________________
આ આવૃત્તિમાં પૃષ્ઠ નંબરની શરૂઆત પેપર કટીંગવાળા નવકારમંત્રના ચિત્રને છોડીને તે પછીના પૃષ્ઠથી સમજવી,
પુસ્તકની કાયા લગભગ ડબલ થઇ જવાથી તેનું કદ ઠીક ઠીક બદલાઇ ગયું છે. આટલું બધું જાડું થઇ જાય તે વપરાશની દ્રષ્ટિએ બંધબેસતું ન હોવા છતાં કોઈ ઉપાય ન હતો.
બીજી આવૃત્તિમાં ૧૬૪ પૃષ્ઠ હતાં પણ આ આવૃત્તિમાં ૨૨૬ પૃષ્ઠ થવા પામ્યાં છે.
પ્રથમ આવૃત્તિમાં ચિત્રો ૩૫ છાપ્યાં હતાં, તેમાં નવાં ૧૩ ઉમેરાતાં ૪૮ ચિત્રો થયાં, નવાં ૧૩ ચિત્રોના નંબર અનુક્રમે ૨,૪,૯, ૧૩, ૧૭,૨૦,૨૬,૩૮,૩૯,૪૧,૪૨,૪૩ અને ૪પ છે.
નવાં ૧૩ ચિત્રો જે ઉમેરવામાં આવ્યાં છે તેમાં ચિત્ર નં.૨,૩૮ અને આદીશ્વર ભગવાનની ચિત્રશ્રેણિના છે, પરંતુ તે ચિત્રો અતિસુંદર હોવાથી જનતાને તેના દર્શનનો જલદી લાભ આપવાની દ્રષ્ટિએ ભગવાન શ્રી મહાવીરની ચાલુ આવૃત્તિમાં જ દાખલ કર્યા છે. સંપુટ નં. ૨ કોણ જાણે કયારે છપાય ? તેથી ભગવાન મહાવીરનું જીવન ચીતરાવનારે આ ત્રણ ચિત્રો બાદ કરીને ચિતરાવવું.
બીજી આવૃત્તિમાં ચિત્રો નીચેની રેખાપટ્ટીઓ - બોર્ડરી ૬૦ હતી તે વધીને ૮૦ થઇ છે અને ચોરસ પ્રતીકચિત્રો ૧૦૫ હતાં તે વધીને ૧૪૪ થયાં છે.
બીજી આવૃત્તિમાં પાછલા ભાગમાં બોર્ડરો અને પ્રતીકોનું આપેલું લખાણ માત્ર ગુજરાતી ભાષામાં જ હતું પણ આ આવૃત્તિમાં તેનો હિન્દી અને ઈંગ્લીશ અનુવાદ આપીને આ ત્રીજી આવૃત્તિ સંપૂર્ણરીતે ત્રણેય ભાષામાં પ્રસિધ્ધ થઈ રહી છે. પહેલી આવૃત્તિ પ્રસંગે પુરતકનું તમામ લખાણ ત્રણ ભાષામાં આપવાની. મારી જે ઉમેદ પૂરી ન થઇ શકી તે આ આવૃત્તિમાં પરિપૂર્ણ થવા પામી છે, જે દેશ-પરદેશ માટે ખૂબ જ જરૂરી બાબત હતી. આમ આ આવૃત્તિમાં મારાં સ્વપ્નાં લગભગ પૂર્ણ થયાં તેનો મને ઘણો સંતોષ થાય છે.
પહેલી આવૃત્તિમાં ૧ થી ૧૦૫ પ્રતીકો એક સાથે જે જે જગ્યાએ મૂક્યાં હતાં પુનઃ તે જ સ્થાને રાખ્યાં છે. ચિત્ર નં.૩૬ થી ચિત્ર નં. ૪૮ સુધીનાં ૩૯ પ્રતીકો જે મૂકયાં છે તે તદ્દન નવાં જ મૂકયાં છે એટલે જૂનાં ૧૦૫ + નવાં ૩૯ મળીને કુલ ૧૪૪ પ્રતીકો થયાં છે. પૃષ્ઠ નંબર ૫૧ થી લઇને તે પછીનાં પૃષ્ઠોમાં લખાણની બાજુની ઉભી સાઇડમાં આયુધો-શસ્ત્રોનાં પ્રતીકોની શ્રેણી એટલા માટે છાપી છે કે દેવ-દેવીઓના વર્ણન પ્રસંગે તથા અન્ય શિલ્પાદિક ગ્રન્થોમાં આ આયુધોના ઉલ્લેખો મળે છે તેથી તેને ઓળખવામાં સરળતા સાથે ઉપયોગી બને.
