ કોઇ અર્થ ન સરે. બીજી બાજુ આ પુસ્તક કલાનું હતું અને તેના કદની મર્યાદા હતી છતાં પાછલા ભાગમાં પુસ્તકની મર્યાદાનું ધ્યાન રાખીને પણ ત્રણ ભાષામાં ઠીક ઠીક રીતે વિસ્તૃત પરિચય આપ્યો છે. આ પરિચયમાં વાચકોને નવી નવી બાબતો, ઘણી ઘણી જાણકારી અને અભૂતપૂર્વ વાતો વાંચવા મળશે. માત્ર પ્રતીકો અને બોર્ડરોનું તેના પરિચય સાથેનું એક સ્વતંત્ર પુસ્તક જલદી બહાર પાડવા પંદર વર્ષથી રસિક વાચકો તરફથી ખાસ આગ્રહ રહે છે. મારી ઇચ્છા પણ બોર્ડરો અને પ્રતીકોના છાપકામ સાથે દશ વર્ષ પહેલાં તેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની ખાસ હતી. તે અંગેની હિલચાલ પણ કરેલી પરંતુ અન્ય કાર્યોની રોકાણ વગેરે કારણે તે શકય ન બન્યું. હવે એકાદ વર્ષ પછી પણ તે પ્રકાશિત થાય તેવી ઉમેદ રાખી છે. વિવિધ નોંધો અને પ્રકીર્ણક વિચારણાઓ સંસારમાં કલાકારો એક એકથી ચઢિયાતા હોઇ શકે છે. વળી ચિત્રની પસંદગી સહુની જુદી જુદી હોય છે. એક જ ચિત્રકાર બધાની પસંદગી કે દ્રષ્ટિને સંતોષી શકે તેવું ચિત્ર કદી બનાવી શકતો નથી એ હકીકત છે. એમ છતાં ચિત્રસંપુટનાં ચિત્રો દેશ-પરદેશમાં હજારોની આંખોને અને હૈયાને સંતોષી શકયા છે, એ નિર્વિવાદ બાબત છે. સિદ્ધચિત્રકાર શ્રી ગોકુલભાઇના હાથમાં અને નજરમાં એક સિધ્ધિ છે જેથી તેઓ ખાસ કરીને તીર્થંકર દેવની કે મનુષ્ય વર્ગની આકૃતિઓ પ્રપોશનનો સિદ્ધાન્ત જાળવી સપ્રમાણ બનાવી શકે છે. અહીંયા કુશળ ચિત્રકાર ગોકુળભાઇએ પોતાનાં ચિત્રો કોઇ એક જ શૈલીમાં કર્યાં નથી, પરંતુ મિશ્ર શૈલીમાં આલેખ્યાં છે. પ્રાચીન- અર્વાચીન કલાપધ્ધતિને ધ્યાનમાં રાખીને ઉપસાવ્યાં છે. જયાં જરૂર પડી ત્યાં ત્યાં અજન્ટાનાં ગુફાચિત્રો અને સાંચીના સ્તુપ શિલ્પોનો પણ આધાર લીધો છે. ભગવાન મહાવીરના શાસનમાં આ જાતની અદ્ભુત અને અનુપમ કહી શકાય તેવી ચિત્રાવલી (પ્રાયઃ) પહેલીજવાર તૈયાર થઇ છે. એકંદરે ચિત્રકારના ગતજન્મના કલાના સંસ્કાર, કલાની એમની ઊંડી ભવ્ય સૂઝ, સાથે સાથે અમારૂં વ્યાપક અને માર્મિક માર્ગદર્શન અને મળેલી અમારી પોતાની પણ કલાની ઊંડી સૂઝ-સમજ, આ બંનેના સહયોગથી થયેલાં ચિત્રોએ સહુને ખૂબ જ આકર્ષ્યા છે અને દેશ-પરદેશમાં સર્વત્ર અકલ્પનીય અને ભારે આદરમાન પામ્યાં છે. આ ચિત્રોમાં કયા ગ્રન્થનો પ્રધાન આધાર લીધો છે. ભગવાન મહાવીરનાં પ્રાચીન ચરિત્રો મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશભાષા તથા ગુજરાતીમાં મળે છે. આ ચરિત્રોમાં કેટલીક હકીકતોમાં સારી એવી ભિન્નતાઓ મળે છે એટલે અમોએ આ ચિત્રો પ્રધાનપણે કલ્પસૂત્ર- સુબોધિકા ટીકાને પ્રાધાન્ય આપી બનાવ્યાં છે. ભગવાન મહાવીરના જીવનના બધા ગ્રન્થોના મતભેદોની તાલિકા તથા ૪૮ ચિત્રોના લખેલ પરિચયના કઠિન શબ્દોનો અર્થકોશ, તેઓશ્રીના દરેક ચાતુર્માસ દીઠ શું શું ઘટનાઓ બની એની યાદી વગેરે આપવું હતું પણ આથી કલાના ગ્રન્થનું કદ વધે અને કલાના ગ્રન્થમાં જરૂર પણ નહીં તેથી મહાવીરને લગતી બીજી ઘણી બાબતો જતી કરી છે. દક્ષિણ ભારતની ચાર ભાષામાં ચિત્રસંપુટ પ્રગટ થઈ ન શકયું. દક્ષિણ ભારતની તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ ચાર ભાષામાં લખેલા પરિચયનું મેટર મારી પાસે પંદરેક વરસથી પડયું છે. મદ્રાસ કે બેંગલોરના સંઘે