Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા,
દાદાસાહેબ, ભાવનગર,
eetheAe-2૦eo : pકે
54280 ૦૬
બ ને ત પ
સ્વી
tી ગુણગાથા સાથે તે આયંબિલ વધમાન તપ ૧૦૦ આળીના આરાધકની જીવનકથા
a
પ્રકાશક : બચુભાઇ ચીમનલાલ ઝવેરી દિવ્યદર્શન કાર્યાલય,
કાળુશીની પાળ, અમદાવાદ,
સંવત ૨૦૧૩
આ
સુદ ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
1150
તપ અને તપસ્વી
તપની ગુણગાથા સાથે આયબિલ વધમાન તપ ૧૦૦ ઓળીના આરાધકની જીવનકથા
પ્રકારોય :
બચુભાઇ ચીમનલાલ ઝવેરી દિવ્યદર્શન કાર્યાલય.
કાળુશીની પાળ, અમદાવાદ.
સંવત ૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મામા સુદ ૪
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય ગચ્છાધિપતિ સિદ્ધાંતમહોદધિ આચાર્ય દેવ
શ્રીમદ્ વિજય પ્રેમરીશ્વરજી મહારાજા.
Shree
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન વાચસ્પતિ શાસન પ્રભાવક પ. પૂ. આચાર્ય દેવ
શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ,
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વિદ્વન્દ્વ પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણીવર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
I ૩૪
સર્વે નમઃ | તપ,
જૈનધર્મમાં વિવિધ પ્રકારે તપનું વિશિષ્ટ સ્થાન :
તપ વિના ધર્મનું સ્વરૂપ પરિપૂર્ણ થતું નથી, તેથી જ કહેવાયું છે કે,
'धम्मो मंगलमुक्किएं, अहिंसा मंजमा तवा ।'
અહિંસા, સંપમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે.
જ્યાં ધર્મનું સ્વરૂપ ચાર પ્રકારે વર્ણવાયું છે, ત્યાં પણ તપની વિશિષ્ટ ગણના થયેલી છે – 'दानं सुपात्रं विशद च शीलं, तपो विचित्रं शुभभावना च॥'
પંચાચારના પરિચય પ્રસંગે પણ શાસ્ત્રકારોએ તપને વિશિષ્ટ નિર્દેશ કરેલ છે. જિલળ-ના-રે, તા-આય? સ થીરિયાણા एसो भाषायारो पंचविहो होइ नायव्यो ।'
દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ ઉપાસના કરવા માટે શ્રી નવપદજીનું આરાધન ઉત્તમ ગણાય છે. તેમાં પણ તપને માનવંતુ સ્થાન પ્રાપ્ત થએલું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અરિહંત, સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણખાણુ; દૃન, જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપેા કરી બહુમાણુ; ભવ તુમે નવપદ ધરો ધ્યાન.
દવિધ યતિધર્મની ગણના કરતાં પણ તપનું તેજ ઝળહળી ઉઠયુ' છેઃ—
વંતિ, મુત્તો, સાવે, મહ્ત્વ હાય સચ્ચે संजम तव चेइयं बंभचेरवासियं ॥'
છ
શ્રાવકનાં છ પ્રકારનાં નિત્યકર્મોમાં પણ તપનાં દર્શન થાય છેઃ
'देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने ॥'
:
વીશ સ્થાનકનુ’ (પદ્યનુ) આરાધન કરતાં જીવ તીર્થંકર ગોત્ર ખાંધે છે, તેમાં પણ તપને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલુ છે:-(૧) અરિહંતપદ, (૨) સિદ્ધપદ, (૩) પ્રવચનપદ, (૪) આચાય પદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ, (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શીનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચ`પદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) ત૫૫૬, (૧૫) ગૌતમપદ, (૧૬) જિનપદ, (૧૭) સંયમપદ, (૧૮) અભિનવજ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તીથ પદ.
શાસ્ત્રકારોએ મનુષ્ય જન્મનું ફળ આઠ વસ્તુએથી માન્યું છે, તેમાં પણ તપને યાદ કર્યુ છેઃ -~~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारच मर्त्यजन्मफलाष्टकम् ॥
કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ તા તપને જ મનુષ્ય જીવનનું મહાફળ ગણાવે છેઃ—
अद्यश्वीन विनाशस्य शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत् फलम् ॥
મનુષ્યનું શરીર કે જે આજ-કાલ વિનાશ પામવાનુ છે, તેનું માટું ફળ એજ છે કે સકામ નિર્જરા કરનારૂં તપ કરવું,
તપની અચિંત્ય શક્તિઃ—જૈન શાસનમાં તપને આટલું મહત્ત્વ આપવાનું કારણ એ છે કે ક્રેાડા ભવમાં સાંચિત થયેલાં કર્મો તેના વડે જ નાશ પામે છે.
'भववाडीसंचियं कम्मं तवसा निज्जरिजइ ।'
આ વસ્તુ શાસ્ત્રકારોએ દૃષ્ટાંત વડે સમજાવી છેઃ
--
'मलं स्वर्णगतं वह्निहंसः क्षीरगतं जलम् । યથા થાત્યેવ, નન્તાઃ મેમણું તપઃ II
જેમ સુવણૅ માં રહેલા મેલને અગ્નિ જુદા પાડે છે, દૂધમાં રહેલાં જળને હુંસ જુદું પાડે છે, તેમ આત્મામાં રહેલા ક રૂપી મેલને તપ જુદા પાડે છે.
અને તે કારણે જ તપની પ્રશંસા છે. એક નિત્રય મહર્ષિએ કહ્યુ` છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
'यस्माद् विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति । उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंस चयः कर्मणां स्वाधीनं त्रिदिव' शिवं च भजति श्लाध्यं तपस्तन्न किम् ? |
જે તપથી વિાની પરંપરા દૂર થાય છે, ધ્રુવે દાસપણુ કરે છે, કામ શમી જાય છે, ઇન્દ્રિયાના સમૂહનું દમન થાય છે, કલ્યાણ વૃદ્ધિ પામે છે, મહાન ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે, કના સમૂહ નાશ પામે છે અને સ્વગ તથા મેાક્ષ સ્વાધીન થાય છે. તે તપ શું વખાણુવા ચેાગ્ય નથી ? અર્થાત્ છે જ.”
આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજનાં વચના પણ ખૂબ ટકશાળી છે.
' आमासही पमुहा बहुलद्धि, होवे जास प्रभावे; अष्टमहासिद्धि नवनिधि प्रगटे, नमीए ते तप भावे रे. फल शिवसुख मा सुर नरवर संपत्ति जेहनुं फूल; ते तप सुरतरु सरिखो वंदु सम मकरंद अमूल रे. सर्व मंगलमां पहेलुं मंगल, वरणवियुं जे ग्रंथे; ते तपपद त्रिहुं काल नमीजे, वर सहाय शिवपंथे रे. '
-
જૈન શાસ્ત્રકારોએ તપની તાકાત વણુ વતાં જણાવ્યુ` છે કે'अथिरं पि थिरं, व'कपि उज्जुअ दुल्लहं वि तह सुलहं । કુષ્ણ' વિ મુહા', તવેન સંપન્નર' ||’
તપના પ્રભાવથી અસ્થિર હાય તે સ્થિર થાય છે, વાંકુ' હાય તે સરલ થાય છે, દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયત્ન સાધી શકાય તેવુ' હાય તે સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
લતાથી સાધી શકાય છે. આમ તપ વડે સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે. किं बहुणा भणिएण', कस्स वि कइ वि कत्थ वि सुहाई । दीसंति भवणमझे, तत्थ तवो कारण चेव ॥'
વધારે વર્ણન કરવાથી શું? જગતમાં કઈને ક્યાંઈ કંઈ પણ સુખ દેખાતું હોય તે તેનું કારણ તપ જ છે.
તપની વ્યાખ્યા –તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે કરવામાં આવી છે. કેઈએ અમુક વ્રતને જ તપ માન્યું છે, કેઈએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ ત૫ ગયું છે, તો કેઈએ કેવળ દેહદમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ તપના શુદ્ધ સ્વરૂપને વિચાર કરતાં આ વ્યાખ્યાઓ પૂર્ણ ગણું શકાય નહિ. જૈનધર્મમાં તપની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે –
'रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुकाण्यनेन तप्यन्ते। कर्माणि चाशुभानीत्यस्तपो नाम नैरुतम् ॥'
રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર સાત ધાતુઓ તેમજ અશુભ કર્મો જેનાથી તાપ પામે તે તપ કહેવાય છે. તાત્પર્ય કે શરીર અને મનની શુદ્ધિ કરે તે જ તપ કહેવાય છે.