પુરન કમાં પ્રતીક મૂકવાની શરૂઆત સિંહના ચિત્રથી કરી. છે, કેમકે સિહ એ ભગવાન મહાવીરને ઓળખવા માટેનું લાંછન-ચિન હોવાથી તેને સહુથી પહેલું સ્થાન આપ્યું છે. ત્યારપછીનાં પ્રતીકોનો ક્રમ પણ સુવ્યવસ્થિત રીતે, પૂરી સમજણ અને બુદ્ધિપૂર્વક ગોઠવવામાં આવ્યો છે, ધ્યાનપૂર્વક જોવામાં આવશે તો તે બાબત બરાબર સમજાઇ જશે. પુસ્તકના અંતભાગમાં પટ્ટીઓ અને પ્રતીકોનો જે પરિચય આપ્યો છે તે વાંચવાથી વૈશ્વિક-દુન્યવી જ્ઞાન તથા વિજ્ઞાનનું ઘણું ઘણું જાણાપણું થશે. બોર્ડરો અને પ્રતીકોનો આ પરિચયવિભાગ ખરેખર ! આ ગ્રન્થના શિરમોર જેવો છે, જેને અભ્યાસીઓ અને વિદ્વાનોએ અંતરથી ખૂબ જ ભારોભાર આવકાર્યો છે, અને પ્રતીકો, પટ્ટીઓ અને તેના પરિચય સાથેનું સ્વતંત્ર પુસ્તક છપાવવા માટે વરસોથી વિદ્વાનો ખૂબ જ આગ્રહ કર્યા કરે છે. મારા મન ઉપર આ વાત વરસોથી બેઠી જ છે પણ હવે એકલા હાથે બધે પહોંચી શકાય તેવું નથી છતાં તે કરવાની ભાવના છે,
ત્રીજી આવૃત્તિ માટે બોધક અને પ્રેરણાત્મક વિષયોનાં નવાં જ પ્રતીકો તૈયાર કરવાની ઉમેદ છતાં અર્થપૂર્ણ નવા વિષયો અમારી પાસે સિલકમાં રેહથી ન હતાં. આ પુસ્તક જનધર્મનું હતું, એ માટે પસંદગી માત્ર ધર્મ - સંસ્કૃતિની મર્યાદા જાળવીને કરવાની હતી, અને પાછું પ્રતીક છાપવાનાં હતાં (લગભગ) એક ઈંચની નાનકડી સાઇઝમાં જ ચિત્ર સ્પષ્ટ રીતે છાપી શકાય તે રીતે આકૃતિઓ તૈયાર થઇ શકે તેવી શકયતા ન હતી. વળી મારી સામે બીજી પણ મુશ્કેલીઓ ડોકાતી હતી. રૂબરૂ કામ કરી આપે તેવા આર્ટીસ્ટોની અનુકૂળતા ન હતી. આ બધા કારણે સાર્વજનીન જેવી તૈયાર છપાયેલી ચાલુ ડિઝાઇનોમાંથી જ પ્રતીકો પસંદ કરવાનું મારા માટે અનિવાર્ય હતું. મારી પાસે રહેલાં આપણા દેશ - પરદેશમાં પ્રસિદ્ધ થયેલાં હજારોની સંખ્યાની ડિઝાઇનોવાળાં પુસ્તકોમાં છાપેલી ડિઝાઇનોમાંથી અને કલ્પસૂત્ર બારસાના પાનામાંથી માત્ર ૩૯ જેટલી થોડી સંખ્યાની ડિઝાઇનો પસંદ કરવાનું કામ જો કે મારા કલારસિક મગજ માટે ઘણું કપરૂં હતું, છતાં આંખ મીંચીને ઝટપટ યોગ્ય રીતે પસંદગી કરીને પ્રતીકો મૂકયાં છે. અલબત્ત તે ધાર્મિક કક્ષાના ન હોવા છતાં પણ પ્રકાશકો, કલાકારો વગેરેને તથા કંકોત્રીઓ, ડિઝાઇનો વગેરેમાં અનેક રીતે ઉપયોગી બનશે.