ઉત્કટ નિષ્ઠાથી આ પ્રકાશનનું કાર્ય જો માથે લીધું હોત તો તે પ્રગટ થઇ ગયું હોત અને સમગ્ર દક્ષિણ ભારતને ભગવાન મહાવીર જેવી મહાન વ્યકિતનો આછો પરિચય પ્રાપ્ત થાત, પણ એ કાર્ય ન થતાં મને ઘણો જ રંજ રહી ગયો છે અને હવે કોઇ આશા નથી. નાનું ભારત ગણાતા મહાન મુંબઇ શહેરમાં હેંગીંગ ગાર્ડન સામે જ ભગવાન શ્રી મહાવીરના કીર્તિસ્થંભનું સાત મજલાવાળું કામ શિલ્પ, સ્થાપત્ય, કલા વગેરેની દ્રષ્ટિએ અજોડ કરવાની ભાવના હતી પરંતુ ત્યાંની ધરતી પથ્થરની નીકળતાં એ કામ મુલતવી રહ્યું અને અમો મુંબઇથી વિહાર કરી ગયાં. વિશ્વની મોટી પાંચ ભાષામાં સંપુટ પ્રગટ થઇ ન શકયું પરદેશમાં વસતી મોટી સંખ્યાની જનતાને ભગવાન મહાવીરના જીવનકવનની જાણ કરવી હોય તો વિશ્વની મુખ્ય પાંચ ભાષામાં તે છાપવું જોઇએ. આ માટે પાંચેય ભાષામાં ટ્રાન્સલેશન કરવું જોઇએ. તેમાં અમે ફ્રેન્ચ ભાષામાં ટ્રાન્સલેશન કરાવરાવ્યું. જર્મન, સ્પેનીસ વગેરે ભાષામાં કરવાનું હતું પણ કરનારા ન હતા. તે પછી તો અમારો વિહાર મુંબઇથી પાલીતાણા તરફ થયો. ઘણી હિલચાલ કરવા છતાં સફળતા ન મળી, અને મારા મહાવીરની મહાન કથાને વિશ્વભરમાં મોકલી ન શકો તેનો ભારે રંજ રહી ગયો. મુંબઇના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફલોરમાં નેચરલ વાતાવરણમાં લાઇફ સાઇઝનાં જે રીતે પૂતળાં (સ્ટેચ્યુ) રજૂ કર્યાં છે તે રીતે ભગવાન મહાવીરનું જીવનદર્શન ઊભું કરવાની ભાવના હતી, તે માટે મુંબઇમાં કે બીજે સ્થળે થઇ શકે તેની વિચારણા પણ કરેલી પરંતુ મારી અનેક પ્રવૃત્તિ વચ્ચે આ કાર્ય માટે સમય ફાળવી શકયો નહીં અને તે કાર્ય પણ મુલતવી રહ્યું. મારા મનમાં ભગવાન મહાવીરને લગતી ઘણી બધી ભાવનાઓ ધરબાએલી છે. કેમકે આ એક જ ભગવાનનું જીવન એવું છે કે આ વિષમકાળમાં માનવજાતને જાતજાતની અનેક પ્રેરણાઓ આપી જાય તેવાં અનેક રહસ્યોથી ભરપૂર છે. પણ વ્યકિતના ભાગ્યમાં જેટલું લખાયું હોય તેટલું જ શક્ય બને છે. ભવિષ્યમાં અન્ય કલાપ્રેમી, કર્મઠ મહાનુભાવો આ દિશામાં જરૂર પ્રયત્ન કરતા રહે તેવી વિનંતિ. પહેલી બે આવૃત્તિ કરતાં ત્રીજી આવૃત્તિમાં શું વિશેષતા કે નવીનતાઓ ઉમેરાણી છે ?& ૧. નવાં ૧૩ ચિત્રોનો વધારો, ૨, ૧૯ પટ્ટીઓ, ૩. ૩૯ પ્રતીકો, ૪. ૪૮ ચિત્રોની ત્રણ ભાષામાં અનુક્રમણિકા, ૫. સિદ્ધચક્રનો યંત્ર, ૬. ઋષિમંડલનો યન્ત્ર, ૭. ભાવિકાળમાં તીર્થંકર થનારો આત્મા પરમાત્મા કેવી રીતે બને છે તેનો આછો ચિતાર, ૮. ચૌદરાજલોક વગેરેનાં ભૌગોલિક ચાર ચિત્રો, ૯. પાપ ક્ષમાપના સૂત્ર-અઢાર પોપચાનક, ૧૦. જૈનાગમોની બ્રાહ્મીલિપિ, ૧૧. જીવક્ષમાપનાસૂત્ર-સાત લાખ, ૧૨. અશોક અને શાલવૃક્ષનાં ચિત્રો, ૧૩. ભારતનો મહાવીરકાલીન નકશો, ૧૪. કલ્પસૂત્રની પદ્ધતિનાં ચાર ચિત્રો પરિચય સાથે વગેરે વિશેષતાઓ ત્રીજી આવૃત્તિમાં જોવા મળશે. પહેલી બે આવૃત્તિનાં ચિત્રો ઓફસેટ પેપર ઉપર હતાં જયારે આ આવૃત્તિમાં તે ફોરેન આર્ટપેપર ઉપર છાપ્યાં હોવાથી જોનારાઓને ખૂબ જ આનંદ આપશે. પહેલી-બીજી બંને આવૃત્તિ લગભગ સરખી હતી. આ ત્રીજી આવૃત્તિનું લખાણ ફોટોકમ્પોઝથી કરવામાં આવ્યું છે. કેમકે ફોટોકમ્પોઝમાં ટાઇપો અખંડ અને ઉઠાવદાર છપાય છે તેથી પ્રિન્ટીંગ આકર્ષક બન્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 301