તપને હેતુ જ્ઞાની ભગવંતે કહે છે કે આવું તપ 'नो इहलोगट्ठयाए नो परलोगट्टयाए नो उभयलोगयाप नो कीत्तिवनससिलोगटठयाप नसत्यं निज़ारसम्याए ।'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
આ લેકનાં સુખની ઈચ્છાથી નહિ, પરલોકનાં સુખની ઈચ્છાથી નહિ, ઉભય લેકનાં સુખની ઈચ્છાથી નહિ, કીર્તિ, મહત્તા કે પ્રશંસાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરા અથે કરવું જોઈએ.
વળી તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ પણ જણાવ્યું છે કે –
'पूजालाभप्रसिद्धयर्थ, तपस्तप्यते योऽल्पधीः । शोष एव शरीरस्य, न तस्य तपसः फलम् ॥
જે મંદબુદ્ધિ મનુષ્ય પૂજા, લાભ કે પ્રસિદ્ધિને અર્થે તપ કરે છે, તેને તપનું ફળ મળતું નથી, કારણ કે એ તપ માત્ર શરીરને શેષ છે. [અહીં તપનું ફળ મળતું નથી, એમ કહ્યું છે, તેને અર્થ તપનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી, એમ સમજવાનું છે, કારણ કે અકામ નિર્જરાથી તપ કરનારને પણ તેનું કિંચિત્ ફળ તે મળે જ છે.]
તપ કેટલું કરવું –તપના પ્રમાણ માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે – 'सो अतवो कायव्वा, जेण मणोऽमंगुल न चितेह । जेण न इंदियहाणी, जेण जोगा न हायति ॥'
આરાધક આત્માઓએ તેવું જ તપ કરે કે જેનાથી મન અશુભ ચિંતન કરે નહિ અર્થાત્ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ચડી જાય નહિ. જેનાથી ઈન્દ્રિમાં ખોડ ખાંપણ આવે નહિ અને જેનાથી નિત્યની ધર્મ પ્રવૃત્તિઓ હણાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
આજ વસ્તુ તેમણે અન્ય શબ્દોમાં પણ કહી છેઃ——
'कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथेोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम ।'
આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવવા નહિ કે તેનુ વિવિધ પ્રકારના મનગમતા રસેા વડે પાલન પણ કરવું નહિ. જિનેશ્વર ભગવતે એ એવુ' તપ આચરેલુ` છે કે જેનાથી ચિત્ત અને ઇન્દ્રિયા ઉન્માગે ન જતાં વશ રહે.’ (તેા તપ કરે.)
તપના પ્રકારા—જૈન માગ માં બાહ્ય અને અભ્ય તર એમ એ પ્રકારની તપશ્ચર્યાના સ્વીકાર કરવામાં આવ્યે છે અને તેથી જ શરીર, મન તથા આત્માની બરાબર શુદ્ધિ કરી શકાય છે. જ્યારે કેટલાકે શારીરિક તપશ્ચર્યાને ગૌણ બનાવી માત્ર માનસિક તપશ્ચર્યા પર ભાર મૂકયા છે, એટલે તેનું પરિણામ શુદ્ધિની દૃષ્ટિએ શૂન્યમાં આવ્યું છે. આ વસ્તુ આપણા ધ્યાન પર લાવવા કોઇ કવિએ ઠીક જ કહ્યું છે કે
'मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराने । द्राक्षाखण्ड शर्करा चार्धरात्रे, मृतिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥'
કમળ શય્યામાં સૂવું, સવારે ઉઠીને દુગ્ધપાન કરવું, મધ્યાહ્નકાલે ભાજન કરવુ, પાછલા પહારે મદિરાનું પાન કરવુ'. અને અધ રાત્રિએ દ્રાક્ષાખડ અને સાકરના ઉપયેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કરે આવા પ્રકારના ધર્મથી શાક્યપુત્ર એટલે ગૌતમ બુદ્ધ મુક્તિ જોઈ હતી. તાત્પર્ય કે બૌદ્ધ ધર્મમાં કાયદંડ એટલે શારીરિક તપશ્ચર્યા પર ભાર ન હોવાથી તેનું પરિ ણામ ભયંકર શિથિલાચારમાં આવ્યું હતું અને એ તે એક નાનું બાળક પણ સમજી શકે એવી વાત છે કે જ્યાં ભયંકર શિથિલાચાર વ્યાપે, ત્યાં મુક્તિ તે દૂર રહી, પણ સદ્ગતિના ચે સાંસા જ હોય! તેથી જ શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે –
'तपांसि तन्याद् द्विविधानि नित्य, मुखे कद्वन्यायतिसुन्दराणि । निघ्नन्ति तान्येव कुकर्मराशि,
रसायनानीव दुरामयान् यत् ॥' શરૂઆતમાં કડવાં પણ પરિણામે સુંદર એવાં બાહ્ય અને અભ્યન્તર બન્ને પ્રકારનાં તપ હંમેશાં કરવાં; કારણ કે રસાયણ જેમ દુષ્ટ રેગોનો નાશ કરે છે, તેમ આ તપ કુકમના ઢગલાને અર્થાત્ પાપસમૂહને સમૂળોછેદ કરે છે.
પ્રકારનું બાહ્ય ત૫ –બાહ્ય તપ છ પ્રકારનું છે. [૧] અનશન, [૨] ઊદરિકા, [૩] વૃત્તિસંક્ષેપ, [૪] રસત્યાગ, [૫] કાયકલેશ અને [૬] સંલીનતા.
અનશનને અર્થ અશનને ત્યાગ અર્થાત ઉપવાસ, આયંબિલ, એકાશન આદિ, ભગવાન શ્રી મહાવીરદેવે પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે સાધનાકાળના ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસમાં અર્થાત લગભગ ૪૫૦૦ દિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સમાં ૪૨૩૪ ઉપવાસ કર્યા હતા, એ બીના પ્રસિદ્ધ છે. આજ કારણે તેઓ દીર્ઘ તપસ્વી કહેવાયા હતા અથવા તેમનું તપ ઘર ગણાયું હતું! જીવને આહાર કરવાને અનાદિને જે અભ્યાસ છે અને તેની જે લોલુપતા છે, તેના ઉપર આ તપથી સુન્દર પ્રકારે કાબૂ મેળવી શકાય છે. ઉપવાસના લાભ અનેક છે. બનઈ, મેકફેડન વગેરે લેખકેએ તેના પર ખાસ ગ્રંથની રચના કરી છે.
ઉદરિકા –એટલે પેટને થોડું ઉણું રાખવું અર્થાત પ્રમાણ કરતાં શેડો ખોરાક એ છે લે. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણ વિશેષ થાય છે, કૃર્તિને નાશ થાય છે અને આળસ તથા ઉંઘ આવવા માંડે છે. પેટ ઉભું હોય તે કૃતિ ઘણું રહે છે અને તેથી આરાધના ઉલાસવતી બને છે. વળી ખાવા બેસવું અને ઓછું ખાવું એથી મન પર પણ કાબૂ આવતે જાય છે.
વૃત્તિ સંક્ષેપ –એટલે વૃત્તિને સંક્ષેપ કરે. ભેજન અને જળ વડે જીવતા રહી શકાય છે, એટલે તેને વૃત્તિ કહેવામાં આવે છે. તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંક્ષેપ કરતાં ઉગ્ર તિતિક્ષા થાય છે અને તપશ્ચર્યા કરવાનું
સ્વાભાવિક બની આવે છે. આ તપમાં ખાન-પાનની વસ્તુઓ હાજર રહેવા છતાં પણ તેમાંની જેમ બને તેમ ઓછી વસ્તુઓથી નિર્વાહ કરવા માટેનું નિયંત્રણ સ્વીકા૨વામાં આવે છે. એથી મનેય પણ ખૂબ જ સુલભ બને છે.
રસત્યાગ –એટલે રસને ત્યાગ કર, વિકતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
१०
ત્યાગ કરવા. વિકૃતિના મુખ્ય ભેદો ૧૦ છે: [૧] મધ, [૨] મદિરા, [૩] માખણ, [૪] માંસ, [૫] દૂધ, [૬] દહીં, [૭] ઘી, [૮] તેલ, [૯] ગેાળ (સાકર) અને [૧૦] પાન્ન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસખ્યું જીવા ઉત્પન્ન થતા હેાવાથી તથા તામસી અને વિકારી હાવાથી સથા અભક્ષ્ય છે અને ખાકીની છ વિકૃતિઓના યથાશક્તિ ત્યાગ કરવા ઘટે છે. સ્વાદની ખાતર નાખવામાં આવતુ' મરચુ' અપેક્ષા વિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ્ સ ́ચમી મનવાની જરૂર છે.
રસની ગૃદ્ધિથી અનેક જાતના રોગા થાય છે અને કેટલીક વાર પ્રાણ પણ ગુમાવવા પડે છે. વળી રસવાળુ ભેાજન ઇંદ્રિયામાં ઉત્તેજના લાવે છે, તેથી જ બ્રહ્મચર્યની સાતમી વાડમાં ‘પ્રીતમેનનમૂ' એટલે માદક આહારને ત્યાગ કરવા એવા નિયમ માંધેલે છે.
છ વિકૃતિ અને મરચાં વગેરે મસાલાના ત્યાગ કરવા– પૂર્ણાંક એકાસણું કરવું, તેને આયખિલ કહેવાય છે. ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને આસા સુદિ ૭ થી પૂનમ એમ નવ નવ દિવસની બે આળીએ આ આય`મિલના તપપૂર્ણાંક કરવાની નિયત થયેલી છે. તે ઉપરાંત આયંબિલ વમાન તપ'ની ચેાજના પણ છે, તે આ રીતે —
उपवासान्तरितानि च शतपर्यन्तं तथैकमारभ्य | वृद्धया निरन्तरं यो भवति, तदाचाम्लवर्धमानं य ॥
આયખિલ વડે વૃદ્ધિ પામતું જે તપ તે આયંબિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
વર્ધમાન તપ કહેવાય છે. તેમાં એક આયંબિલ અને એક ઉપવાસ, એ આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ એમ સે આયંબિલ ને એક ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે આ તપ પૂર્ણ કરતાં ઓછામાં એછા ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસ લાગે છે.
કાયલેશઃ—એટલે કાયાને કલેશ આપવા અથવા આવી પડેલા કાયાના કલેશને સમાધિપૂર્વક સહેવાં, તે માટે શાસ્ત્રકારોએ કહ્યુ છે કેઃ—
'ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जति, कायकिलेस तपाहियं ॥'
જીવે સુખકારી એવાં વીરાસનાદિ આસને ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવાં તેને કાયકલેશ કહેવાય છે. અહીં વીરાસનાદિ શબ્દથી પદ્માસન, ગાદેાહિકાસન વગેરે આસનેા પણ ગ્રહણ કરવાનાં છે. આ આસના પણ કર્માં ક્ષય માટેની ધર્મક્રિયાએ માટેજ કરવાનાં છે. આસનની જેમ ઉગ્ર વિહાર, કેશને લેાચ વગેરે કષ્ટ સહુવાં એ પણ આ તપના પ્રકારો છે.
સંલીનતાઃ–એટલેશરીરવાણી અને મનનુ' સંગેાપન. શાસ્ત્રકાર મહર્ષિએ કહે છે કે સંલીનતા ઇંદ્રિય, કષાય અને યેાગને આશ્રી સમજવી. ‘દૈવિય-જલાય-નોના પ૬૦૫ મહીનવા મુળચળ્યા ।' તથા વિવિકતચર્યા એટલે શ્રી, પશુ અને નપુ ંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરવા, તેને પણ વીતરાગદેવાએ સંલીનતા કહેલી છે. ‘aru forfow-after qvorter eftererâfé l'-24A u'ell
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
નતા કહેવાનું તાત્પર્ય એ છે કે-વિષય-વિકાર ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને એવાં સ્થાનેથી દૂરને દૂર રહ્યા કરીને મનને વિષયપરા નુખ બનાવી રાખવાનો અભ્યાસ કર્યા કરે.
છ પ્રકારનું અત્યંતર તપ –અભ્યતર તપ પણ છ પ્રકારનું છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ–બુત્સર્ગ.
પ્રાયશ્ચિત્ત એટલે પાપનું છેદન કરનારી કિયા. પિતાના ગુનાને ગુરુની આગળ બાળભાવે એકરાર કરીને ગુરુ તે પાપથી શુદ્ધિ થવાને માટે જે તપ વગેરે દંડ આપે તે વહન કરે, તેનું નામ પ્રાયશ્ચિત તપ છે. તે અધિકારભેદથી અનેક પ્રકારનો હોય છે. શાસ્ત્રોમાં દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત પ્રસિદ્ધ છે.
વિનય એટલે મોક્ષનાં સાધને પ્રત્યે અંતરનું બહુમાન, અને તેમની બાહ્ય પ્રતિપત્તિ અને આશાતનાનું વર્જન. શાસ્ત્રમાં તેના પાંચ પ્રકારની પ્રરૂપણ થયેલી છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય. આથી દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોને ધરનારાઓને વિનય પણ કરવું જ જોઈએ.
વિયાવૃત્ય એટલે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (માંદા કે અશકત), શૈક્ષ (નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધમિક એ દશની નિરાશં ભાવે અને કર્મક્ષયના હેતુથી કરાતી સેવાશુશ્રષા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૩
સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું પઠન-પાઠન. તેની વાચના, પૃચ્છના, પરાર્વતના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદ પ્રસિધ્ધ છે.
ધ્યાન એટલે મનની એકાગ્રતા. મનની આ એકાગ્રતા શુભ અધ્યવસાયે પૂર્વકની હોય તે જ તેને તપમાં સમાવેશ થાય છે. તે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના ભેદથી બે પ્રકારનું છે. આ બંને ધ્યાનના ભેદ-પ્રભેદે ઘણા છે, પણ તે બધાનું તાત્પર્ય એક જ છે કે મનને જ્યાં ત્યાં ભટકવા ન દેતાં ઉત્તમ વિચારોમાં રોકાયેલું રાખવું અને વિક્ષેપ ઘટાડવા માટે પૂરેપૂરા યત્નશીલ રહેવું. ધ્યાનતા તે એક એવા દાવાનળ સમાન છે કે-એમાં કમરૂપી ઈશ્વન અન્તમુહૂર્ત માત્રમાં પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે.
ઉત્સ–બુત્સગ એટલે ત્યાગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને મનાયેલ છે. તેમાં દ્રવ્ય વ્યુત્સર્ગના ગણવ્યુત્સગ (લોકસમૂહને ત્યાગ કરી એકાકી વિચરવું) (૨) શરીર વ્યુત્સર્ગ, (૩) ઉપધિ વ્યુત્સર્ગ અને (૪) ભકતપાન વ્યુત્સગ એવા ચાર પ્રકારે છે, અને ભાવવ્યુત્સર્ગના (૧) કષાયવ્યત્સર્ગ, (૨) સંસારવ્યુત્સર્ગ અને (૩) કર્મયુત્સર્ગ, એવા ત્રણ પ્રકારે છે. તાત્પર્ય કે સંસારનો ત્યાગ, કષાયને ત્યાગ અને આઠ પ્રકારનાં કર્મોને ત્યાગ આ તપમાં સમાય છે. સામાન્ય રીતિએ કાર્યોત્સર્ગ એ આ તપમાં બહુધા ગણાય છે. તેમાં કાયાને સ્થિરતાથી, વચનને મૌનથી અને મનને ધ્યાનથી નિયત્રિત કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
તપસ્વીઓને શત-સહસ્ત્ર ધન્યવાદ –અહીં અમે પાઠકોને પૂછવા ઈચ્છીએ કે ગિરિ–આરહણનાં સાહસે, આકાશ-ઉડ્ડયનની વીરતા અને સમુદ્રની અગાધ ઊંડાઈને તાગ લેનારા મરજીવાઓનાં પરાક્રમો સાંભળી આપણે ઘડીભર સ્તબ્ધ બની જઈએ છીએ, એક પ્રકારને રોમાંચ અનુભવીએ છીએ અને શાબાસ! શાબાસ! ના પોકારે કરવા લાગી જઈએ છીએ, તે કર્મબંધનને સર્વથા નાશ કરવા માટે જે મહાપુરુષ એ સાહસથી કઈ ગુણ ઉચાં તપનાં પરાકમે કરે છે, તેમને માટે કયા શબ્દ ઉચ્ચારવા જોઈએ? ધન્ય! ધન્ય!! એ શબ્દ તેમને માટે ઉચિત છે, પણ તે સો વાર-સહસ્ત્ર વાર ઉચ્ચારીએ તો પણ તેમને પૂરે ન્યાય આપે ગણાય નહિ. અમે આવા તપસ્વીઓને શત-સહસ્ત્ર ધન્યવાદ આપીએ છીએ અને તેમનાં પવિત્ર પરાક્રમી જીવનમાંથી બાહ્ય તથા અત્યંતર તપની અભિનવ પ્રેરણું મેળવવાને અનુરોધ કરીએ છીએ.
આયંબિલને અધિક મહિમા –તપના સર્વ પ્રકારો સુંદર છે, શ્રેયસ્કર છે, મહામંગલમય અને મહાકલ્યાણકારી છે, પણ અપેક્ષા વિશેષથી આયંબિલ મહિમા અધિક ગણાવ્યો છે, કારણ કે તેનાં વિધિપૂર્વકનાં અનુષ્ઠાનથી સનતકુમાર ચકવતીને લોકોત્તર પુણ્યાઈ મળી, દ્વારિકા નગરીના દાહ ૧૧ વર્ષ સુધી અટકી ગયે, પાંચસો કેઢિચાના કોઢ મટયા, શ્રીમાળ રાજા અનેરી રાજ્યરિદ્ધિ પામ્યા અને લાખો લોકોનાં દુઃખ-દારિદ્ર દૂર થયાં. આ તે લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ફળની વાત થઈ, પરંતુ લોકોત્તર ફળ તે તેથી કઈગુણ ઊંચાં અને અકથ્ય છે. મહર્ષિ શ્રી ચંદ્રકેવળી આ તપના આલઅને કેવળજ્ઞાન પામ્યા. સાધુ પુરૂષે આ તપથી વિશુદ્ધિતર સંયમમાં પ્રગતિ કરે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોને આ તપથી ભારે પશમ થાય છે.
વર્ધમાન આયંબિલ તપ –આયંબિલનાં અનુઠાનમાં વધમાન આયંબિલ તપ શ્રેષ્ઠ ગણાય છે. શ્રી ચંદ્રરાજર્ષિ શ્રી વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરીને કેવળજ્ઞાન-કેવળદર્શન પામી સિદ્ધિ સૌધમાં સીધાવ્યા છે અને તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેવાનું છે. શ્રી ચંદ્રરાજષિ પોતાના પૂર્વભવમાં મંત્રી પુત્ર ચંદન હતા, ત્યારે તેમણે તથા તેમના પત્ની અશકશ્રીએ, અશેકશ્રીની ૧૬ બહેનપણીઓએ, સેવક હરિએ તથા ધાવમાતાએ, નિગ્રંથ મહર્ષિના સદુપદેશથી વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી હતી. ચંદન શેઠ ત્રીજા ભવે સુલસ નામે શ્રેષ્ઠી હતા, ત્યારે તેમણે એકાંતરે પ૦૦ આયંબિલ તથા તેમના પત્ની ભદ્રાએ લાગટ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા બે વાર કરી હતી. આ રીતે ચંદ્રરાજર્ષિએ આયંબિલ તપની ઉત્કટ આરાધના કરી તપ ધમને વિજય વાવટે દિગંતમાં ફરકાવ્યું હતું. આજે પણ અનેક મુનિ રાજે આ ભવ્ય તપની અનન્ય મને આરાધના કરી રહ્યા છે અને કેટલાક શ્રમ પાસકે તથા કેટલીક શ્રમણે પાસિકાએ તેમના પવિત્ર પથનું અનુસરણ કરી રહેલ છે.
શ્રી વર્ધમાન આયંબિલ તપને અધિકાર અંતકૃતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
દશા નામના આઠમા અગસૂત્રમાં આવે છે. તેના આઠમા વના દશમા અધ્યયનમાં શ્રેણિક રાજાની સંસારી પણાની સ્ત્રી સાધ્વી શ્રી મહાસેન કૃષ્ણાના અધિકારમાં જણાવ્યુ` છે કેઃ
एवं महासेणकण्हावि, नवरं आयंबिलवड्ढमाणं तवो कम्मं उवसंपजिताण विहरति त जहा आयंबिलं करेति २, वउत्थं करेति २, बे आयंबिलाइ करेति २, चउत्थं करेति २, तिन्नि आयंबिलाइ करेति २, चउत्थं करेति चत्तारि आयंबिलाई करेति २, चउत्थं करेति २, पंच आयंबिलाई करेति २, चउत्थं करेनि २, छ आयंबिलाई करेति, चउत्थं करेति, एवं एकोत्तरियाए वुड्डीए आयंबिलाई वंति चउत्थंतरियाई जाव आयंबिलसयं करेति २, चउत्थं करेति ! ततेणं सा महासेणकण्हा अजा आयंबिल वड्ढमाणं तवोकम्मं चोदसहिं वासेहिं तिहिय मासेहिं वीसहिय अहोरतेहिं अहासुत्तं जावसम्मं कारणं फासेति जाव आराहेत्ता.
ભાવા–એ રીતે સાધ્વી શ્રી મહાસેન કૃષ્ણા વધુ માન આયંબિલ તપને સ્વીકાર કરીને આત્માને ભાવતા વિચરે છે. તે વમાન આયંબિલ તપનું આરાધન આ પ્રમાણે કરે છે. એક આય'ખિલ કરી ઉપવાસ કરે છે. એ આયબિલ કરી ઉપવાસ કરે છે; ત્રણ આયંખિલ કરી ઉપવાસ કરે છે; ચાર આયંબિલ કરી ઉપવાસ કરે છે; પાંચ આયખિલ કરી ઉપવાસ કરે છે; છ આયંબિલ કરી ઉપવાસ કરે છે. એ રીતે એક એક વૃદ્ધિ પૂર્વક અનુક્રમે આયંબિલ કરે છે. એટલે સાત આયંબિલ ને ઉપવાસ, આઠ આયમિલ ને ઉપવાસ, નવ આયંબિલ ને ઉપવાસ કરતાં અનુક્રમે સે। આયંબિલ ને ઉપવાસ કરે છે. આ રીતે એક એકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭ સંખ્યાથી વૃદ્ધિ પામતા વર્ધમાન આયંબિલ તપ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વિસ દિવસે પૂરો થાય છે.
વર્તમાનકાળને વિધિવર્તમાનકાળમાં એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ અને પાંચ આયંબિલ એક ઉપવાસ એવી રીતે ૨૦ દિવસ લાગટ તપ કરીને વર્ધમાન આયંબિલ તપને પાયે નાખવામાં આવે છે. પછી પારણું કરીને ગમે ત્યારે છઠ્ઠી એળી ને પારણું, ગમે ત્યારે સાતમી ઓળી ને પારણું, એ એ રીતે ૧૦૦ મી ઓળી ને પારણું કરી તપ પૂરો કરવામાં આવે છે. આ તપ શ્રી અરિહંત પદ, શ્રી સિધ્ધ પદ, અથવા શ્રી તપ પદની આરાધનાથે કરાય છે. નીચેના ત્રણ પદમાંથી પાયાથી જે પદ ચાલુ કરવામાં આવે તે પદથી જ ઓળી પૂરી કરવાની હોય છે.
૫૬. ખમાસમણ સાથિયા કાઉસગ્ય 1, 8 હાન અરિહંતાણ ૧૨ ૧ર લેગસ્ટ ૨. હોનને સિદ્ધાણ ૩. હોનમ તવસ્સ
૧૨ ૧૨ , * દરેક પાની ૨૦ નવકારવાળી ગણવી.
અન્ય તપશ્ચર્યાની જેમ આ તપશ્ચર્યામાં પણ બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, ભૂમિસંથારો, બ્રહચર્ય, જ્ઞાનપૂજન અને પ્રભુ પૂજા અવશ્ય કરવા જોઈએ.
ખમાસમણ દેતી વખતે અરિહંત પદ ઉપાડનારે નીચેને દુહ બલવાને હેાય છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
અરિહંત પદ્ય ધ્યાતા થકે, વહુ-ગુણ-પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
પરમ પ'ચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર પરધાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમેા નમા જિનભાણુ. સિદ્ધ પદ ઉપાડનારે નીચેના દુહા ખેલવાના હોય છેઃગુણુ અનંત નિળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મો મળ ક્ષય કરી ભયે સિધ્ધ નમે તાસ, તપ પદ્મ ઉપાડનારે નીચના દુહા ખેલવાના હાય છે... કમ ખપાવે ચીકણાં, ભાવમ’ગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણું. તપના વિસ્તાર :—આજે શાસનના પ્રખળ પુણ્યાદયે આ તપના વિસ્તાર સારા પ્રમાણમાં થઇ રહ્યો છે, એટલે નાના મોટા સાધુ સાધ્વીએ તથાં કેટલાક શ્રાવક શ્રાવિકાએ એનુ' અનન્ય મને આરાધના કરી શમ-દમના અપૂર્વ લાભ પામી રહ્યા છે. શ્રી દતુભાઈ તેમાંના એક છે અને હમણાં જ સામી ઓળી પૂર્ણ થવાની તૈયારી છે, એટલે તેમને જીવન પરિચય આ વિષયમાં રસ લેનારા સહુ કોઈને અત્યંત ઉપયાગી થઇ પડશે.
કાડિયા દત્રાત્રેય ગણુ પતિ જત્રાટકર નિપાણીવાળાના ક્રૂક જીવન-પરિચય
આજથી સે દોઢસા વર્ષ ઉપર ઉત્તર ગુજરાતના અનેક જૈન બંધુએ ધંધાર્થે મહારાષ્ટ્રમાં જતા હતા અને મોટા ભાગે ત્યાં જ સ્થિર થતા હતા. એ રીતે ખીજાપુર નિવાસી શેઠ મલુકચંદ ખુશાલચંદ કાડિયા ધ"ધાર્થે મહારાષ્ટ્રમાં ગયા અને બેલગામ જીલ્લાના ચીકા તાલુકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી દત્તભાઈના પિતા ભાઇ શ્રી ગણપતિ મલકચંદ કઠડિયા.
Page #29
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(ડાબી બાજુ) તપસ્વી ભાઇ શ્રી દત્તભાઈ (વચમાં) એમના ફેઈ દીવાળીબેન સખારામ (જમણી બાજુ) શ્રી દત્તભાઈના ચિ. ભાઈ શ્રી ચક્રવતી.
Page #31
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
નિપાણી ગામથી પાંચ માઇલ દૂર આવેલા જત્રાટ ગામમાં વસ્યા. તેઓ મૂળ વતની અમદાવાદ પાસે કાઠડી ગામના હતા, એટલે કેડિયા કહેવાતા હતા. શ્રી મલુકચંદ શેઠે મહારાષ્ટ્રમાં સ્થિર થયા પછી પેાતાનું કાઠડીનુ ઘર ખીજાપુરના જૈનમદિરને અપણુ કરી દીધુ હતું.
દ-તુભાઈના જન્મ શ્રી મલુકચ'દ શેઠના ગુણિયલ પુત્ર શ્રીગણપતિભાઈની ભાર્યો તાનુભાઇની કુક્ષિએ શક સંવત્ ૧૮૨૯, વિક્રમ સંવત્ ૧૯૬૪ ના કારતક વિદે ૪ ને રિવેવારની રાત્રિએ થયેા હતેા. એ રીતે દ-તુભાઈની ઉ ંમર આજે ૪૯ વર્ષીની ગણાય. ગણપતિભાઇના પૂર્વ સતાનામાં ૧ પુત્રી અને ૪ પુત્રાનું અવસાન થઈ ગયેલુ' એટલે સહેજે દૃ-તુભાઈની ઉપર માતાપિતાની વિશેષ મમતા હતી.
..
દ-તુભાઈ સાત ખોટના દીકરા હતા, એટલે માતપિતાએ તેમનુ કેવાં મમત્રથી પાલન કર્યુ હશે, તે સમજી શકાય તેવું છે. પણ તેઓ દાઢ વષઁના થયા કે એક દુર્ઘટના બની. કાળના કરાળ પંજો તાનૂખાઈ ઉપર આવી પડયા ને તેઓ આ ફાની દુનિયા છે!ડી ચાલ્યા ગયા. પિતા ગમે તેટલા પ્રેમાળ હોય પણ માતાનું સ્થાન લઈ શકે નહિ એટલે શ્રા ગણપતિભાઇ આગળ વિષમ સમશ્યા ખડી થઈ. પર ંતુ તે વખતે એમના બહેન દીવાળીબાઈ એમની મદદે આવ્યા અને તેમણે આ પુત્રને ઉછેરવાના ભાર પેાતાના માથે લઇ લીધા. આજે પણ દત્તુભાઈના ઘરની સારસભાળ તેએ જ રાખે છે.
દત્તુભાઇની બાલ્યાવસ્થા પૂર્ણ થતાં શ્રી ગણપતિભાઈ નિપાણીમાં આવીને વસ્યા અને ધા રાજગાર કરતાં એ પૈસે સુખી થયા. આજે દત્તુભાઈ નિપાણીવાળા તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સર્વત્ર પ્રસિદ્ધ છે.
દજુભાઈના વિદ્યાર્થી જીવન વિષે એટલું કહી શકાય કે તેઓ લાડકેડમાં ઉછર્યા હતા, એટલે તેફાન-મસ્તી ખૂબ કરતા હતા, પણ સાથે જ વિદ્યાના પ્રેમી હતા, એટલે તેઓ મેટ્રીક સુધીનો અભ્યાસ સારા નંબરે ઉત્તીર્ણ થઈને કરી શક્યા હતા. ત્યાર પછી એ લગ્ન જીવનમાં જોડાયા; પરંતુ ટૂંક સમયમાં એમનાં ધર્મપત્ની વિદેહ થયા. એટલે તેમનું બીજું લગ્ન ચંપાકુમારી સાથે થયું. તેનાથી તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જે ચકવતીના ચારુ નામથી આજે અનેક મહાનુભાવોને મેદ પમાડી રહેલ છે.
આ રીતે દજુભાઈ ત્રિીસ વર્ષની ઉમ્મરના થયા. ત્યાં સુધી તેમના આચરણમાં અને અન્તઃકરણમાં ધાર્મિક્તાને અંશ માત્રે ય પ્રવેશ થવા પામ્યું નહોતું. બીજા અનેક ચવાનની જેમ તેઓ રાત્રિભૂજન કરતા હતા અને કાંદાબટાકા વગેરે અભનું ભક્ષણ કરતા હતા. એટલું માત્ર જ નહિ, પરંતુ પિતાના ઘરથી માત્ર પચીસ ડગલાં ઉપર જ શ્રી બાવન જિનાલય આવેલું હોવા છતાં પણ તેઓશ્રી જિનદર્શન કરવાને પણ જતા નહિ. તેમાં એટલું એક સારૂં બનેલું કે શ્રી અમીચંદજી નામના એક યતિના ગાઢ પરિચયમાં તેઓ આવ્યા અને તે વ્યક્તિ પાસેથી કેટલીક જૈનધર્મની કથાઓ સાંભળતે સાંભળતે તેમને એમ થયેલું કે જેનધર્મ છે તે સારે! અન્તઃકરણમાં આવી અસર થવા છતાં કદી શ્રી જિનદર્શન કરવાને ભાવ પણ પ્રગટેલો નહિ, પછી કઈ ધાર્મિક આચારની તે વાત જ શી? યતિ અમીચંદજીએ પણ તેમને એવી કોઈ શ્રી દેવદર્શનાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
તપસ્વી ભાઈ શ્રી દત્તભાઈ (દત્તાત્રય) ગણપતિ જત્રાટકર.
Page #35
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૧
આચાર સંબંધી પ્રેરણા કરેલી નહિ.
એ સમયમાં મહારાષ્ટ્રમાં આવી ધર્મથી પરાડુમુખતા ઘણી વ્યાપક બની ગયેલી હતી અને નવી પ્રજા ધર્મસંસ્કારોથી વિહીન બનતી જતી હતી. જેન ધર્મના નામે સુધારાની વાત કરનારાઓ પણ ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિથી વિરૂદ્ધને પ્રચાર કર્યો જતા હતા. સાચી દેરવણી આપનારના અભાવે આવું ચાલતું હતું. એવા સમયમાં પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સપરિવાર મહારાષ્ટ્રમાં પધાર્યા અને તેઓશ્રીના વિહારથી તથા પ્રભાવક પ્રવચનોથી મહારાષ્ટ્રમાં વસતા જેમાં ધાર્મિક જીવનની ઉષા પ્રગટી. તેઓશ્રી વિહાર કરતા કરતા નિવાણી પધાર્યા. નિપાણીમાં તે સમયે તેઓશ્રીની માત્ર આઠ જ દિવસની સ્થિરતા થઈ, પણ એ આઠ દિવસમાં તે કઈકનાં અન્તઃકરાએ અને કેઈકનાં જીવનેએ ભારે પલટે ખાધે. ધમથી સર્વથા પરાડુ મુખ બની રહેલા કેટલાક એવા ધર્મસમુખ બની ગયા કે એમનું એ પરિવર્તન ધાર્મિકજનેને પણ ખૂબ જ પ્રશંસાપાત્ર લાગ્યા વિના રહે નહિ. એમાં આપણા દતુભાઈમાં આવેલું પરિવર્તન કદાચ સર્વશ્રેષ્ઠ કેટિનું હશે.
પૂ. આચાર્યદેવશ્રીનાં પ્રવચનની એવી ખ્યાતિ હતી કે-દતુભાઈ જેવા કદી પણ શ્રી જિનદશને નહિ જનારા પણ એઓશ્રીનાં પ્રવચનને સાંભળવાને આકર્ષાયા વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
રહે નહિ અને શ્રી જિનાજ્ઞાસાર ગર્ભિત એઓશ્રીનું વિરાગ્યમય પ્રવચન સાંભળતાં શ્રી જિનધર્મ પ્રત્યે સહજ રીતિએ આકર્ષણ પેદા થાય. દ તુભાઈને પણ તેઓશ્રીના પ્રવચન શ્રવણથી ભારે અસર થઈ. તેઓશ્રીના અંગત પરિચયનો પણ તેમને લાભ મળે. કેમ કે-તેમનું સદભાગ્ય જેર કરી રહ્યું હતું. પૂ. આચાર્યદેવને આંગળીએ કાંઈક દર્દ થયું અને એના ઉપચાર નિમિતે દતુભાઈ તેઓશ્રીની સમીપે ગયા. ત્યાં ખરે ઉપચાર તે દતુભાઈના અન્તઃકરણને થઈ ગયે. એથી તેમનું અન્તકરણ સુદેવસુગુરૂ-સુધર્મ પ્રત્યે ખૂબ જ ભક્તિવંત બની ગયું. આજે પણુ દતુભાઈ તેઓશ્રીને પિતાના ધર્મપિતા તરીકે જ માને છે અને પૂજે છે.
. આચાર્યદેવશ્રી વિહાર કરી ગયા પણ એજ વર્ષે તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરનું ચોમાસું નિ પાણીમાં થયું. તેઓશ્રીને પરિચય જેમ જેમ વધતે ગયે, તેમ તેમ દ-તુભાઈનું ધર્માચરણ પણ વધતું જ ગયું. અનાચરણે તે તજાઈ ગયાં હતાં, પણ હવે તે તેમને એકલા ધર્માચરણની જ લગની લાગી.
તેમણે ભવ અલોયણું કરીને તેમાં કરવામાં આવેલાં એકાસણું છ મહિના સુધી લાગટ કર્યા. એ ચોમાસામાં શ્રી પયુષણ અઠ્ઠાઈ આવતાં તેમણે આઠેય દિવસ ચોવિહાર ઉપવાસ કરવા સાથે ૬૪ પહેરી પૌષધ કર્યા. આ પહેલાં તેમણે કદી પણ એક ઉપવાસ કરેલે નહિ.
દતુભાઈને સદ્ભાગ્યે તેમને તેમની ધર્મપત્ની સૌ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી દત્તભાઈના ધર્મ પત્ની તપસ્વી શ્રી ચપાબેન પાતે બનાવરાવેલા પ્રભુજીના મુગટ અને ાખર સાથે ઉભા છે.
swami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૩
ચંપાબાઈને પણ પ્રશંસાપાત્ર વેગ મળે હતો. દતુભાઈએ ભવ-આલેયણનાં એકાસણું આદર્યો, ત્યારે તેમનાં ધર્મપત્નીએ પણ એકાસણું આદર્યા. એ કહેતાં કે-“આપ એકાસણું કરો અને હું છૂટી જવું એ કેમ બને?” એમાં તેમનાં ધર્મપત્ની બાર તિથિએ આયંબિલ કરવાને નિયમ લઈ આવ્યાં. તિથિ આવતાં ઘરમાં વાત થઈ કે “આજે મારે આયંબિલ છે એટલે દતુભાઈએ પણ કહ્યું કે તે હું પણ આયંબિલ કરીશ.” ત્યાંસુધી દતુભાઈને ખબર નહિ કે-આયંબિલમાં કે શુષ્ક અને નીરસ આહાર લેવાનું હોય છે. વખત થતાં દ-તુભાઈ જમવા બેઠા અને તેમનાં ધર્મપત્નીએ આયંબિલની રસોઈ પીરસી. પહેલે કળિયે મેંઢામાં મૂકતાં જ દતુભાઈ ચમકી ઉઠયા! “આવું મસાલા વગરનું લખું ભેજન તે હોતું હશે? ભિખારીઓ પણ આવું તે ન ખાય ! આવું ખાવાને તપ તે હોતે હશે? હું મહારાજને કહીશ. આવું એ બેલ્યા અને જેમ તેમ આયંબિલ કરીને ૫ ૫ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે પહોંચ્યા. જાણે કે ઠપકો આપવો હોય એમ વાત પરંતુ પૂ. મહારાજશ્રીએ શ્રી આયંબિલ તપનું મહત્વ અને નિરાહારી પદ પામવાને આહાર ઉપરની આસક્તિને છેદવા આ તપ ઘણે જરૂરી છે એ સમજાવ્યું. એથી તેમને સંતોષ થયે. સંતેષ જ થયે એમ નહિ, પણ શ્રી આયંબિલ તપ પ્રત્યે તેમનામાં ભારે અભિરૂચિ પ્રગટી. ૫. મહારાજશ્રીના ઉપદેશથી તે ચોમાસામાં ભા. ૧, ૧૧ ના શ્રી વર્ધમાન તપ આયંબિલને પાયે નાંખવાનું નક્કી થયું, એટલે દતુભાઈએ સજોડે શ્રી વર્ધમાન તપને પાયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
નાખે અને સંઘને એ પાયે નાખવાને રડાને તથા વિધિને જે ખર્ચ લાગે, તે પણ એમણે આપે.
શ્રી વર્ધમાન તપને પાયે નાખ્યા પછી નિપાણીમાં પૂ. મુનિ પુંગવ (હાલ પન્યાસજી) શ્રી ભદ્રંકરવિજયજી મ. ની નિશ્રામાં શ્રી ઉપધાન તપ થતાં દ-તુભાઈએ સજોડે એ તપમાં પ્રવેશ કર્યો. તેમાં પણ પતિ-પત્નીએ આયંબિલ જ કર્યા; પણ પાછળથી દતુભાઈને ખબર પડી એટલે તેમણે તે અડ્ડમના પારણે આયંબિલ કરવા માંડયાં અને એમ એ ઉપાધાનમાં તેમણે ૩૦ ઉપવાસ અને ૧૭ આયંબિલ કર્યા.
આ પછી બીજું ઉપધાન દતુભાઈએ અને તેમનાં ધર્મપત્નીએ કહાપુરમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની પવિત્ર અને તારક નિશ્રામાં કર્યું. આ ઉપધાન પણ આયંબિલ તપથી જ કર્યું. આયંબિલ તપમાં પણ એમણે ૩ર કવલ આહારને નિયમ અખંડપણે જાળવ્યો. આ ઉપધાનમાંથી દતુભાઈ નીકળ્યા, ત્યારે એમના શરીરનું વજન ઘટયું નહતું પણ બે રતલ વધવા પામ્યું હતું.
એજ ચતુર્માસ દરમ્યાનમાં શ્રી પર્યુષણ મહાપર્વ આવતાં, દતુભાઈએ પૂ. આચાર્યદેવશ્રીની નિશ્રામાં કેલ્હાપુરમાં ૧૬ ઉપવાસને તપ કર્યો હતે.
પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે એકવાર દ-તુભાઈએ એક પુણ્યશાલીએ લાગટ છ મહિના આયંબિલને તપ કર્યાનું સાંભળ્યું, એટલે એમને પણ એ લાગટ તપ કરવાનું મન થઈ ગયું. શ્રી વર્ધમાન તપની નવ ઓળી તે થઈ હતી, એટલે તા. ૨૭-૩-૧૯૩૯ થી દ-તુભાઈએ અને તેમનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ધમપત્નીએ છ માસ પર્યન્ત લાગેટ આયંબિલને તપ કરવાના મારથથી દશમી એની આદરી; અને લાગટ ૧૧ મી, ૧૨મી એમ ઓળીઓ કરવા જ માંડી. આમ આયંબિલ કરતાં છ મહિના થઈ ગયા. એટલે દતુભાઈને અધિક સમય માટે આયંબિલ તપ કર્યું જવાની ભાવના થઈ. અને એક વર્ષ પૂરું થયું, ૫૦૦ આયંબિલ પૂરાં થયાં, તે પણ એ ભાવના જોર જ કરતી રહી, એટલે એમણે અને એમનાં ધર્મપત્નીએ પણ ચઢતે પરિણામે આયંબિલને ત૫ જારી જ રાખ્યા કર્યો.
આ તપ ચાલુ હતા તે દરમ્યાનમાં પૂ. સિદ્ધાન્તમહેદધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસપરિવાર મીરજ પધાર્યા. એ પરમ કૃપાળુએ દતુભાઈને બોલાવીને શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવાની ભારપૂર્વક ભલામણ કરી, કેમકે દતુભાઈએ તે પૂર્વ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી જ નહોતી. એ વખતે દતુભાઈની શારીરિક સ્થિતિ ઘણી કથળેલી હતી અને આંખની નીચેને લાલ ભાગ કાળે પડી ગયેલું હતું, પણ પૂ. આચાર્યદેવશ્રીની એ પ્રેરણાને તેમણે તરત જ વધાવી લીધી. આમ થવામાં પૂજ્યશ્રીની અવસરેચિત પ્રેરણાને કેાઈ કુદરતી સંકેત હતા એમ પણ લાગે છે, કેમ કે-જે એ દતુભાઈ શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જાત નહિ, તે તેમનાં ધર્મપત્ની આ
જીવનમાં શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કર્યા વિનાનાં જ રહી જાત. દતુભાઈ પાલીતાણા પહોંચ્યા ત્યારે શારીરિક નબળાઈ વધી ગયેલી હતી, છતાં તે દિવસે એટલે કે ચૈત્ર સુદી તેરશે તળેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ટીની યાત્રા કરી આવીને આયંબિલ કર્યું અને ચૈત્ર ચૌદશે ઉપવાસ કરીને શ્રી સિદ્ધગિરિજી ચઢીને યાત્રા કરી, એમને થયેલું કે આવતી કાલે ચૈત્રી પૂનમ છે અને ચિત્રી પૂનમની યાત્રા ખાસ કરવી જ જોઈએ, પણ પૂ. આચાર્ય દેવશ્રીએ વહેલી તકે યાત્રા કરવાની પ્રેરણા કરેલી તેથી પૂનમે યાત્રા નહિ થાય એમ લાગવા છતાં પણ ચૌદશે યાત્રા કરી. પૂનમે સવારે શક્તિ બિલકુલ નહોતી, છતાં લથડતે પગે નીકળ્યા. ચલાયું નહિ એટલે ઘોડાગાડીમાં તળેટીએ પહોંચ્યા. ત્યાં પહોંચતાં ઉલ્લાસ એટલે બધે વધી થયે કે એમણે તે દાદા શ્રી આદીશ્વર ભગવાનનું નામ રટતે રટતે ચઢવા માંડયું. થડે ગયા તે ખરા, પણ લાગ્યું કે હવે ચઢવા માટે શરીર તદન અશક્ત છે. ત્યાં વિસામે આવતાં સુઈ ગયા. એ પ્રમાણે એ સુતેલા ત્યાં એમના તપ અને ગિરિરાજને કે ચમત્કારિક પ્રભાવ કે એક અજાણ્યા યાત્રિકે આવીને તેમના પગ દાબવા માંડયા. પછી એ ભાઈએ ચઢાવી લઈ જવા માટે ટેકે આપે. દતુભાઈને અંદર ધગશ તે હતી જ, તે ઉઠયા, અને ટેકે ટેકે ઠેઠ ઉપર ચડી ગયા. દાદાના દર્શન કરી, સ્નાન કરી, દાદાની પૂજા પણ ખૂબ ઉ૯લાસથી કરી. પછી એ ભાઈ પાછા સાથે જ નીચે ઉતર્યો. તળેટીએ આવીને એ બન્નેએ સાથે આયંબિલ યર્યું. દ-તુભાઈના પિતાશ્રી વગેરે તે યાત્રાએથી બહ મેડા પાછા ફર્યા. પાછળથી એ ભાઈને પત્તો ન મળ્યો, કેમ જાણે શાસનદેવે જ એમને મેકલી આપ્યા ન હોય!
આવું જ આશ્ચર્ય દ-તુભાઈએ શ્રી ગીરનારજી તીર્થની યાત્રામાં અનુભવ્યું. બધા તેમને ડેલીમાં બેસવાનું કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
હતા, પણ દ તુભાઈ તે ચાલવા જ માંડયા. મનમાં “તુ મુકેજુ એ શ્રી નેમીનાથ ભગવાનની સ્તુતિનું રટણ ચાલુ રાખેલું. ખૂબી એ થઈ કે-બધા કરતાં તદ્દન અશક્ત દતુભાઈ બધા કરતાં પહેલા ઉપર પહોંચી ગયા! અને બધે પૂજા કરી. નીચે ઉતર્યા પણ સૌથી પહેલા ! એમના આનન્દની કઈ સીમા રહી નહિ. પગે ચાલીને યાત્રા કરવાના આનન્દથી એમનું પેટ પણ જાણે ભરાઈ ગયું. છતાં બીજાઓના આગ્રહથી સાંજે પાંચ વાગે જુનાગઢના આયંબિલ ખાતામાં પહોંચીને એક બે વસ્તુઓથી આયંબિલ કરી લીધું. આ કળિયુગમાં પણ વિશુદ્ધ ભાવનાથી પકડાતી તપની કેડ કેટલી બધી અદ્ભુત આત્મશક્તિને વિકાસ કરે છે!
વૈશાખ સુદી ત્રીજે યાત્રાએથી નિપાણ પાછા ફર્યા બાદ દતુભાઈનું શરીર એકદમ મળવા જ માંડયું. મરડે થઈ ગયેલો. અન્ન-પાણીની રૂચિ નહિ. રોજ એક એક રતલ વજન ઘટે. આવી મરણઃ સમી પરિસ્થિતીમાં પણ તેમણે આયંબિલને તપ જારી રાખે. આંખ મીંચાતી નહિ અને જરસ આવ્યા જ કરતું. તેથી સવાર-સાંજનું પ્રતિક્રમણ બેડપેન રાખીને, કાચા પાણીના લોટા ઉપર હાથ મૂકીને અને સામેની તે માથું લગાડીને મનમાં જ ધારી લેવું પડતું. આમા જ્યારે ઉલાસવાળે અને બળવાળો બને છે, ત્યારે આરાધનામાં આવતી ગમે તેવી આપત્તિને પણ એ ગણકારતું નથી, તેનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. આમ એમણે લાગટ ૭૭૭ દિવસ સુધી તપ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
વમાન તપ ૧૦ મીથી ૩૮ મી સુધીની એળીએ પૂણુ કરી અને તેમાં ઉપધાન તપની આલેાયણાના કેટલાક દિવસ ઉમેરી દીધા.
દૃ-તુભાઈનાં ધર્મ પત્ની ચંપાબાઈ પણ સાથે જ આયખિલના તપ કરતાં હતાં. યાત્રાએથી આવ્યા ખાદ દૃ-તુભાઇની માંદગીમાં તેમને ટાઇફોઇડ તાવ આવી ગયા અને તેમાં તે બેશુદ્ધ બની ગયાં. ૭૬૭ દિવસના લાગટ તપ થયા હતા, માત્ર ૧૦ જ દિવસ ખાકી હતા, ત્યાં આ બન્યું. એથી બેશુદ્ધ દશામાં તેમને પારણું કરાવવું પડયું. પારણુ કર્યા બાદ તે ધીમે ધીમે દેવ-ગુરૂની કૃપાથી સાજા થઈ ગયાં અને તે પછી તેમણે વમાન તપની ૩૮ મી તથા ૩૯ મી ઓળી કરી.
ઉપલા લાગઢ તપના સમય દરમ્યાનમાં શકે ૧૮૬૨ ના કાર્તિક વદી ૧ શનિવારે પૂ. સિદ્ધાન્તમહાદ્ધિ આચાર્ય - દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની પરમ તારક નિશ્રામાં દતુભાઈએ અને તેમનાં પત્નીએ ચતુર્થાંવ્રત ઉચ્ચરવાપૂર્વક ખાર વ્રત ઉચ્ચર્યા' તેમજ એજ વર્ષ માં મહા સુદી ૧૪ ના શુભ દિને પૂ. આચાર્ય દેવશ્રીની નિશ્રામાં પેાતાના ભરાવેલા શ્રી જિનબિંબની શ્રી અંજનશલાકા કરાવીને તે બિંબને ગાદીનશીન કરવાના શુભ લાભ પણ દ-તુભાઈએ સોડે લીધે. આમાં રૂા. ૧૦૦૦૦)ના સદ્ગુર્વ્યય કર્યાં.
શકે ૧૮૬૩ માં ચ'પાબાઈ માંદા પડયા. એ બિમારી ૧૪ મહિના સુધી લંબાઇ, પણ આખરે તે શકે ૧૮૬૪ના કાર્તિક સુદી ૨ નારાજ જીવલેણ નીવડી. ચ'પાબાઈનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
પાતાના ખર્ચે અંજનશલાકા કરાવી નિયાણી દેરાસરમાં પ્રતિષ્ઠિત કરાવેલ પ્રભુજી શ્રી શાંતિનાથ ભગવાન,
hammaswami Gyanbhandar-Umara, Surat- www.unaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
મૃત્યુ ખૂબ જ શાન્તિપૂર્વક આરાધનામગ્નપણે થયુ હતુ. ધને પામેલાએ જીવનને તે સુધારે છે પણ મરણને પણ સુધારે છે, એને આ એક નમુના હતા. માંદગી દરમ્યાનમાં ઘણીવાર એવુ' મનતુ કે-ચ પાખાઈને તાવ ઘણા ચઢી જતા. એ વખતે અન્તકાલીન આરાધના માટેનુ એ સુવિખ્યાત સ્તવન શ્રી પદ્માવતી આરાધનાની ચેાપડી લઈને ચંપાબાઈ તેની ગાથા ખેલવા માંડતાં. એ ગાથા મેલે કે તરત તાવ ઉતરી જાય એવુ આશ્ચર્ય બનતું હતું. અનુમેાદનીય તે। એ છેકે-એ અવસરે હાયવેાય કરવાને બદલે ચંપાખાઈનું લક્ષ્ય અન્તિમ આરાધના તરફ્ રહેતું. ચંપાખાઈને જ્યારે લાગ્યું કે હવે હું ખચવાની નથી, ત્યારે તેમણે પેાતાના સ્ત્રીધન તરીકેના રૂપિયા દશ હજારના દાગીના વેચાવી તે રકમ વ્યાજે મૂકાવી દતુભાઈને તે દ્રવ્ય ધર્મ ખાતે વાપરવા જણાવ્યું. આજે એ રકમ વધીને આશરે સત્તાવીસ હજારની થઈ છે અને એમાંથી એક શિખરખ ધી કાચનું શ્રી જિનમંદિર બંધાવી તેના શ્રી ચંપાપતિ વિહાર નામ આપવાની શ્રી દ-તુભાઇની ભાવના છે.
ચંપાબાઈના દેહાવસાન બાદ પણ દૃ-તુભાઈએ પેાતાના તપશ્ચરણને જ વેગ આપ્યા કર્યાં છે. શકે ૧૮૬૪માં તેમણે પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં અને શ્રી સિદ્ધગિરિજીની તારક છાયામાં ત્રીજી ઉપધાન તપ આદર્યું. તે પણ આયખિલથી જ કરવા માંડયું. એ દરમિયાનમાં વાતચીતના પ્રસ ંગે પૂ. આચાર્યદેવશ્રીએ કાઈ ભાઈને ઉપદેશ આપતાં ‘તમે વાતેાડિયાપણામાં ઘણું ગુમાવેા છે' એવું કહ્યું. દતુભાઈ ત્યાં બેઠેલા. એમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦ વિચાર થયો કે- આ વાતોડિયાપણને દેષ મારામાં છે કે નહિ? હું ઉપવાસ નથી કરતો તે અશક્તિથી? પૂ. આચાર્ય દેવશ્રીને તેમણે પૂછયું, ત્યારે પૂ. આચાર્યદેવશ્રીએ કહ્યું કે તમારે માટે એ વાત નથી! છતાં દ-તુભાઈને સંતોષ થયે નહિ. તેમને આગલા દિવસને–ચૌદશને ઉપવાસ તે હતો જ અને તેમણે તેના ઉપર ૧૬ ઉપવાસનાં પચ્ચ
ખાણ કર્યા. આમ ૧૭ ઉપવાસ થયા પણ તે આંક ઠીક લાગ્યું નહિ એટલે દતુભાઈએ ૧૮ મે ઉપવાસ કર્યો. આ ઉપરથી ખ્યાલ આવશે કે દતુભાઈ તપશ્ચર્યા કરવામાં કેટલા બધા શૂરા છે. દતુભાઈએ એ પછી મા ખમણ વગેરે અનેકવિધ તપશ્ચર્યા કરી છે. આ ત્રીજા ઉપધાન પછી તેમણે કદી પણ એકાસણુથી ઓછો તપ કર્યો નથી અને એક વાર શ્રી વીરશાસનમાં એક પુણ્યવાન રેજ ઠામ ચેવિહાર કરે છે એવી વાત વાંચવામાં આવી, ત્યારથી દતુભાઈ રોજ ઠામ ચોવિહાર જ કરે છે.
દતુભાઈએ શકે ૧૮૬૮ના ફાગણવદિ ૬ થી અઠ્ઠમની તપશ્ચર્યા પૂર્વક આયંબિલની ઓળી ચાલુ કરી દીધી. ચાલુ આંબેલે વચમાં વષી તપને શુભારંભ કર્યો અને શકે ૧૮૭૧ ને વૈશાખ સુદિ ૩ના દિવસે ગિરિરાજ ઉપર છેલ્લા ચાર ઉપવાસથી ૭૦ મી ઓળી તથા વષી તપનું પારણું કર્યું.
શકે ૧૮૭૧ ના શ્રાવણ સુદિ ૫ના દિવસે દતુભાઈના પૂજ્ય પિતા ગણપતિભાઈના સ્વર્ગવાસ થયે અને તેઓ એકાકી બની ગયા. આ દિવસનું વર્ણન કરતાં દતુભાઈ જણાવે છે કે “તે દિવસે પિતાજી ખુશીમાં હતા. કંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૨
વાંચવાના ખ્યાલથી તેમણે પુસ્તક માંગ્યું, તો કુદરતી રીતે જ પૂ. પ. મ. શ્રી ભદ્રંકરવિજયજીએ રચેલુ અ ંતિમ આરાધનાનું પુસ્તક હાથમાં આવ્યુ. તે સ ́પૂર્ણ વાંચી સાંજના પાંચ વાગે દેહ છોડયા.'
શ્રી ન્રુ-તુભાઈએ ૯૦ મી ઓળીથી ઠામ ચેવિહાર ચાલુ કર્યાં તે આજ પર્યંત ચાલુ છે.
તેમણે ૯૧ મી એની એકાત્તેર ઉપવાસ અને આયબિલથી કરી. તેમાં ભાવના થતાં વચમાં માસખમણુ કર્યું.
શ્રી દતુભાઈએ નિપાણીમાં પૂ. ૫. મહારાજશ્રી ભદ્રકરવિજયજીની નિશ્રામાં ચેાવિહાર અઠ્ઠાઈ કરી હતી. ત્યારપછી સાંગલીમાં ૫ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નવ ચેાવિહારા ઉપવાસની કડક આરાધના કરી હતી અને પૂ. મુનિરાજશ્રી લલિતવિજયજી મહારાજ સાહેબના નિપાણી ચાતુર્માસમાં ૧૦ ચેાવિહાર ઉપવાસ કર્યો હતા, જે તેમની અજોડ તપશક્તિના પ્રત્યક્ષ પૂરાવે છે.
આવી તપશ્ર્ચર્યો કરનારમાં કેટલું મનેાબળ ોઇએ, કેટલુ શ્રદ્ધાબળ જોઈએ અને કેટલી સહનશક્તિ જોઈએ તેની કલ્પના વાચકાએ સ્વય' કરી લેવી. આ તપશ્ચર્યાકરતાં કેટલીકવાર મરણાંત ઉપસર્ગો પણ થયા છે અને નાની મેટી માંદગીએ પણ સહન કરવી પડી છે, પણ તેમણે કદી ધૈય' ગુમાવ્યુ` નથી કે શ્રદ્ધાનુ' પ્રમાણ ઘટાડયું નથી. જ્યારે આવી માંદગીના પ્રસંગેા ઉપસ્થિત થતા, ત્યારે તે ખૂબ બારીકાઈથી પેાતાનુ' આત્મનિરીક્ષણ કરતા અને વાપરવામાં કંઇ ભૂલ તો નથી થઈ?' એ શેાધી કાઢતા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ભૂલ દૂર કરતાં ઘણી વાર સારૂં ન થતું ત્યારે પિતાનાં મનથી કપેલું ઔષધ વાપરતા અને સારા થઈ જતા! આજે શ્રદ્ધાને ચમત્કાર કહે કે તપને પ્રભાવ કહે પણ તેઓ આ રીતે કટીમાંથી પાર ઉતરતા અને વધારે જ્વલંત શ્રદ્ધા સાથે આગળની એળીઓમાં પ્રવેશ કરતા.
આ રીતે તેઓ શ્રી વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી સં ૨૦૧૩ ના આસો સુદિ ૧૫ ને રોજ પૂર્ણ કરે છે અને જૈન શાસનનાં સેનેરી પૃદ્ધે પર એમણે પિતાનું નામ સદા માટે અંકિત કર્યું છે. તેમજ વધારે ખુશીની વાત તો એ છે કે તેમને પુત્ર ચક્રવર્તી કોલેજની સંપૂર્ણ કેળવણી પામેલ હોવા છતાં પિતાનાં પુનિત પગલે પ્રયાણ કરી શ્રી વર્ધમાન આયંબિલ તપને આરાધક બની ૩૦મી ઓળી પૂર્ણ કરી ચૂક્યા છે.
આ પ્રભાવક તપસ્વી શ્રી દતુભાઈની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે. આશા છે કે અન્ય મહાનુભાવે તેમના પગલે ચાલી તપને મહિમા વિસ્તારશે અને એ રીતે જગતની જનતાને તરી જવાને માર્ગ વધારે સરળ સુંદર, ને વધારે ઉજજવળ બનાવશે.
जैन जयति शासनम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ allobito જૈન સંઘ અને શાસનની અપ્રતિમ સેવા કરવા hr દિવ્ય 8 શ ન જૈન શાસનનું અગ્રદૂત સાપ્તાહિક ===0 દર શનિવારે = - જૈન તત્ત્વજ્ઞાનના મનનીય વિચાર, ? - ચાલુ બનાવો પર અગત્યની નોંધે, - જૈન સંઘ, સંસ્થાઓ તથા સમાજના છેલ્લા સમાચાર, = જૈન ધમ પર થઈ રહેલા આક્ષેપોને સાટ પ્રતિકાર, - ભૌતિકવાદની ભયંકરતાનુ સબળ નિરસન,. - અધ્યાત્મ રસથી ભરપૂર પ્રભાવશાળી પ્રવચન વગેરે... * રસસામગ્રીના થાયી જૈન શાસનના પ્રચાર અર્થે વાર્ષિક લવાજમ માત્ર રૂપીઆ 6). ઉમદા વાંચન - રસપ્રદ સામગ્રી - ધામિક તત્ત્વજ્ઞાન આખા કુટુંબ દીઠ—સાપતાહિક માત્ર બે આનામાં કિંમતી વાંચન Shree Sudharmaswami gyanbhandar Umara Surats, www.umaragyanbhandar.com