આ આવૃત્તિમાં ૧૯ પટ્ટીઓ જે તદન નવી બનાવીને મૂકવામાં આવી છે, તે પટ્ટીઓ નવી છે એવો જોનારને તરત ખ્યાલ આવે તે માટે (રત્નો અને ગર્ભસ્થ બાળકની ૩૫-૩૬ નંબરની બે પટ્ટી સિવાયની) ૧૭ પટ્ટીઓની ચાર કોર્નર - ખૂણા ઉપર ફરતી નવી ડિઝાઇન અને વચ્ચે વચ્ચે મથાળે સુશોભનો મૂકયાં છે. જૂની ૬૦ પટ્ટીઓથી તે ૧૯ પટ્ટીઓ બિલકુલ જુદી જ તરી આવશે, જરા ધ્યાનથી જોશો તો મન આફરીન-ખુરા થઇ જશે,
આ આવૃત્તિમાં નવી રેખાપટ્ટી-બોર્ડર એકી સાથે મૂકવી ઉચિત ન લાગવાથી જુદાં જુદાં ચિત્રો નીચે મૂકી છે, અને તે ચિત્રોનો ક્રમાંક ૩૫,૩૬,૪૨, ૪૩,૪૪,૪૫, ૪૬ અને ૪૭ છે. ત્યારપછી ૪૯ થી પ૪ નંબરની ૫૧ થી પ૬ પૃષ્ઠ ઉપરની છે પટ્ટીઓ તદ્દન નવી છે, જનસંધ, જૈન સાધુઓ, જૈન વિદ્વાનો અને જૈન શિલ્પીઓ વગેરેને ઉપયોગી થઇ પડે એ માટે નવી કલ્પના અને નવી સૂઝનો ઉપયોગ કરીને પૂરતી માહિતી સાથે તૈયાર કરાવી છે. આશા છે કે બુદ્ધિશાળીઓને આ આયોજન જરૂર ગમશે.
આ પટ્ટીઓમાં ભાગ્યેજ જાણવા મળે તેવી માહિતી આપતી થોડી વિશિષ્ટ અને આકર્ષક પટ્ટીઓ મેં જાણીને ચિતરાવીને અહીં મૂકી છે. એમાં નં. ૩૫ ની પટ્ટી (પ્રાય:) કોઇએ જોઈ નહી હોય અને જીંદગીમાં ભાગ્યેજ જોવા મળે એવી મૂકાવી છે. આ પટ્ટીમાં નારીના ગર્ભાશયમાં શરૂઆતથી લઇને એક એક મહિને બાળક કેટલું, કેવી રીતે વિકાસ પામતું જાય છે તેનો આબેહૂબ ખ્યાલ આપતી પટ્ટી પહેલીવાર વાચ કોને જોવા મળશે. તે પછી ૩૬,૪૪,૪૭ ત્રણ પટ્ટીઓ પણ જોનારાઓને મુગ્ધ કરશે. ૫૫, ૫૬ નંબરની બે પટ્ટી એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય જીવાયોનિની આકર્ષક પટ્ટી પૃષ્ઠ નં. ૫૭-૫૮ ઉપર છે, અને ૭૪ થી ૭૬ ન. ની પટ્ટી પૃષ્ઠ ને, ૧૦૬ થી ૧૦૮ ઉપર છે, તે કલ્પસૂત્રની સુપ્રસિદ્ધ ભારત - ઇન્ડોઇરાની મિશ્ર શૈલીથી અથવા જેન કે જનાશ્રિત કલાથી. ઓળખાવાની કલાત્મક પટ્ટીઓ છે.
નવાં અને જૂનાં પ્રતીકોનો તથા નવી અને જૂની બધી જ પટ્ટીઓનો ત્રણેય ભાષામાં વિસ્તૃત પરિચય આ પુસ્તકના પૃષ્ઠ નંબ૨ ૧૧૫ થી ૨ ૧૫ પૃષ્ઠ સુધીમાં જોઇ લેવો, એમાં ઘણી બધી માહિતી તમને મળશે.
પહેલી બે આવૃત્તિમાં પાછળ છાપેલા પટ્ટીવિભાગમાં ૩૫ પટ્ટીના હેડીંગો લખાણની સાઇડમાં છાપ્યાં હતાં, તે જ પ્રમાણે આ આવૃત્તિમાં રાખ્યાં છે, પરંતુ પટ્ટી નં.૩૫ થી ૮૦ સુધીનાં હેડીંગો મોટાં હતાં તેથી, અને વાચકોને તરત ખ્યાલ આવી જાય એ માટે સાઇડમાં મૂકવાના બદલે લખાણની ઉપર સળંગ છાપ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org