SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ફળની વાત થઈ, પરંતુ લોકોત્તર ફળ તે તેથી કઈગુણ ઊંચાં અને અકથ્ય છે. મહર્ષિ શ્રી ચંદ્રકેવળી આ તપના આલઅને કેવળજ્ઞાન પામ્યા. સાધુ પુરૂષે આ તપથી વિશુદ્ધિતર સંયમમાં પ્રગતિ કરે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોને આ તપથી ભારે પશમ થાય છે. વર્ધમાન આયંબિલ તપ –આયંબિલનાં અનુઠાનમાં વધમાન આયંબિલ તપ શ્રેષ્ઠ ગણાય છે. શ્રી ચંદ્રરાજર્ષિ શ્રી વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરીને કેવળજ્ઞાન-કેવળદર્શન પામી સિદ્ધિ સૌધમાં સીધાવ્યા છે અને તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેવાનું છે. શ્રી ચંદ્રરાજષિ પોતાના પૂર્વભવમાં મંત્રી પુત્ર ચંદન હતા, ત્યારે તેમણે તથા તેમના પત્ની અશકશ્રીએ, અશેકશ્રીની ૧૬ બહેનપણીઓએ, સેવક હરિએ તથા ધાવમાતાએ, નિગ્રંથ મહર્ષિના સદુપદેશથી વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી હતી. ચંદન શેઠ ત્રીજા ભવે સુલસ નામે શ્રેષ્ઠી હતા, ત્યારે તેમણે એકાંતરે પ૦૦ આયંબિલ તથા તેમના પત્ની ભદ્રાએ લાગટ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા બે વાર કરી હતી. આ રીતે ચંદ્રરાજર્ષિએ આયંબિલ તપની ઉત્કટ આરાધના કરી તપ ધમને વિજય વાવટે દિગંતમાં ફરકાવ્યું હતું. આજે પણ અનેક મુનિ રાજે આ ભવ્ય તપની અનન્ય મને આરાધના કરી રહ્યા છે અને કેટલાક શ્રમ પાસકે તથા કેટલીક શ્રમણે પાસિકાએ તેમના પવિત્ર પથનું અનુસરણ કરી રહેલ છે. શ્રી વર્ધમાન આયંબિલ તપને અધિકાર અંતકૃતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy