________________
લતાથી સાધી શકાય છે. આમ તપ વડે સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે. किं बहुणा भणिएण', कस्स वि कइ वि कत्थ वि सुहाई । दीसंति भवणमझे, तत्थ तवो कारण चेव ॥'
વધારે વર્ણન કરવાથી શું? જગતમાં કઈને ક્યાંઈ કંઈ પણ સુખ દેખાતું હોય તે તેનું કારણ તપ જ છે.
તપની વ્યાખ્યા –તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે કરવામાં આવી છે. કેઈએ અમુક વ્રતને જ તપ માન્યું છે, કેઈએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ ત૫ ગયું છે, તો કેઈએ કેવળ દેહદમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ તપના શુદ્ધ સ્વરૂપને વિચાર કરતાં આ વ્યાખ્યાઓ પૂર્ણ ગણું શકાય નહિ. જૈનધર્મમાં તપની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે –
'रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुकाण्यनेन तप्यन्ते। कर्माणि चाशुभानीत्यस्तपो नाम नैरुतम् ॥'
રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર સાત ધાતુઓ તેમજ અશુભ કર્મો જેનાથી તાપ પામે તે તપ કહેવાય છે. તાત્પર્ય કે શરીર અને મનની શુદ્ધિ કરે તે જ તપ કહેવાય છે.
તપને હેતુ જ્ઞાની ભગવંતે કહે છે કે આવું તપ 'नो इहलोगट्ठयाए नो परलोगट्टयाए नो उभयलोगयाप नो कीत्तिवनससिलोगटठयाप नसत्यं निज़ारसम्याए ।'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com